ETV Bharat / state

કપરાડાના પાનસ ગામે પીકઅપ વાન અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો, યુવતીનું મોત

author img

By

Published : Jan 14, 2021, 7:11 PM IST

ધરમપુર કપરાડા હાઇવે પર ઠંડા પીણાં ભરીને આવી રહેલ મહિન્દ્રા પિકઅપ વાને મોપેડ ઉપર આવી રહેલી યુવતીને ટક્કર મારતા યુવતીને ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. જ્યારે પિકઅપ વાન રોડની બાજુમાં પલટી મારી ગઈ હતી.

ધરમપુર
ધરમપુર

  • મોપેડ અને મહિન્દ્રા પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • બાઈક સવાર યુવતીને ટક્કર વાગતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત
  • ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા
  • પિકઅપ વાને યુવતીનો ભોગ લીધો

વલસાડ: કપરાડા તાલુકાના પાનસ ગામે પીકઅપ વાન અને હોન્ડા એકટીવા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકટીવા ઉપર સવાર મનીષાબેન મગનભાઈ જાદવનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Kaprada
વલસાડ

પોલીસે ઘટના સ્થળેથી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો

મૃતક યુવતીની બૉડીને ઘટના સ્થળેથી કબ્જો લઈ તાત્કાલિક નાનાપોંઢાની રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. માટે મોકલી દેવામાં આવી હતી. આ ઘટનામાં એક્ટિવા પર સવાર અન્ય 2 યુવકો અને પિકઅપ વાનના ચાલકને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માત અંગે નાનાપોંઢા પોલીસને જાણકારી મળતા તે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.