ETV Bharat / state

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 88 ટકા અને બીજા રાઉન્ડમાં 74 ટકા કોરોના વેક્સિનેશન થયું

author img

By

Published : Feb 22, 2021, 8:01 PM IST

વલસાડ જિલ્લામાં કોરોનાની રસી આવતાની સાથે પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તેમજ સરકારી અધિકારીઓ સહિત અનેક લોકોને પ્રથમ તબક્કામાં કોરોનાની રસી મૂકવામાં આવી હતી. પ્રથમ તબક્કો પૂર્ણ થતા 88 ટકા જેટલી કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ છે. જેમાં પ્રથમ તબક્કામાં 13,732 લોકોને રસી મુકવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેની સામે 12,125 જેટલા લોકોએ પ્રથમ તબક્કામાં રસીકરણ કરાવ્યું હતું.

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 88 ટકા અને બીજા રાઉન્ડમાં 74 ટકા કોરોના વેક્સિનેશન થયું
વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 88 ટકા અને બીજા રાઉન્ડમાં 74 ટકા કોરોના વેક્સિનેશન થયું

  • જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 13,732ના લક્ષ્યાંક સામે 12,125 લોકોને રસી મુકવામાં આવી
  • ફ્રન્ટ લાઇન વર્કરો માટે આરોગ્ય વિભાગ દ્વારા 88 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી
  • કોરોનાની પ્રથમ રસી લેનારને બીજો ડોઝ માટે બીજા તબક્કાનું રસીકરણ શરૂ થયુ ચૂક્યું છે

વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. જોકે હાલમાં જ કોરોનાની રસી આવતાની સાથે સમગ્ર ભારતમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર તેમજ આરોગ્ય વિભાગમાં કામ કરતા તમામ અધિકારી ઉપરાંત કર્મચારીઓને રસીકરણ મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 13,732 જેટલા લોકોને રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેની સામે 12,125 લોકોએ રસીકરણ કરાવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 88 ટકા જેટલી કામગીરી રસીકરણ માટે પૂર્ણ કરવામાં આવી છે.

રસીકરણ રૂમ
રસીકરણ રૂમ

આરોગ્ય વિભાગે 88 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી

જિલ્લાના આરોગ્ય અધિકારી અનિલ પટેલના જણાવ્યાં અનુસાર રસીકરણના પ્રથમ તબક્કામાં ફન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે સતત ખડે પગે પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવતો હતો, ત્યારે પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સને રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વલસાડ જિલ્લામાં 13, 625 જેટલા લોકોને રસીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે પૈકી 11,040 લોકોએ રસી મુકાવી હતી અને આરોગ્ય વિભાગે 88 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી છે. જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાનમાં જિલ્લામાં કેમ 100 ટકા રસીકરણ ન થયું તેની પાછળનું મુખ્ય કારણ જણાવતાં ડૉ. અનીલ પટેલે જણાવ્યું કે, આ કોરોનાની રસીમાં ધાત્રી માતાઓ સગર્ભા બહેનો લોહીની બીમારી ધરાવતા લોકોને આ રસી મુકવી યોગ્ય ન હોવાનું જણાય છે, જેને લઇને આવા કેટલાક સ્પેશિયલ કિસ્સામાં તેઓનું રસીકરણ કરવામાં આવ્યું નથી. કારણ કે તેઓને કોરોના ની રસીથી દૂર રહેવા હિતાવહ જણાવવામાં આવ્યું છે. જેના કારણે કેટલાક લોકો બાકી રહી જતા સો ટકા સફળતા મળી નથી, પરંતુ જિલ્લામાં 88 ટકા પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગે સફળતા મેળવી છે.

તારીખ 15 ફેબ્રુઆરીથી કોરોનાની બીજા તબક્કાની રસી આપવાની શરૂઆત થઈ

સામાન્ય રીતે કોરોનાની રસી ત્રણ વાર મુકાવાની રહે છે, જેને પગલે પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ ફ્રન્ટલાઈન વોરીર્યસ અને બીજા તબક્કાની રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તારીખ 15 ફેબ્રુઆરીના રોજથી શરૂ કરવામાં આવેલા સેકન્ડ ડોઝ માટેની કામગીરી શરૂ કરાઇ છે. હાલમાં આ કામગીરી દરરોજ ચાલી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 2476 જેટલા લોકોએ બીજા તબક્કાનું રસીકરણ અભિયાન દ્વિતીય ડોઝ મેળવ્યો છે.

બીજા તબક્કામાં 2476 જેટલા લોકોએ રસી લીધી

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ અભિયાનમાં પ્રથમ તબક્કામાં 88 ટકા સફળતા મેળવી છે, જ્યારે 15 ફેબ્રુઆરીથી એક માસ માટે શરૂ થયેલા દ્વિતીય તબક્કામાં અત્યાર સુધીમાં 2476 જેટલા લોકોએ રસી લેતા 74 ટકા જેટલી સિદ્ધિ હાંસલ કરી છે.

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 88 ટકા અને બીજા રાઉન્ડમાં 74 ટકા કોરોના વેક્સિનેશન થયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.