ETV Bharat / state

ભીલાડમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરનાર ASIની ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમવિધિ

author img

By

Published : Jan 18, 2021, 10:02 AM IST

ભિલાડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી હતી.

ં

  • પોલીસ મથકમાં ઝેરી દવા પી કરી આત્મહત્યા
  • તેમના મૂળ ગામ ધરમપુર ખાતે કરાઈ અંતિમ વિધિ
  • ગાર્ડ ઓફ ઓનર સાથે ના સન્માન સાથે અંતિર વિધિ પૂર્ણ કરાઈ

ભીલાડઃ વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ મથકમાં રવિવારે સાંજે ASI રતિલાલ ભાઈ ગાવિતએ કોઈ કારણસર ઝેરી દવા પી ને જીવન ટૂંકાવ્યું હતું. જે ઘટનાએ પોલીસ વિભાગમાં અનેક ચર્ચાઓ ઉઠી હતી, તેમજ તેના મોત અંગે પણ અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે તેમના પાર્થિવ દેહને ધરમપુર ખાતે આવેલા તેમના નિવાસ્થાન અંતિમ વિધિ માટે લાવવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા ફરજ ઉપર મોત થવાને લઇને તેને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન પૂર્વક અંતિમ વિદાય આપવામાં આવી હતી. જેમાં ધરમપુર પોલીસના PSI, એલસીબી પી.આઈ તેમજ સીપીઆઈ સહીત અનેક પોલીસ કર્મચારીઓ તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતાં.

ASI રતિલાલ ગાવિત જે ભીલાડ પોલીસ મથકમાં ફરજ પર હતાં. ગતરોજ રવિવારે કોઈ અગમ્ય કારણ સર જીવન ટૂંકવતા તેમના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે ધરમપુર તેમના નિવાસ્થાને લાવામાં આવ્યો હતોં. જયાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ભીલાડમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરનાર ASIની ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમવિધિ
અંતિમ યાત્રામાં પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું રતિલાલ ગાવિતના પાર્થિવ દેહને અંતિમ યાત્રા માટે લાવવામાં આવ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા અંતિમ ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું હતું. પાંચ પોલીસ કર્મીઓ દ્વારા રાઇફલ ઉંધી મૂકી બે હાથ તેના ઉપર મૂકીને વિશેષ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતિમ યાત્રા દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓ જોડાયા

રતિલાલ મંગુ ભાઈ ગાવિતને નિવૃત થવાને 2 વર્ષ બાકી હતાં. મોટા ભાગના વર્ષો તેમણે પોલીસ વિભાગમાં ગુજાર્યા હોય તેમના અનેક મિત્રો અને સ્વજનો હતા ત્યારે તેમના નિવસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં અનેક પોલીસ કર્મચારીઓ અને તેમના મિત્ર ભીની આંખે જોડાયાં હતા. ASI રતિલાલ ગાવિતની અંતિમ વિધિમાં સી પી આઈ દેસાઈ, ધરમપુર પી.એસ.આઈ એન. ટી પુરાણી, એલ સી બી પી આઈ એલ જે ગાવિત સહીત અનેક આધિકારીઓ અંતિમવિધિમાં જોડાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.