ETV Bharat / state

ઉમરગામ-અંબાજી બસ વાપી ખાતે ખોટકાતા મુસાફરો અટવાયા

author img

By

Published : Jan 16, 2020, 3:31 AM IST

વલસાડઃ જિલ્લામાં  ઉમરગામથી અંબાજી જતી ST બસ વાપી જતાં પહેલાં જ  ખોટકાઈ હતી. જેના કારણે 50થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ, એડવાન્સ બુકીંગ ધરાવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

vapi
vapi

મળતી માહિતી પ્રમાણે, બસ (GJ-18-Z-2241) ઉમરગામથી 5:45 કલાકે અંબાજી જવા નીકળી હતી. જે વાપી પહોંચે તે પહેલા જ બસના રેડિયેટરમાં ખામી સર્જાતા તેને વાપી ડેપો ખાતે ખસેડવામાં આવી હતી. જેના કારણે બસમાં એડવાન્સ બુકિંગ કરેલા 50થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ, લાંબી મુસાફરીમાં જતી બસની માવજાત યોગ્ય સમયે ન થતાં તંત્રની બેદરકારી સામે આવી હતી. તેમજ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતાં.

ઉમરગામ-અંબાજી બસ વાપી ખાતે ખોટકાતા મુસાફરો અટવાયા
ઉમરગામ-અંબાજી બસ વાપી ખાતે ખોટકાતા મુસાફરો અટવાયા
Intro:ઉમરગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામથી અંબાજી સુધી દોડતી એસટી વિભાગની બસ ઉપાડતાની સાથે જ વાપી પહેલા ખોટકાતા 50 થી વધુ મુસાફરો અટવાયા હતાં. ઉમરગામથી 5:45 કલાકે અંબાજી જવા નીકળેલી એસટી બસ નંબર GJ-18-Z-2241 ઉમરગામથી વાપી પહોંચે તે પહેલા બસનાં રેડિએટરમાં ખામી સર્જાતા બસની મરામત માટે વાપી ડેપો ખાતે લઇ જવામાં આવી હતી. બસમાં મુસાફરોએ એડવાન્સ બુકીંગ કરેલું હોય લાંબા અંતરના મુસાફરોને અસુવિધા થતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. Body:આ અંગે મળતી માહિતી મુજબ અંબાજી ડેપોનો તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના એસટી વિભાગનો ગુજરાત રાજ્યનો સૌથી જૂનો અને લાંબો રૂટ ઉમરગામથી અંબાજી રૂટ છે. આ રૂટ માટે ઉમરગામથી 5:45 કલાકે અંબાજી જવા નીકળેલી એસટી બસ નંબર GJ-18Z  2241 ઉમરગામથી ઉપાડતાની સાથે જ વાપી પહોંચે તે પહેલા રેડિએટરમાં ખામી સર્જાતા બસના ચાલકે બસની મરામત માટે વાપી ડેપો ખાતે લઈ જવાય હતી. બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોએ એડવાન્સ બુકીંગ કરેલું હોય, લાંબા અંતરના મુસાફરોને અસુવિધા થતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહીયો છે. 


બસના ચાલકના જણાવ્યા મુજબ બસનો ફેન બેલ્ટ તૂટી જવાથી બસમાં ખામી સર્જાય છે. જે દોઢેક કલાકમાં બનાવી બસને રવાના કરી હતી. 

એસટી વિભાગનો સૌથી જૂનો અને લાંબો રૂટ હોવા છતાં આ રૂટ ઉપર સાદી સ્લીપર અને વર્ષો જુની બસો દોડાવવામાં આવે છે. બસની અંદર ફાટેલા પડદા તેમજ સીટ કવરો હોવાથી ભારે અગવડતા પડે છે.  આ મહત્વના રૂટ ઉપર રાજ્ય સરકાર અને એસટી વિભાગ નવી સુવિધાવાળી બસ મૂકે એવી માંગ ઉઠવા પામી છે.


Conclusion:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નારગોલ ડેપો બંધ થયા બાદ આ પ્રકારના રૂટો ઉપર ફરતી બસોનુ સમયસર મેઇન્ટેનન્સ નહિ થતા બસોના મુસાફરોને અગવડતા ભોગવવી પડે છે. તો, ઉમરગામ તાલુકામાં બંધ પડેલ ઐતિહાસિક ડેપો પુનઃ શરુ કરવો અતિ આવશ્યક છે.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.