ETV Bharat / state

વલસાડ ન્યુ હાઉસિંગ બોર્ડમાં પ્રમુખ અને સેક્રેટરી પદની ચૂંટણી યોજાતા બબાલ

author img

By

Published : Mar 28, 2021, 6:19 PM IST

વલસાડના ન્યુ હાઉસિંગ બોર્ડ સરદાર હાઇટ્સમાં પ્રમુખ અને સેક્રેટરીનું ઇલેક્શન થઈ રહ્યું હતું. જેમાં બબાલ થતા ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે સરદાર હાઇટ્સના રહેવાસીઓએ ગેરવર્તણૂક કરી હતી.

વલસાડ
વલસાડ

  • કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મી સાથે સ્થાનિકોએ કરી ગેરવર્તણૂક
  • કોરોના કાળમાં ભીડ એકત્ર થતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
  • વલસાડ સીટી પોલીસ મથકમા PSIનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

વલસાડ: તિથલ રોડ સ્થિત આવેલા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઇટ્સમાં રવિવારના રોજ પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિત સમિતિની રચના માટે ઇલેક્શન યોજવામાં આવ્યું હતું. જેમાં બંને પક્ષ વચ્ચે બબાલ થતા મીડિયાકર્મીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી કવરેજ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે ગેરવર્તણૂકનો કિસ્સો સામે આવ્યો હતો.

વલસાડ ન્યુ હાઉસિંગ બોર્ડમાં બબાલ

આ પણ વાંચો:નેઈપ ગામે મતગણતરી બાદ વિજય સરઘસમાં બબાલ

પરવાનગી વિના ચુંટણી થઈ રહી હોવાની શક્યતા

સરદાર હાઇટ્સ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અચાનક વહેલી સવારથી અનેક લોકો ભેગા મળીને પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી યોજવા જઈ રહ્યા હતા. ત્યારે હાઉસિંગ બોર્ડમાં બે પક્ષો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને પરવાનગી બાબતે રકઝક અને બબાલ થઇ હતી. કોરોના સંક્રમણ વધી રહ્યું હોય ત્યારે આ ચૂંટણી યોજવા બાબતે કોઈ પરવાનગી લીધી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. આમ સમગ્ર બાબતે વલસાડ સીટી પોલીસ મથકમા PSIનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે લોકોએ તેમને સમજાવીને રવાના કર્યા હતા.

આ પણ વાંચો:જામનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં પાણી મામલે બબાલ, પોલીસ ફરિયાદ નોંધાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.