ETV Bharat / state

કોરોનામાં માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનારા વલસાડના 183 બાળકોને સહાય

author img

By

Published : Aug 1, 2021, 11:03 AM IST

વલસાડ જિલ્લામાં કોરોનાકાળમાં 183 બાળકોએ તેમના માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવી દીધા હોવાનું જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બહાર આવ્યું છે. આ તમામ બાળકોના એક વાલી ન હોવાથી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા આ બાળકોને સરકારી સહાય પૂરી પડે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોનામાં માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનારા વલસાડના 183 બાળકોને સહાય
કોરોનામાં માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનારા વલસાડના 183 બાળકોને સહાય

  • બાળ કલ્યાણ સમિતિએ બાળકો માટે વિશેષ કામગીરી
  • પાલક વાલીઓને દર માસે રૂપિયા 4 હજારની સહાય મળશે
  • જિલ્લામાં માતા-પિતા ગુમાવનારા 183 બાળકો

વલસાડ : કોરોનાકાળના દોઢ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લામાં બાળકોના માતા-પિતા બન્ને કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. પાલક વાલીઓને મહિને 4 હજાર સહાય પૂરી પાડવાની યોજના અમલમાં મૂકાઇ છે. આ સાથે જ બાળકોના માતા-પિતામાંથી કોઇ એકનું મોત થયું હોય તેવા બાળકોનો પણ સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં કોરોનામાં માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવનારા બાળકોની સંખ્યા 183 હોવાનું સામે આવ્યું છે.

બાળ કલ્યાણ સમિતિ
બાળ કલ્યાણ સમિતિ

આ પણ વાંચો : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને મળશે ફ્રી પ્રવેશ

એક વાલી સાથે બાળકોને જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કચેરીએ બોલાવાયા

આ બાળકોને સહાય મળે તે માટે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન સોનલ સોલંકી જૈન અને કમિટિ સભ્યો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બાળકોના માતા કે પિતા કોઇ એકનું કોરાનામાં મોત થયું હતું તેવા 183 બાળકોને એક વાલી સાથે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ સ્કૂલ સંચાલક મંડળે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની 2 વર્ષની ફી માફ કરી

સરકાર દ્વારા દર માસે બાળકોના એકાઉન્ટમાં 4 હજાર જેટલી રકમ

જ્યાં બાળકોને સહાય માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમામ બાળકોને વાલીઓના ડોક્યુમેન્ટ સહિત બાળકોને ખાતામાં સીધી સહાય મળી રહે તે માટેની તમામ પ્રક્રિયા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા હાથ ધરાઈ છે. બાળકોના પાલક વાલી ઓ ને સરકાર દ્વારા દર માસે બાળકોના એકાઉન્ટમાં સીધા 4 હજાર જેટલી રકમ મળશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.