ETV Bharat / state

લીલા લસણનું ગામ ટીસકરી, જ્યાં મહિલાઓ પાર્ટ ટાઇમ ખેતી કરી આજીવિકા મેળવે છે

author img

By

Published : Dec 24, 2022, 4:42 PM IST

લીલા લસણનું ગામ ટીસકરી, જ્યાં મહિલાઓ પાર્ટ ટાઇમ ખેતી કરી આજીવિકા મેળવે છે
લીલા લસણનું ગામ ટીસકરી, જ્યાં મહિલાઓ પાર્ટ ટાઇમ ખેતી કરી આજીવિકા મેળવે છે

શહેરોમાં મહિલાઓ પાર્ટટાઈમ જોબ કરીને રોજી મેળવે છે ત્યાં ગ્રામીણ કક્ષાની મહિલાઓ પણ પાર્ટટાઈમ ખેતી કરી (Women Part Time Agriculture )સારી આવક મેળવી શકે છે. જેનું ઉદાહરણ છે ધરમપુરનું ટીસકરી ગામ (Tiskari Village ). જ્યાં મહિલાઓ પાર્ટ ટાઇમ ખેતી કરી આજીવિકા મેળવે છે. અહીં મહિલાઓ બપોર બાદ ફળિયાઓમાં લીલા લસણની ખેતી કરી રોજી ( Cultivation of Green Garlic in Dharampur ) મેળવે છે.

અહીં મહિલાઓ બપોર બાદ ફળિયાઓમાં લીલા લસણની ખેતી કરે છે

વલસાડ ધરમપુરના અંતરિયાળ ગામોમાં મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે પણ ઘર આંગણે કે ઘરના વાડામાં મહિલાઓ ઘરકામ પૂર્ણ કર્યા બાદ લીલા લસણની ખેતી (Women Part Time Agriculture )કરે છે. લીલી લસણમાં કોઈ જંતુનાશક દવાની જરૂર ઉભી થતી નથી વળી તે માત્ર 10 થી 15 દિવસમાં તૈયાર થઈ જાય છે. ટીસકરી ગામ (Tiskari Village ) લીલા લસણની ખેતી માટે જાણીતું છે. રોજિંદા અહીંથી મોટા ટેમ્પો ભરી લીલું લસણ રવાના થાય છે.આ રીતે ધરમપુરના ટીસકરી ગામમાં મહિલાઓ પાર્ટ ટાઇમ ખેતી કરી આજીવિકા ( Cultivation of Green Garlic in Dharampur ) મેળવે છે.

આ પણ વાંચો ડાંગ જિલ્લામાં ખેડૂતો કરે છે પારંપરિક ઓર્ગેનીક લસણની ખેતી

ટીસકરીના મોટાભાગના ફળિયામાં થાય છે ખેતી ટીસકરી ગામે (Tiskari Village )આવેલા મોટા ભાગના ફળિયામાં થાય છે. ખેતી મહિલાઓ પાર્ટ ટાઈમ ખેતી કરી ઘર બેઠા આજીવિકા મેળવે છે. લીલું લસણ લેવા ઘર આંગણે જ વેપારીઓ આવી રહ્યા છે. અહીં માત્ર લસણ જ નહીં ધાણા,મરચા, પાલક સહિતની શાકભાજીની ખેતી મહિલાઓ ( Cultivation of Green Garlic in Dharampur )કરે છે.

આ પણ વાંચો Benefits Of Garlic: જાણો લસણ શરીરને કઇ રીતે ફાયદો પહોંચાડવામાં કરે છે મદદ

5 કિલોનું વાવેતર કરો તો 10 કિલો ઉત્પાદન થાય છે સામાન્ય રીતે જેટલું લસણનું વાવેતર કરો એનાથી ડબલ તેનું ઉત્પાદન ( Cultivation of Green Garlic in Dharampur )થાય છે. મહેનત છે ખેતીમાં પણ તેની સામે ઉત્પાદન સીધું ડબલ થાય છે. જોકે હાલમાં તેના ભાવમાં દરરોજ વધારે ઓછો થતો રહે છે. પરંતુ જેટલું વળતર મળવું જોઈએ એ પ્રમાણેનું વળતર મળતું નથી. છતાં મહિલાઓને કામચલાઉ ઘર માટે ચાલી રહી એટલા નાણાં (Women Part Time Agriculture )ઘર આંગણે મળી રહે છે.

વેપારી પોતાના વાહનો લઈને ઘર આંગણે લેવા માટે આવે છે લીલા લસણની ખેતી કર્યા બાદ મહિલાઓ ને બજારમાં વેચવા જવાની ફરજ પડતી નથી. અનેક વેપારીઓ તેમના ઘર આંગણે આવે છે અને ઘર બેઠા લસણની ખરીદી ( Cultivation of Green Garlic in Dharampur )કરી જતા હોય છે. હાલ લીલા લસણનો ભાવ 500 ગ્રામના 25 રૂપિયા અને 1 કિલોના 50 ભાવે વેપારી ખેડૂતો પાસે ખરીદી કરી રહ્યા છે. જોકે વેપારી માર્કેટમાં ક્યાં ભાવે વેચાણ કરે છે એ તો વેપારીઓ જાણે પણ મહિલાઓ પાર્ટ ટાઈમ ખેતી કરી આવક (Women Part Time Agriculture ) રળી રહી છે.

લસણ મુંબઈ સુરત માર્કેટ પહોંચે છે લસણની ખરીદી કરવા ટીસકરી (Tiskari Village )આવતા વેપારી દીપકભાઈએ જણાવ્યું કે તેઓ શિયાળા સહિત કાયમ નિયમિત રીતે અહીં ટેમ્પો લઈ શાકભાજી ખરીદી કરવા માટે આવે છે. અહીં મહિલાઓ પાસેથી ખરીદી કરેલું લીલું લસણ ( Cultivation of Green Garlic in Dharampur ) સુરત મુંબઈ બીલીમોરા નાસિક જેવા વિસ્તારો માં આવેલ શાકમાર્કેટમાં પહોંચે છે. આમ ટીસકરી ગામ લીલા લસણ માટે જાણીતું બન્યું છે.

લીલા લસણથી થતા ફાયદા લીલું લસણ આર્યનનો ભરપૂર સ્ત્રોત છે, જેમાં ફેરાપ્રોટીનની કોશિકા હોય છે. જે રૂધિરાભીષણ તંત્રને લોહી પરિભ્રમણમાં મદદરૂપ થાય છે.લીલુ લસણ બેડ કોલેક્ટ્રોલને દૂર કરવામાં મદદ રૂપ થાય છે. મહત્વનુ છે કે લીલા લસણમાં પોલી સલફાઇડ નામનું તત્વ છે જે હૃદય રોગની બીમારીથી બચાવે છે. બ્લડ સુગર નિયંત્રણમાં રાખે છે શ્વસન તંત્રની બીમારીમાંથી બચાવે છે. એન્ટિસેપ્ટિક તરીકે પણ તે ખૂબ ઉપયોગી છે. કેન્સર જેવી બીમારીમાં પણ તેનો ઉપયોગ કરવાની સલાહ તબીબો આપે છે. આમ લસણના અનેક ફાયદા છે ત્યારે શિયાળામાં મળતા લસણનો ભરપૂર (Benefits of Garlic )ઉપયોગ કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.