ETV Bharat / state

વાપીમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચના રેકર્ડ રૂમમાં લાગી આગ

author img

By

Published : Nov 15, 2020, 9:31 PM IST

વલસાડ જિલ્લાના વાપીની મુખ્ય બજારમાં આવેલા બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગ પર ગણતરીની મિનિટોમાં ફાયરે કાબુ મેળવ્યો હતો. પરંતુ પાણીના મારામાં બેંકના રેકર્ડ પલળી ગયાં હતા. જ્યારે રેકર્ડ રૂમમાં રાખેલા ફાયર સેફટી માટેના એક્સટિંગ્વિશર એક વર્ષથી રિફિલના કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

વાપીમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચના રેકર્ડ રૂમમાં લાગી આગ
વાપીમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચના રેકર્ડ રૂમમાં લાગી આગ

  • વાપીની બેન્ક ઓફ બરોડાની શાખામાં આગ લાગી
  • અગમ્ય કારણોસર આગ લાગી
  • બેંકના રેકર્ડ રૂમમાં રેકોર્ડને નુકસાની
  • ફાયર ફાઈટરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો

વાપી: શહેરની મુખ્ય બજારમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગ પર ગણતરીની મિનિટોમાં ફાયરે કાબુ મેળવ્યો હતો. પરંતુ પાણીના મારામાં બેંકના રેકર્ડ પલળી ગયાં હતા. જ્યારે રેકર્ડ રૂમમાં રાખેલા ફાયર સેફટી માટેના એક્સટિંગ્વિશર એક વર્ષથી રિફિલના કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

વાપીમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચના રેકર્ડ રૂમમાં લાગી આગ


નવા વર્ષના પ્રથમ દિવસે આગ લાગતા ફાયર ફાઈટરની દોડધામ


નવા વર્ષના પ્રથમ દિવસે જ વલસાડ જિલ્લામાં આગના અલગ અલગ છમકલાં થતા ફાયરના જવાનોની દોડધામ વધી હતી. વાપીના મુખ્ય બજારમાં આવેલ બેન્ક ઓફ બરોડા બ્રાંચના રેકર્ડ રૂમમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ ફાયરને અને પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. નુકસાનીનો કયાસ કાઢતી વખતે રેકર્ડ રૂમમાં રાખેલા એક્સટિંગ્વિશર એક વર્ષથી રિફિલના કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

આગ પર મેળવાયો કાબૂ

વાપીમાં 11 વાગ્યા આસપાસ મુખ્ય બજારમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાંથી લોકોએ ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોયા હતાં. જેથી આસપાસના લોકોએ ફાયરને જાણ કરી હતી. આગની જ્વાળા વધુ પ્રસરે તે પહેલાં ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બજારમાં ટ્રાફિક જામને ક્લિયર કરાવ્યો હતો. ફાયરે આગ પર કાબુ મેળવ્યા બાદ રેકર્ડ રૂમમાં કેટલી નુકસાની થઈ છે. ક્યાં કારણોસર આગ લાગેલી તેનો કયાસ કાઢવામાં આવ્યો હતો.

સદનસીબે જાનહાની ટળી

રેકર્ડ રૂમમાં રાખેલા એક્સટિંગ્વિશર જાન્યુઆરી 2020થી રિફિલ કર્યા વિનાના જ શોભાના ગાંઠિયા સમાન લાગતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યારે નવા વર્ષને લઈને બેન્ક બંધ હોવાથી જાનહાની ટળી હતી. પરંતુ રેકર્ડ પાણીમાં પલળી જતાં નકામા બન્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.