ETV Bharat / state

વલસાડનાં ડુંગરી નજીક 11 ગૌવંશને બચાવવા જતા ટેમ્પો ચાલકે ગૌરક્ષક ઉપર ટેમ્પો ચડાવી દેતા ગૌરક્ષકનું મોત

author img

By

Published : Jun 18, 2021, 7:06 PM IST

વલસાડ
વલસાડ

ધરમપુરના બારસોલ ગામેથી 11 ગૌવંશ ભરી કતલખાને મહારાષ્ટ્રમાં લઇ જવાની બાતમીને આધારે ગૌવંશને બચાવવા નીકળેલા ગૌરક્ષકોએ આઇસર ટેમ્પોનો પીછો કરીને ટેમ્પો અટકાવવા જતા ટેમ્પો ચાલક ટેમ્પોમાંથી કૂદી જતા આગળ ટેમ્પો અટકાવવા ઉભેલા ગૌરક્ષકનું ટેમ્પોની અડફતે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું.

  • ગૌવંશને બચાવવા જતા ગૌરક્ષકએ આપી પોતાના પ્રાણની આહુતિ
  • 10 ગાય અને એક વાછરડા ભરેલો ટેમ્પો ગૌરક્ષકોએ અટકાવ્યો
  • મોડી રાત્રે ધરમપુરથી પીછો કરતા ડુંગરી શંકર તળાવ બામખાડી બ્રિજ ઉપર કાર આડી મૂકી
  • ટેમ્પો ચાલક ચાલુ ટેમ્પોમાંથી કૂદી જતા આગળ ઉભેલા ગૌરક્ષણને લીધો અડફતે
  • ચાલક બામખાડી બ્રિજ કૂદીને રાત્રીના અંધકારમાં ફરાર

વલસાડ: જિલ્લામાં ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ટેમ્પો ભરી ગૌવંશને મહારાષ્ટ્રના કતલખાને લઇ જવતા હોવાના કિસ્સા બની રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લાના ગૌરક્ષકો દ્વારા અનેક વાર ટ્રક ટેમ્પો અટકાવી આવા મૂંગા ગૌવંશને બચાવી લઇ જીવનદાન આપ્યું છે, ત્યારે વલસાડ જિલ્લામાં ગુરૂવારની મોડી રાત્રે એક ગોઝારી ઘટના બની હતી. ધરમપુરના બારસોલ ગામેથી આઇસર ટેમ્પો ભરીને 11 ગૌવંશને લઇ મહારાષ્ટ્ર જતા ટેમ્પોનો પીછો કરી અટકાવવા જતા ટેમ્પો ચાલક ચાલુ ટેમ્પોમાંથી કૂદી જતા આગળ ટેમ્પો અટકાવવા ઉભેલા ગૌરક્ષકને અડફતે લેતા કરુણ મોત નિપજ્યું હતું.

ગૌરક્ષક ઉપર ટેમ્પો ચડાવી દેતા મોત

બારસોલ ગામેથી રાત્રી દરમ્યાન 11 ગૌવંશ લઇ ટેમ્પો જઈ રહ્યો હતો

બારસોલ ગામેથી રાત્રી દરમ્યાન 10 ગાય અને 1 વાછરડાને લઇને એક આઈસર ટેમ્પો નંબર નીકળી રહ્યો હતો. જેની બાતમી ધરમપુરના ગૌરક્ષક હાર્દિક કંસારા અને વિમલ ભાઈને થતા તેમને સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણકારી આપતા પોલીસે પણ વોચ ગોઠવી હતી અને હાર્દિક કંસારા અને વિમલ સહિતના ગૌરક્ષકો ટેમ્પોનો પીછો કરી રહ્યા હતા.

આ પણ વાંચો: ઉમરગામ પોલીસે ગૌવંશ તસ્કરી કરનાર સંજાણના શખ્સની કરી ધરપકડ

ટેમ્પો ચાલકે પકડાઈ જવાના ડરથી ટેમ્પો પ્રથમ ધરમપુરથી સુરત તરફ હંકારી મુક્યો અને તે બાદ ડુંગરીથી પરત મુંબઈ તરફ હંકાર્યો હતો

ધરમપુરથી નીકળેલો ગૌવંશ લઇ જતાં ટેમ્પો ચાલકને ગંધ આવી જતા પકડાઈ જવાના ડરને કારણે ટેમ્પો મહારાષ્ટ્ર તરફ લઈ જવાને બદલે ધરમપુર ચોકડીથી સુરત તરફ ટેમ્પો હંકારી મુક્યો હતો. જોકે ગૌરક્ષકો દ્વારા ટેમ્પોનો XUV કાર લઇ પીછો કરવામાં આવી રહ્યો હતો. જે બાદ ટેમ્પો ચાલકે ટેમ્પો રોલા ડુંગરીથી પરત નેશનલ હાઇવે 48 મુંબઈ તરફ હંકારી મુક્યો હતો. પરંતુ ગૌ રક્ષકોએ ટેમ્પો અટકાવવા ડુંગરી બામ ખાડી બ્રિજ ઉપર વાહન આડા મૂકી ટેમ્પો અટકાવા પ્રયાસ કર્યો હતો.

ગૌરક્ષક
ગૌરક્ષક

બામ ખાડી બ્રિજ ઉપર ગૌરક્ષકોએ વાહન આડા મૂકી ટેમ્પો રોકવા પ્રયાસ કર્યો

ગૌવંશને કતલખાને લઇ જતો આઇસર ટેમ્પો રાત્રે મુંબઈ તરફ જતા હોવાની જાણકારી મળતા જ તેને અટકાવવા હાઇવે ઉપર વાહનો આડા મૂકીને ટેમ્પો અટકાવવા પ્રયાસ કરાયો હતો. જેમાં હાર્દિક કંસારા ટેમ્પોની આગળ આવી તેને રોકવા પ્રયાસ કરતા ચાલકે પકડાઈ જવાની બીકને માર્યે ચાલુ ટેમ્પોમાંથી કૂદકો માર્યો હતો અને ચાલક વિનાના ટેમ્પોએ સીધો હાર્દિકને અડફતે લીધો હતો. જે ઘટનામાં હાર્દિકને ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જેને લઈ ગૌરક્ષકોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

ઘટના બનતા ડુંગરી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી

બામ ખાડી બ્રિજ ઉપર બનેલી ગૌરક્ષકને ટક્કર મારવાની ઘટના બાદ ચાલક ટેમ્પોમાંથી કૂદકો મારી બામ ખાડીના બ્રિજ ઉપરથી પાણીમાં છલાંગ લાગવી અંધકારનો લાભ લઇ ફરર થઈ ગયો હતો. ઘટના અંગે જાણકારી મળતા જ ડુંગરી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

ડુંગરી પોલીસ સ્ટેશન
ડુંગરી પોલીસ સ્ટેશન

આ પણ વાંચો: કતલખાને ધકેલાતાં ગૌવંશને યુધ્ધ એજ કલ્યાણ ગૃપ તથાં ગૌસેવકોએ બચાવ્યાં

DSPએ ઘટના સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું

વલસાડ DSPને ઘટના અંગેની જાણકારી મળતા તેઓ પણ ઘટના સ્થળે ડુંગરી બામ ખાડી ઉપર નિરીક્ષણ માટે પહોચ્યાં હતા અને આખી ઘટના કઈ રીતે બની તે અંગેની જાણકારી ડુંગરીના PSI પાસેથી મેળવી હતી. હાલ તો ડુંગરી પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે ટેમ્પોમાં ગૌવંશ ભરાવનારની પણ અટક કરી તમામ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ સ્થળ ઉપર
પોલીસ સ્થળ ઉપર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.