ETV Bharat / state

વલસાડમાં પેપરમાંથી બનાવવામાં આવી ગણેશજીની પ્રતિમા

author img

By

Published : Sep 4, 2019, 3:16 PM IST

વલસાડમાં પેપરમાંથી બનાવવામાં આવી ગણેશજીની પ્રતિમા

વલસાડ: સામાન્ય રીતે ગણેશ મહોત્સવ દરમિયાન દરેક સ્થળે તમને પી.ઓ.પી કે માટીની મૂર્તિઓ સ્થાપનાં માટે મળી રહે છે પરંતુ વિસર્જન બાદ પી.ઓ.પીની પ્રતિમા પાણીમાં ઓગળતી નથી અને વિખરેલ હાલતમાં નદી કિનારે જોવા મળે છે. વળી, પર્યાવરણને અનુકૂળ પણ નથી ત્યારે વલસાડમાં છેલ્લા 7 વર્ષથી ગણેશ સ્થાપનાં કરતા રામરોટી ચોકના યુવક મંડળ દ્વારા આ વર્ષે એટલે કે પર્યાવરણને અનુકૂળ એવી પેપરમાંથી બનાવવામાં આવેલી 12 ફૂટની પ્રતિમાનું સ્થાપન કરી અન્ય માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે

વલસાડ બજારમાં મુખ્ય ગણાતા રામ રોટીચોક ખાતે દર વર્ષે ભક્તિભાવ પૂર્વક ગણેશજીની સ્થાપનાં કરવામાં આવે છે. આ વર્ષે યુવક મંડળ દ્વારા પર્યાવરણને અનુરૂપ એવી પેપરમાંથી બનાવવામાં આવેલી વિઘ્નહર્તા દેવની સુંદર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.

વલસાડમાં પેપરમાંથી બનાવવામાં આવી ગણેશજીની પ્રતિમા

12 ફૂટ ઊંચાઈ 200 ફૂટ વજન ધરાવતી આ મૂર્તિ બનાવવા માટે 25000 જેટલી નાની નાની પેપર ની કાપલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે .જોકે, રામ રોટીચોકનાં યુવક મંડળનાં સભ્યોએ જણાવ્યું કે દર વર્ષે તેઓ દ્વારા હવે પર્યાવરણને અનુરૂપ હોય એ પ્રકારે જ સ્થાપન કરવામાં આવશે સાથે અન્ય મંડળ માટે પણ તેમને એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. જોકે પેપરમાંથી બનાવેલ ગણેશ પ્રતિમાને જોવા અનેક ભક્તો ઉમટી પડ્યા હતા.


Intro:સામાન્ય રીતે ગણેશ મહોત્સવ દરમ્યાન દરેક સ્થળે તમને પી ઓ પી કે માટી ની મૂર્તિઓ સ્થાપના માટે મળી રહે છે પરંતુ વિસર્જન બાદ પી ઓ પી ની પ્રતિમા પાણીમાં ઓગળતી નથી અને ક્ષત વિક્ષત હાલત માં નદી કિનારે જોવા મળે છે વળી તે પર્યાવરણ ને અનુકૂળ પણ નથી ત્યારે વલસાડ માં છેલ્લા 7 વર્ષ થી ગણેશ સ્થાપના કરતા રામરોટી ચોક ના યુવક મંડળ દ્વારા આ વર્ષે એટલે કે 8 માં વર્ષે પર્યાવરણ ને અનુકૂળ એવી પેપર માંથી બનાવવામાં આવેલી (પાઘડી સાથે )12 ફૂટ ની પ્રતિમા નું સ્થાપન કરી અન્ય માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે


Body:વલસાડ બજાર માં મુખ્ય હાર્ડ સમાન ગણાતા રામ રોટીચોક ખાતે દર વર્ષે ભક્તિભાવ પૂર્વક ગણેશજી ની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે યુવક મંડળ દ્વારા પર્યાવરણને અનુરૂપ એવી પેપર માંથી બનાવવામાં આવેલી વિઘ્નહર્તા દેવની સુંદર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે 12 ફૂટ ઊંચાઈ 200 ફૂટ વજન ધરાવતી આ મૂર્તિ બનાવવા માટે 25000 જેટલી નાની નાની પેપર ની કાપલી ઓ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જોકે રામ રોટીચોક ના યુવક મંડળ ના સભ્યો એ જણાવ્યું કે દર વર્ષે તેઓના દ્વારા હવે પર્યાવરણ ને અનુરૂપ હોય એ પ્રકારે જ સ્થાપન કરવામાં આવશે સાથે અન્ય મંડળ માટે પણ તેમને એક દાખલો બેસાડ્યો છે જોકે પેપર ના બનેલ ગણેશ પ્રતિમા ને જોવા અનેક ભક્તો ઉમટી પડે છે અને માત્ર દર્શન નથી કરતા લોકોને બાપ્પા સાથે સેલ્ફી લેવામાં વધુ રસ હોવાનું જણાય છે


Conclusion:નોંધનીય છે વલસાડ શહેર માં જ અંદાજિત 400 થી વધુ નાના મોટા મંડળો દ્વારા આ વર્ષે ગણેશ સ્થાપના કરવામાં આવી હોવાનું પોલીસ ચોપડે પણ નોંધાયુ છે

બાઈટ 1 રોહિત ભાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.