ETV Bharat / state

Valsad Monsoon Update : ઝૂલવણ ખાડીનો જીવાદોરી સમાન ચેકડેમ કમ કોઝવે ગાયબ

author img

By

Published : Jul 1, 2023, 4:54 PM IST

વલસાડ તાલુકાના ઝૂલવણ ખાડીનો ચેકડેમ કમ કોઝવે જીવાદોરી સમાન છે. ઓછી ઊંચાઈને કારણે સામાન્ય વરસાદમાં પણ બ્રિજ ઉપર પાણી ફરી વળે છે. જેના કારણે ધરમપુર અથવા વાપી તરફ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. લોકોની માંગ છે કે, આ બ્રિજની ઊંચાઈ વધારવામાં આવે.

Valsad Monsoon Update : ઝૂલવણ ખાડીનો જીવાદોરી સમાન ચેકડેમ કમ કોઝવે ગાયબ
Valsad Monsoon Update : ઝૂલવણ ખાડીનો જીવાદોરી સમાન ચેકડેમ કમ કોઝવે ગાયબ

ચેકડેમ કમ કોઝવે ગાયબ

વલસાડ : ધરમપુરથી વાપી GIDCમાં મજૂરી કામે જતા, ધરમપુરમાં શાકભાજી વેચાણ અર્થે આવતા 15 થી વધુ ગામના લોકોનો આવતા જતા હોય છે. આવનજાવન માટે ઝૂલવણ ખાડીનો ચેકડેમ કમ કોઝવે જીવાદોરી સમાન છે. પરંતુ ચોમાસાના 4 માસ દરમિયાન ઝૂલવણ ખાડીમાં વરસાદી પાણી આવતા ચેકડેમ કમ કોઝવે પર પાણી ફરી વળે છે. આથી આવાગમન બંધ થઈ જાય છે. જેના કારણે લોકોને અન્ય ગામથી ચકરાવો કાપી જવાની ફરજ પડે છે.

સ્થાનિકોની સમસ્યા : સામાન્ય વરસાદમાં પણ ઝૂલવણ ખાડીના બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળે છે. આથી ધરમપુર અથવા વાપી જતા લોકોને નછૂટકે લાંબો માર્ગ ઉપયોગ કરવો પડે છે. લોકોને કુરગામ તુબી થઈને 15 કિમીનો ચકરાવો કાપીને પોતાના ગંતવ્ય સ્થાને જવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોએ વારંવાર મૌખિક રજૂઆત કરી છે. પરંતુ રજૂઆતો બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

જીવનું જોખમ : સામાન્ય વરસાદમાં જ ઝૂલવણ ખાડીના બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળે છે. વહેતા પ્રવાહમાંથી અનેક વાહનચાલકો જીવના જોખમે પણ પસાર થાય છે. જો બ્રિજની ઊંચાઈ વધારવામાં આવે તો આ મુશ્કેલીમાંથી છુટકારો મળી શકે છે. પરંતુ સમગ્ર બાબતે જે તે વિભાગના અધિકારી ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

દર વર્ષે ચોમાસુ શરૂ થતાં ઝૂલવણ ખાડીના બ્રિજની સમસ્યા ઉદભવે છે. જે અંગે ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતને રજુઆત કરવામાં આવી છે. પરંતુ દર વખતે માત્ર વાયદા કરવામાં આવે છે. કોઈપણ નક્કર કામગીરી ન કરવામાં આવતા લોકોને દર ચોમાસે મુશ્કેલી વેઠવી પડે છે.-- દશરથ પટેલ (સ્થાનિક અગ્રણી)

15 ગામ માટે જીવાદોરી : ધરમપુરથી વાપી નોકરી અને વ્યવસાય અર્થે જનાર 15 જેટલા ગામોના લોકોને બ્રિજ ઉપયોગી છે. જેમ વાંકલ, ફલધરા, કોસીમકુવા, ઓઝર, ખારવેલ જેવા અનેક ગામોના લોકો માટે આ કોઝવે જીવાદોરી સમાન છે. લોકો પારડી અથવા વાપી જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારે બ્રિજની ઊંચાઈ વધારવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

  1. Valsad News: વલસાડમાં વરસાદના કારણે માર્ગ મકાન વિભાગના 48 રસ્તા ઓવર ટોપિંગને કારણે બંધ
  2. Valsad Rain Update : ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીઓ બંને કાંઠે વહી, અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.