ETV Bharat / state

નાનાપોંઢામાં આદિવાસી સાહિત્ય સર્જક દીપોત્સવ મિલન કાર્યક્રમમાં પુસ્તકનું વિમોચન કરાયું

author img

By

Published : Nov 12, 2020, 11:04 PM IST

વલસાડના કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં સાહિત્યને વધુ પ્રોત્સાહન મળે તેમજ આદિવાસી સાહિત્ય તેમજ તેમની બોલીમાં લખાયેલા સાહિત્યનો વારસો જળવાઈ રહે તે હેતુથી નાનાપોઢામાં આવેલી જય અંબે હાઈસ્કૂલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાંં ડો.જગદીશ ખાંડરા કૃત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

book-was-released-at-adivasi-sahitya-sarjak-dipotsav-milan-program
આદિવાસી સાહિત્ય સર્જક દીપોત્સવ મિલન કાર્યક્રમ

  • કપરાડામાં સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ
  • આદિવાસી ભાષા સાહિત્યના જાણકાર સર્જકો ઉપસ્થિત
  • આદિવાસી સાહિત્ય સર્જકના પુસ્તકનું વિમોચન


વલસાડઃ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં સાહિત્યને વધુ પ્રોત્સાહન મળે તેમજ આદિવાસી સાહિત્ય તેમજ તેમની બોલીમાં લખાયેલા સાહિત્યનો વારસો જળવાઈ રહે તે હેતુથી નાનાપોઢામાં આવેલી જય અંબે હાઈસ્કૂલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાંં ડો.જગદીશ ખાંડરા કૃત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

Dipotsavi Milan program of literary creators in Kaprada
આદિવાસી સાહિત્ય સર્જક દીપોત્સવ મિલન કાર્યક્રમ
સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ


આદિવાસી સાહિત્યકરો આયોજિત આ કાર્યક્રમમાંં ધોડિયા ભાષામાં અનેક પુસ્તકો લખનારા અરવિંદભાઈ પટેલ, દિનેશભાઇ ભોયા, ભાષા સાહિત્ય માટે વિવિધ એવોર્ડ મેળવી ચૂકેલા ડાહ્યાભાઈ વાઢું ઉપસ્થિતિ રહ્યા હતા. આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કપરાડામાં પ્રથમ વાર સાહિત્ય પ્રેમીઓ માટે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આદિવાસી સાહિત્ય સર્જક દીપોત્સવ મિલન કાર્યક્રમમાં પુસ્તકનું વિમોચન કરાયું
આદિવાસી સાહિત્ય સર્જકના પુસ્તકનું થયુ વિમોચન આ કાર્યક્રમમાં ડો.જગદીશ ખાંડરા કૃત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું નામ "ચુનીલાલ મડિયાની નવલ કથામાં ગ્રામ જીવન" છે. આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત જસવંત ભાઈએ જણાવ્યું કે, અનેક સંસ્કૃતિ રચાઈ અને નષ્ટ થઈ છે, પણ એક જ સંસ્કૃતિ એવી છે જે ટકી રહી છે. ઈસુની બીજી અને ત્રીજી સદીમાં ગથા ગીત કથાની રચના થઈ હતી. આજે પણ કન્સેરીની કથા અને માવલીની કથા જાળવી રાખી છે. જે ગ્રીક અને ઓમના સાહિત્યમાં મળે છે. ટેરેસ અને ડી મીટર ભલે આદિવાસી સમાજ આર્થિક રીતે નબળા છે, પરંતુ સાંસ્કૃતિક રીતે સુપિરિયર છે. ડ્યુલ લેન્ગવેજમાં પહેલું પુસ્તક ફૂંકણા ભાષાનુંડાહ્યાભાઈ વાઢુંએ પ્રસંગોચિત વક્તવ્ય આપતા કહ્યું કે, 1996માં ભાષા સાહિત્યને કોઈ સ્વીકારતું ન હતું. દેશની ડ્યુલ લેનગવેજ શરૂ થઈ અને પહેલું પુસ્તક ફૂંકણા કથાઓ સ્વીકારવામાં આવી છે. આમ આદિવાસી સાહિતુંનું મહત્વ છે. તેને જાળવી રાખવુ ખૂબ જરૂરી છે. તેમજ નવા સાહિત્ય સર્જકોને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આદિવાસી સંસ્કૃતિ અને ભૌગોલિક સ્થિતિ ઉપર જ્યારે કોઈ સાહિત્ય સર્જક લખે ત્યારે તે સર્જકે કોઈ પણ દંતકથાને પોતાની રીતે તોડી મરોડી રજૂ ન કરવી જોઈએ. કારણ કે, સમય જતાં આ પુસ્તકોનો નવી પેઢી ઉપયોગ કરશે, તેઓ પુસ્તકના લખાણને સત્ય સમજીને ચાલશે, આથી સાહિત્ય સર્જનમાં સત્યતા જાળવવી જોઈએ.આમ આ કાર્યક્રમમાં કપરાડા વિસ્તારના અનેક સાહિત્ય સર્જકો ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.