ETV Bharat / state

પારડીના એક ગામમાં પડતર ફાર્મહાઉસમાં સગીરાને મળવા બોલાવી નરાધમોએ દુષ્કર્મ આચર્યું

author img

By

Published : Jun 20, 2021, 9:10 AM IST

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાં એક ફાર્મહાઉસમાં 16 વર્ષીય સગીરાને લઇ જઈને નરાધમોએ હાથ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ફરિયાદ Paradi Police મથકે નોંધાઇ છે. Paradi Policeએ કિશોરીની માતાની ફરિયાદના આધારે નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પડતર ફાર્મહાઉસ
પડતર ફાર્મહાઉસ

  • 16 વર્ષીય સગીરા જોડે અજાણ્યા યુવાને WhatsApp પર મિત્રતા કરી
  • મળવા બોલાવીને સગીરાને ફાર્મહાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું
  • Paradi Police મથકે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી

વલસાડ : જિલ્લામાં Paradi Police મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર 16 વર્ષીય સગીરા જોડે અમિત બારીયા નામના અજાણ્યા યુવાને WhatsApp પર મિત્રતા કરી હતી અને તેને વિશ્વાસમાં લઇને આ યુવાને મારી તબિયત ખરાબ છે. મને મળવા આવ કહીને સગીરાને પારડી ચાર રસ્તા પર બોલાવી હતી. WhatsApp પર થયેલ મિત્રતાને લઈ આ સગીરા ઘરે કોઈને કહ્યા વગર પારડી આવી પહોંચી હતી.

હાથ બાંધીને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ

નરાધમે સગીરાને બાઈક પર બેસાડી ડુંગરી ગામે લઇ ગયો હતો અને ત્યાં એક પડતર ફાર્મહાઉસમાં જઈને સૌ પ્રથમ આ સગીરાનો મોબાઈલ છીનવી લીધો હતો. ત્યારબાદ તેના હાથ બાંધી દઈને તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. સગીરાએ રડતા આ નરાધમ એને પારડી ચાર રસ્તા પર મૂકી ફરાર થઇ ગયો હતો.

પારડી પોલીસ
પારડી પોલીસ

લારી સંચાલકની મદદથી પરિવારને ફોન કરી પારડી બોલાવ્યો

આ સગીરાએ પારડી ચાર રસ્તા પાસે આવેલી એક લારી સંચાલકની મદદ લઇ પરિવારને ફોન કરી પારડી બોલાવ્યો હતો. ઘરે જઈને સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આરોપીને પકડવા Paradi Policeએ ચક્રો ગતિમાન કર્યા

આ બાબતે પીડિતાની માતાએ Paradi Police મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે નરાધમ અમિત બારિયાને ઝડપી પાડવા સર્કલ PI એસ.આર ગામિતે ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.