ETV Bharat / state

વલસાડમાં શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમના રજત જ્યંતિ સમારોહમાં મુખ્યપ્રધાને આપી હાજરી

author img

By

Published : Dec 29, 2019, 7:38 PM IST

વલસાડ : જિલ્લાના ધરમપુર ખાતે છેલ્લા 25 વર્ષથી સામાજિક, ધાર્મિક અને શિક્ષણિક કામગીરી કરતી મોહન ગઢના ડુંગર ઉપર આવેલ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરમાં રવિવારના રોજ ગુજરાતના મુખ્યપ્રધાને હાજરી આપી હતી. તેઓએ શ્રીમદ રાજચંદ્ર મિશનની કામગીરીને બિરદાવી અને વર્તમાન સમયમાં યુવાધનને આધ્યાત્મિક માર્ગે તર્ક સમજણ સાથે વળવા માટે ગુરુદેવ રાકેશજીને બિરદાવ્યા હતા. આ સાથે તેઓએ ગુરુદેવ રાકેશજીનું શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

Dharampur
વલસાડ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર મિશન આશ્રમના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ છેલ્લા ત્રણ દિવસથી મોહનગઢ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં દેશ-વિદેશથી અનેક લોકો ઉપસ્થિત રહી આધ્યાત્મિક જ્ઞાન મેળવી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રવિવારના રોજ આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી.

શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમના રજત જ્યંતિ સમારોહમાં મુખ્યપ્રધાને આપી હાજરી

શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા ધરમપુરમાં આધ્યાત્મિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કામગીરી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે. તો સાથે સાથે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સર્વ મંગલમની ભાવના સાથે જોડાયેલો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ શ્રીમદ્ રાજચંદ્રના ગુરુદેવ રાકેશભાઇનું શાલ ઓઢાડી આવી પુષ્પમાળા પહેરાવવી બહુમાન કર્યું હતું.

Dharampur
વલસાડ

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને કહ્યું કે, આજના યુવા વર્ગ અને તર્ક સમજણ અને વિશેષ માહિતી આપીને આધ્યાત્મિક જ્ઞાન તરફ વાળવાની જે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ભગીરથ કાર્ય ગુરુદેવ રાકેશભાઇ દ્વારા ખૂબ સારી રીતે કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, જે રાજા ધર્મને ઊંચો માને છે. સંતોમાંથી પ્રેરણા લે છે. ધર્મ એટલે કે નીતિ, ન્યાય અને સત્યથી કામ લે છે. એ મૂઠી ઊંચેરા રાજ્યનું નિર્માણ કરે છે. ગુજરાતમાં આ જ ધાર્મિક કામગીરી થઇ રહી છે.

Dharampur
વલસાડ

તેમણે વધુમાં કહ્યું હતું કે, આજના વર્તમાન સમયમાં જીડીપી કરતા હેપીનશ ઇન્ડેક્સ વધુ સારો બને તો જ આત્માને નીજ આનંદનો અનુભવે મળે તેમ છે. તેઓએ વધુમાં કહ્યું કે, બીજાના સુખમાં જ પોતાનું સુખ સમાયેલું છે. એ જ સાચો ધર્મ છે. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય બાબતે જણાવ્યું કે, સમાજને વ્યસનમુક્તિ સાથે શિક્ષિત દીક્ષિત કરીને લોકોને ધર્મ તરફ વાળવાનું કામ કર્યું છે. વ્યક્તિનું પરમ સુખ બીજાના સુખમાં સમાયેલું છે. તે દિશામાં સંતોએ યુવાનોને શિક્ષા દિક્ષા આપી છે. જેનાથી અનેક લોકોનો ઉદ્ધાર થયો છે. રાજસત્તા પર ધર્મસત્તા અને ધર્મ આધારિત શાસન વ્યવસ્થા અને તેમાં જ સૌનું કલ્યાણ રહેલું છે. તેવો મત મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો.

વલસાડ
વલસાડ

શ્રીમદ્ રાજચંદ્ર મિશન રજત જયંતિ મહોત્સવના અવસરે રાજ્ય આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, કલેકટર સી.આર કરણ અને શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી અભય જસાણી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે છેલ્લા 25 વર્ષ થી સામાજિક ધાર્મિક અને શિક્ષણિક કામગીરી કરતી મોહન ગઢ ના ડુંગર ઉપર આવેલ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર માં આજે ગુજરાતના મુખ્ય પ્રધાને હાજરી આપી હતી તેમને શ્રીમદ રાજચંદ્ર મિશનની કામગીરી ને બિરદાવી અને વર્તમાન સમય માં યુવાધન ને આધ્યાત્મિક માર્ગે તર્ક સમજણ સાથે વળવા માટે ગુરુદેવ રાકેશજી ને બિરદાવ્યા હતા સાથે તેમણે ગુરુદેવ રાકેશજીનું સાલ ઓઢાવી બહુમાન કર્યું હતું


Body:વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર મિશન આશ્રમ ના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ છેલ્લા ત્રણ દિવસથી મોહનગઢ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં દેશ-વિદેશથી અનેક લોકો ઉપસ્થિત રહી આધ્યાત્મિક જ્ઞાન મેળવી રહ્યા છે આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા ધરમપુરમાં આધ્યાત્મિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કામગીરી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે તો સાથે સાથે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વ મંગલમ અને સર્વ મંગલમ ની ભાવના સાથે જોડાયેલો છે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ શ્રીમદ્ રાજચંદ્રના ગુરુદેવ રાકેશભાઇ નું સાલોડ આવી પુષ્પમાળા પહેરાવવી બહુમાન કર્યું હતું અને તેમણે કહ્યું કે આજના યુવા વર્ગ અને તર્ક સમજણ અને વિશેષ માહિતી આપીને આધ્યાત્મિક જ્ઞાન તરફ વાળવાની જે કાર્ય કરવામાં આવી રહ્યું છે આ ભગીરથ કાર્ય ગુરુદેવ રાકેશભાઇ દ્વારા ખૂબ સારી રીતે કરાઈ રહ્યું છે તેમણે કહ્યું કે જે રાજા ધર્મને ઊંચો માને છે સંતો માંથી પ્રેરણા લે છે ધર્મ એટલે કે નીતિ ન્યાય અને સત્યથી કામ લે છે એ મૂઠી ઊંચેરા રાજ્ય નું નિર્માણ કરે છે અને ગુજરાતમાં આ જ ધાર્મિક કામગીરી થઇ રહી છે વિજયભાઈ કહ્યું કે આજના વર્તમાન સમયમાં જીડીપી કરતા હેપીનશ ઇન્ડેક્સ વધુ સારો બને તો જ આત્માને નીજ આનંદને અનુભવે એમ છે તેમણે કહ્યું કે બીજાના સુખમાં જ પોતાનું સુખ સમાયેલું છે એ જ સાચો ધર્મ છે
તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય આ બાબતે જણાવ્યું કે સમાજને વ્યસનમુક્તિ સાથે શિક્ષિત દીક્ષિત કરીને લોકોને ધર્મ તરફ વાળીને કામ કર્યું છે વ્યક્તિનું પરમસુખ બીજાના સુખમાં સમાયેલું છે એ દિશામાં સંતોએ યુવાનોને શિક્ષા દિક્ષા આપી છે જેનાથી અનેક લોકોનો ઉદ્ધાર થયો છે રાજસત્તા પર ધર્મસત્તા અને ધર્મ આધારિત શાસન વ્યવસ્થા અને એમાં જ સૌનું કલ્યાણ રહેલું છે એવો મત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો


Conclusion:શ્રીમદ્ રાજચંદ્ર મિશન રજતજયંતી મહોત્સવમાં અવસરે રાજ્ય આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ભરતભાઈ પટેલ કલેકટર સી આર કરણ અને શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી અભય જસાણી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ _01_ રાજુભાઇ (મુખ્ય સેવક)

બાઈટ_02_વિજય ભાઈ રૂપાણી મુખ્ય પ્રધાન ગુજરાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.