ETV Bharat / state

પારડીમાં 3 ગાય સહિત 2 વાછરડીને પિકઅપમાં ક્રૂરતા પૂર્વક ભરીને જતા ચલાક સામે કાર્યવાહી

author img

By

Published : Jun 4, 2021, 11:42 AM IST

પારડી પોલીસે પરિયા ખુટેજ રોડ પર પીકઅપમાં ક્રૂરતાપૂર્વક ત્રણ ગાય અને બે વાછરડી ભરી કોઈપણ પ્રકારના કાગળો વિના લઇ જઇ રહેલા પીકઅપ ચાલક સામે પશુ સંરક્ષણ અધિનિયમ એક્ટ મુજબ કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે

પારડીમાં 3 ગાય સહિત 2 વાછરડીને પિકઅપમાં ક્રૂરતા પૂર્વક ભરીને જતા ચલાક સામે કાર્યવાહી
પારડીમાં 3 ગાય સહિત 2 વાછરડીને પિકઅપમાં ક્રૂરતા પૂર્વક ભરીને જતા ચલાક સામે કાર્યવાહી

  • ત્રણ ગાય અને બે વાછરડાને ક્રૂરતાપૂર્વક ભરી લઇ જઇ રહ્યો હતો પીકઅપ ચાલક
  • પીકઅપ અટકાવી તપાસ કરતા જરૂરી કાગળો દર્શાવી શક્યો નહીં
  • ચાલક પાસે કોઈપણ પ્રકારના કાગળો કે પરવાનગી મળી ન હતી

વલસાડ: પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પૂર્વ બાતમીને આધારે મળેલી બાતમી અનુસાર પરયા રોડ પર વોચમાં હતી તે દરમિયાન બાતમી વાળી પીકઅપ આવી પહોંચતા પોલીસે ફર્યા તળાવ નજીક તેને અટકાવી પીકપમાં તપાસ કરતાં ત્રણ જેટલી ગાય ક્રૂરતાપૂર્વક ભરી હતી. સાથે જ નાની બે વાછરડી પણ ક્રૂરતા પૂર્વક ભરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતમાં કોસાડી ખાતેથી 80 કિલો ગૌમાંસ પકડાયું, બે આરોપી ફરાર

પોલીસે કાગળો માંગતા ચાલક પાસે ગાય વહન કરવા અંગે કોઈ કાગળો ન હતા

પોલીસે પારડી તાલુકાના પરિયા ગામે તળાવ ફળિયા ખાતે મુખ્ય માર્ગ પર પીકપ અટકાવી તપાસ કરતા તેની અંદરથી ત્રણ ગાય અને બે વાછરડી જેની કિંમત 49,000 રૂપિયા ક્રૂરતાપૂર્વક ભરી વાહનચાલક લઈ જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે તેની પાસે પશુધનને વહન કરવા માટે જરૂરી કાગળો અને પરવાનગી માંગતા ચાલક પાસે કોઈપણ પ્રકારના કાગળો કે પરવાનગી મળી ન હતી. જેને લઇને પોલીસે ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.

પારડીમાં 3 ગાય સહિત 2 વાછરડીને પિકઅપમાં ક્રૂરતા પૂર્વક ભરીને જતા ચલાક સામે કાર્યવાહી

આ પણ વાંચો: ઉમરગામ પોલીસે ગૌવંશ તસ્કરી કરનાર સંજાણના શખ્સની કરી ધરપકડ

વાપી તરફ લઈ જઈ રહ્યો હતો

પીકઅપ ચાલક બંસી અર્જુન ધોડી રહેવાસી અચ્છારી વાડી ફળિયા પોતાના વાહનમાં અરનાલા ગામેથી મુસ્લિમ ફળિયામાંથી હિમાં મુલલા ઉર્ફે અનુ અબ્દુલ હક નામના ઈસમે ત્રણ ગાયો અને બે વાછરડી ભરાવી મહંમદ નામના શખ્સને પહોંચતી કરવા માટે મોકલી હતી જોકે તે વાપી પહોંચે તે પહેલા જ પોલીસે પીકઅપ વાનને પરિયા ગામે અટકાવી ગાય અને વાછરડાને કબજો મેળવી રાતા પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.