ETV Bharat / state

લૉકડાઉન: 20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું

author img

By

Published : Apr 14, 2020, 8:11 PM IST

લૉકડાઉનના પ્રથમ તબક્કામાં વાપીમાં અનેક ગરીબ પરિવારો માટે સામાજિક સંસ્થાઓ દેવદૂત સમાન નીવડી છે. આવી સંસ્થામાં એક સંસ્થા નહિ પરંતુ સંગઠન કહેવાતા VHP અને બજરંગ દળના કાર્યકરોએ સેવાની ધૂણી ધખાવી છે. વાપીમાં રોજના 1800 જેટલા પરપ્રાંતીય મજૂરોને ભોજન સાથે અત્યાર સુધીમાં 20 હજાર લોકોને ભોજન આપ્યું છે. તો, 3500 પરિવારોમાં કારીયાણું પૂરું પાડ્યું છે.

food distribution in lockdown
20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું

વાપી : કોરોનાની મહામારી સામે લડવા દેશમાં લૉકડાઉન જાહેર કર્યા બાદ હજારો પ્રવાસી કામદારો મુસીબતમાં આવી પડ્યા હતાં. આવા કામદારો અને બે ટંકનું કમાઈને ખાનારા મજૂર વર્ગ માટે સામાજિક સંસ્થાઓ દેવદૂત બનીને આવી છે. રોજના હજારો લોકોને, પરિવારોને ફૂડ પેકેટથી માંડીને જીવન આવશ્યક ચીજવસ્તુઓ આપી રહી છે.

food distribution during lock down in vapi
20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું

વાપીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ લૉકડાઉનના દિવસથી સતત સેવાની ધૂણી ધખાવીને બેઠા છે. આ સંગઠન દ્વારા વાપી શહેર, વાપી તાલુકાના છીરી, છરવાડા જેવા ગામ અને આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામડાઓમાં જઈને ગરીબ પરિવારોને ભોજન અને કારીયાણું પૂરું પાડી રહ્યાં છે.

food distribution during lock down in vapi
20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું
આ અંગે સંગઠન તરફથી મળતી વિગતો મુજબ VHP અને બજરંગ દળ દ્વારા વાપીમાં રહેતા 1800 જેટલા પરપ્રાંતીય કામદારોને દરરોજ ગરમાગરમ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ભોજન તેમને તેમના ઘરે જ મળી જાય એ રીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 20,000 જેટલા લોકો સુધી ભોજન પહોંચાડ્યું છે. એ ઉપરાંત 3500 પરિવારોમાં અનાજ કરિયાણાની કિટનું વિતરણ કર્યું છે.
food distribution during lock down in vapi
20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું
આ સંગઠનના કાર્યકરો આટલેથી અટક્યા નથી પરંતુ એ સાથે લોકોમાં કોરોનાનો વાઈરસ ના ફેલાય તે માટે આવા ગરીબ લોકોમાં 700 હેન્ડગ્લોવ્ઝ, 1000 માસ્ક અને 600 સેનેટાઈઝરનું પણ વિતરણ કર્યું છે.
food distribution during lock down in vapi
20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું
આજથી લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે આ સેવાની સરવાણી આગામી દિવસોમા પણ શરૂ રાખવાની નેમ સંગઠનના કાર્યકરોએ વ્યક્ત કરી છે.
food distribution during lock down in vapi
20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.