ETV Bharat / state

Tauktae effect: ધરમપુરના યુવા વેપારી વાવાઝોડામાં નુકસાન થયેલા પરિવારને આવી રીતે થશે મદદરૂપ

author img

By

Published : May 25, 2021, 10:26 PM IST

વલસાડ જિલ્લામાંથી પસાર થયેલા તૌકતે(tauktae) વાવાઝોડાને કારણે આવેલા પવન સાથે વરસાદમાં ધરમપુર તાલુકામાં અનેક આદિવાસી અને રોજ કમાઈને રોજ ખાનારા વર્ગના ઘરોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગના ઘરો નાળિયા કે સિમેન્ટના પતરા નહીં હોવાથી તે તમામ ઘરોમાં પતરા ઉડવાની ઘટના બની છે, ત્યારે આવા આર્થિક પગભર ના હોય એવા પરિવારને મદદરૂપ થવા ધરમપુરમાં બિલ્ડીંગ મટીરીયલ(Material)ના ધંધા સાથે સંકળાયેલા એક યુવા વેપારીએ તમામ અસરગ્રત પરિવારને રાહત દરે સિમેન્ટના પતરા અને માટીરીયલ્સ આપવાનું નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે, અફાતના સમયે જો કોઈને મદદરૂપ ન થઈએ તો માનવતા લાજી કહેવાય.

ધરમપુરના યુવા વેપારી વાવાઝોડામાં નુકસાન થયેલા પરિવારને આવી રીતે થશે મદદરૂપ
ધરમપુરના યુવા વેપારી વાવાઝોડામાં નુકસાન થયેલા પરિવારને આવી રીતે થશે મદદરૂપ

  • વાવાઝોડામાં નુકસાન પામેલા પરિવારને રાહત દરે સમાન આપશે
  • આફાતના સમયે જે વેપારીઓ લોકોની પડખે ન રહે એ મનુષ્ય માનવતા ભૂલ્યો કહી શકાય
  • યુવા વેપારી દ્વારા આર્થિક રીતે પગભર હોય નહીં એવા અસરગ્રત પરિવારને રાહત દરે આપશે સમાન
  • ધરમપુરમાં 91 ઘરને નુકસાન થયાનો સરકારી આંકડો
    ધરમપુરના યુવા વેપારી વાવાઝોડામાં નુકસાન થયેલા પરિવારને આવી રીતે થશે મદદરૂપ

વલસાડઃ ધરમપુરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બિલ્ડીંગ મટીરીયલ્સ(Material)ના વ્યવસાય સાથે જોડાયેલા યુવા વેપારી રાહુલ પટેલે જાહેરાત કરી છે કે, વાવાઝોડામાં ધરમપુર અને તેની આસપાસમાં આવેલા ગામોમાં જે પણ પરિવારોના ઘરને નળિયા સિમેન્ટના પતરા સહિતને નુકસાન થયું છે, એ તમામ અસરગ્રાસ્તોને તેમને ત્યાંથી રાહત દરે એટલે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે મદદ કરવાની જાહેરાત કરી છે. ધરમપુરમાં 91 ઘરને નુકસાન થયું હોવાનું સરકારી સર્વે(Survey)માં જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ ઉના,ગીરગઢડા અને આકોલવાડીમાં વાવાઝોડાથી નુકસાનગ્રસ્ત ખેતીવાડી વિસ્તારોની મુલાકાત લેતા કૃષિપ્રધાન આર.સી.ફળદુ

આફતની ઘડીમાં દુઃખી પરિવારોની પડખે રહેવું માનવતા

ધરમપુરના યુવા વેપારીએ જણાવ્યું કે, આફતના સમયે દુઃખી પરિવારોની પડખે રહેવું એ જ માનવતા ધર્મ છે. આપણા વડીલો પણ એ જ સંસ્કાર આપીને ગયા છે કે, હંમેશા દુઃખમાં રહેલા લોકોને બનતી મદદ કરવી જોઈએ, ત્યારે વાવાઝોડાના સમયમાં ધરમપુરમાં રહેતા મોટા ભાગના પરિવાર રોજમદારી કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે. આવા પરિવારો માટે ભલે આર્થિક રીતે મદદરૂપ થઇ શકાય નહીં પણ તે માલ-સમાનની ખીરીદી કરવા આવે તો આવા સમયે તેમને બનતી તમામ મદદ નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે કરી શકાય છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની સુરતમાં અસર - પલસાણા અને કામરેજ તાલુકામાં 413.11 હેક્ટરમાં કેળાંના પાકને 33 ટકાથી વધુ નુકસાન

ધરમપુરમાં 105 ગામમાં વાવાઝોડામાં નુકસાન થવાના સરકારી અહેવાલ

ધરમપુર તાલુકામાં 105 જેટલા ગામમાં વાવાઝોડામાં નુકસાન થયું છે. જેમાં 129 જેટલા ઘરને સૌથી વધુ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સર્વેમાં જણાવ્યા અનુસાર કુલ 129 જેટલા ઘરને નુકસાન પહોંચ્યું છે. જેમાં 91 જેટલા ઘરને સૌથી વધુ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જો કે, આ માટે સરકારે 91 લાભાર્થીઓને સરકારી ગ્રાન્ટ(Grant)માંથી સહાય પણ કરી છે, જ્યારે અન્ય ઘરને હજુ સુધી કોઈ સહાય મળી નથી. આવા અસરગ્રસ્ત પરિવારો માટે યુવાન વેપારી દ્વારા ઘરના સમારકામ માટે ઉપયોગમાં આવતા માલસામાનને રાહત દરે આપવાનો નક્કી કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.