ETV Bharat / state

મુખ્ય પ્રધાન રૂપાણી વલસાડમાં મોરારજી દેસાઈની તક્તી અને પ્રતિમાનું કરશે લોકાર્પણ

author img

By

Published : Feb 28, 2020, 11:51 PM IST

શનિવારના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન વલસાડ જિલ્લાના મહેમાન બનશે. શનિવાર 29 ફેબ્રુઆરીના રોજ માનનીય વડાપ્રધાન સ્વર્ગીય મોરારજી દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે વલસાડ ખાતે આવેલા ભડલી ગામે એક વિશેષ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.

valsad
શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી બનશે વલસાડના મહેમાન

વલસાડઃ શનિવારના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી વલસાડના મહેમાન બનનાર છે. વલસાડ આવ્યા બાદ સવારે 10:30 કલાકે સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈના મોસાળ એટલે કે, ભદેલી ખાતે તળાવકિનારે મૂકવામાં આવેલી મોરારજી દેસાઈની તકતી અને પ્રતિમાનું અનાવરણ કરશે.

શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી બનશે વલસાડના મહેમાન
શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી બનશે વલસાડના મહેમાન

જે બાદ 10:35 કલાકે નજીકમાં બનેલા મોરારજી દેસાઈ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરશે તેઓ તળાવ નજીકમાં બનેલા ગાર્ડનની મુલાકાત લેશે. અને 10: 45 ના સમયે સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો એ વર્ષો જૂની સ્કૂલની મુલાકાત લેશે. જ્યારે 10: 50 મિનિટે તેઓ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય મોરારજી દેસાઈના સ્મરણાર્થે સ્મારક અને માળખાકીય સુવિધાઓના વિકાસ પ્રોજેક્ટનો લોકાર્પણ સમારોહમાં સ્ટેટ ઉપર હાજરી આપશે. આમ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી વલસાડની મુલાકાત લેશે.

નોંધનીય છે કે, આ કાર્યક્રમને લઇને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે અને સુરક્ષાના તમામ બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.