ETV Bharat / state

વાપીમાં ડુપ્લીકેટ આધારકાર્ડ-પાનકાર્ડ બનાવતા બે ઇસમોની પોલીસે કરી ધરપકડ

author img

By

Published : Dec 31, 2019, 7:06 PM IST

વાપી: ભારત સરકાર તરફથી નાગરિકતા કાયદો પસાર કર્યા બાદ અમુક ઇસમો જાહેર જનતાને ભોળવી તેઓને ગેરકાયદેસર રીતે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ જેવા મહત્વના પુરાવા બનાવી આપવા મેદાનમાં આવ્યાં છે. ત્યારે આવા 2 ઇસમોને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડુપ્લીકેટ આધારકાર્ડ-પાનકાર્ડ બનાવતા બે ઇસમોની પોલીસે કરી ધરપકડ
ડુપ્લીકેટ આધારકાર્ડ-પાનકાર્ડ બનાવતા બે ઇસમોની પોલીસે કરી ધરપકડ

ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, બેન્ક પાસબુક, bonafide સર્ટી બનાવી આપતા બે આરોપીઓને વલસાડ LCB ની ટીમે ઝડપી પાડ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લા પોલીસ વડાએ સુચના અને માર્ગદર્શન આપ્યું હતું કે હાલમાં ભારત સરકાર દ્વારા ભારત સરકાર તરફથી નાગરિકતા કાયદો પસાર કરેલ હોય તે સંજોગોમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે જાહેર જનતાને ભોળવી તેઓને ગેરકાયદેસર રીતે આધારકાર્ડ, ચુંટણીકાર્ડ જેવા મહત્વના પુરાવા બનાવી આપતા હોય એવી બાતમી મળે તો આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.

ડુપ્લીકેટ આધારકાર્ડ-પાનકાર્ડ બનાવતા બે ઇસમોની પોલીસે કરી ધરપકડ
ડુપ્લીકેટ આધારકાર્ડ-પાનકાર્ડ બનાવતા બે ઇસમોની પોલીસે કરી ધરપકડ
જે આધારે એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ટી. ગામીત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.આઈ. રાઠોડ અને પોલીસ સ્ટાફના માણસોએ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં બાતમી આધારે ઉમરગામ ગાંધીવાડી જીઆઇડીસી રોડ પર પાવર હાઉસ સામે હરી રેસિડેન્સી રોડ પર આવેલ મણીબેન ધનસુખલાલ એન્ટરપ્રાઇઝની દુકાનમાંથી દિનેશ ઉર્ફે બંટી ધનસુખલાલ ભંડારી અને કરણજીતસિંગ રામનરેશ સિંગને પકડી પાડયા હતા. પકડાયેલ ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ વગેરે બનાવવા માટે સરકારના કોઇ અધિકારીએ અધિકૃત ન કરેલ હોવા છતાં જરૂર ઇલેક્ટ્રોનિક માધ્યમો, લેપટોપ વગેરેનો ઉપયોગ કરી જાહેર જનતાના આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ તથા બીજાના નામની માહિતી મેળવી બેન્ક પાસબુક તથા સ્કૂલના બોનાફાઇડ સર્ટી ખોટી માહિતી સાથે ગેરકાયદેસર રીતે કમ્પ્યુટરમાં બનાવતા હતાં. પોલીસે બંને આરોપીને રોકડા 54,150 તથા ઉપરોક્ત ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા જરૂરી સાહિત્ય કિંમત રૂપિયા 2,10,555 મળી કુલ 2,67,705 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ડુપ્લીકેટ આધારકાર્ડ-પાનકાર્ડ બનાવતા બે ઇસમોની પોલીસે કરી ધરપકડ
ડુપ્લીકેટ આધારકાર્ડ-પાનકાર્ડ બનાવતા બે ઇસમોની પોલીસે કરી ધરપકડ
આ મામલે પોલીસે પકડાએલ આરોપીઓને સિસ્ટમ પ્રોવાઈડ કરનાર આરોપીઓ બોરાડ સાર્થક, ગુરુ રાય, વિરલ પાનસુરીયા, અનંતરામ પટેલને મદદગારી કરી ગુનાહિત કાવતરું રચ્યું હોય તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે પકડાયેલ બંને મહા ઠગ સામે કલમ 465, 467, 468, 471, 120(b) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 66(b) (c) (d) મુજબ ધોરણસરની ફરિયાદ નોંધી વધુ તપાસ માટે ઉમરગામ મરીન નારગોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સુપ્રત કર્યા છે. જેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6ઠ્ઠી જાન્યુઆરી સુધીના એટલે કે આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.
Intro:Location :- વાપી


વાપી :- ભારત સરકાર તરફથી નાગરિકતા કાયદો પસાર કર્યા બાદ અમુક ઇસમો જાહેર જનતાને ભોળવી તેઓને ગેરકાયદેસર રીતે આધારકાર્ડ, ચુંટણીકાર્ડ જેવા મહત્વના પુરાવા બનાવી આપવા મેદાનમાં આવ્યાં છે. ત્યારે, આવા 2 ઇસમોને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.  હોય આવા Body:ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, બેન્ક પાસબુક, bonafide સર્ટી બનાવી આપતા બે આરોપીઓને વલસાડ LCB ની ટીમે ઝડપી પાડ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ  વલસાડ જિલ્લા પોલીસ વડાએ સુચના અને માર્ગદર્શન આપ્યું હતું કે હાલમાં ભારત સરકાર દ્વારા ભારત સરકાર તરફથી નાગરિકતા કાયદો પસાર કરેલ હોય તે સંજોગોમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે જાહેર જનતાને ભોળવી તેઓને ગેરકાયદેસર રીતે આધારકાર્ડ, ચુંટણીકાર્ડ જેવા મહત્વના પુરાવા બનાવી આપતા હોય એવી બાતમી મળે તો આવા ઈસમો સામે  કાયદેસરની કાર્યવાહી કરવી


જે આધારે એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ટી. ગામીત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.આઈ. રાઠોડ અને પોલીસ સ્ટાફના માણસોએ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં બાતમી આધારે ઉમરગામ ગાંધીવાડી જીઆઇડીસી રોડ પર પાવર હાઉસ સામે હરી રેસિડેન્સી રોડ પર આવેલ મણીબેન ધનસુખલાલ એન્ટરપ્રાઇઝની દુકાનમાંથી દિનેશ ઉર્ફે બંટી ધનસુખલાલ ભંડારી અને કરણજીતસિંગ રામનરેશ સિંગને પકડી પાડયા હતા. 


પકડાયેલ ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ વગેરે બનાવવા માટે સરકારના કોઇ અધિકારીએ અધિકૃત ન કરેલ હોવા છતાં જરૂર ઇલેક્ટ્રોનિક માધ્યમો, લેપટોપ વગેરેનો ઉપયોગ કરી જાહેર જનતાના આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ તથા બીજાના નામની માહિતી મેળવી બેન્ક પાસબુક તથા સ્કૂલના બોનાફાઇડ સર્ટી ખોટી માહિતી સાથે ગેરકાયદેસર રીતે કમ્પ્યુટરમાં બનાવતા હતાં. પોલીસે બંને આરોપીને રોકડા 54,150 તથા ઉપરોક્ત ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા જરૂરી સાહિત્ય કિંમત રૂપિયા 2,10,555 મળી કુલ 2,67,705 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.


આ મામલે પોલીસે પકડાએલ આરોપીઓને સિસ્ટમ પ્રોવાઈડ કરનાર આરોપીઓ બોરાડ સાર્થક, ગુરુ રાય, વિરલ પાનસુરીયા, અનંતરામ પટેલને મદદગારી કરી ગુનાહિત કાવતરું રચ્યું હોય તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Conclusion:પોલીસે પકડાયેલ બંને મહા ઠગ સામે કલમ 465, 467, 468, 471, 120(b) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 66(b) (c) (d) મુજબ ધોરણસરની ફરિયાદ નોંધી વધુ તપાસ માટે ઉમરગામ મરીન નારગોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સુપ્રત કર્યા છે. જેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6ઠ્ઠી જાન્યુઆરી સુધીના એટલે કે આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.