ETV Bharat / state

70 ફૂટ ઉંચાઇથી પટકાતા યુવકનું મૃત્યુ, પરિજનો મૃતદેહ લઇ કલેક્ટર કચેરી પહોંચ્યા

author img

By

Published : Jan 12, 2023, 7:02 PM IST

વડોદરામાં એક યુવક લગભગ 70 ફૂટથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું છે. યુવકનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારજનો ન્યાયની માંગ સાથે યુવકનો મૃતદેહ લઈને કલેક્ટર (Vadodara collector office)કચેરી પહોંચ્યા હતા. માંગ સંતોષાય નહિ તો ધરણાની પણ ચિમકી ઉચ્ચારી છે. (Youth dies in Vadodara GIDC)

70 ફૂટ ઉંચાઇથી પટકાતા યુવકનું મૃત્યુ, પરિજનો મૃતદેહ લઇ કલેક્ટર કચેરી પહોંચ્યા
70 ફૂટ ઉંચાઇથી પટકાતા યુવકનું મૃત્યુ, પરિજનો મૃતદેહ લઇ કલેક્ટર કચેરી પહોંચ્યા

વડોદરામાં યુવકનું મૃત્યુ નિપજ્તા પરિજનો મૃતદેહ લઇ કલેક્ટર કચેરી પહોંચ્યા

વડોદરા : ગતરોજ મકરપુરા GIDCમાં મેક પ્લાસ્ટિક નામની કંપનીમાં એક યુવક લગભગ 70 ફૂટથી નીચે પટકાયો હોવાનું જાણવા મળ્યું છે. યુવક લગભગ 70 ફૂટની ઊંચાઈ થી નીચે પટકાતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. 33 વર્ષના યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. હાલ પરિજનો મૃતદેહ લઇને કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને તેમના દ્વારા વિવિધ માંગ કરવામાં આવી રહી છે.

શું હતો સમગ્ર મામલો વડોદરામાં ગતરોજ મકરપુરા GIDCમાં મહેશ નામનો યુવાન અને અન્ય બે લોકોએ 70 ફૂટની ઉંચાઈ પર ફાયબરના પતરા ધોવાનું કામ રાખ્યું હતું. જ્યાં કંપની દ્વારા સેફ્ટીના કોઈ સાધનો ઉપલબ્ધ ન કરાતા મહેશ 70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. જેથી મહેશનું ઘટના સ્થળ પર કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈ હાલ સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. તો બીજી તરફ યુવકનું મૃત્યુ થતા પરિવાર મૃતદેહ સ્વીકારવાનું ના પાડી રહ્યા છે. પરિવાર મોટી સંખ્યામાં સ્વજનો સાથે સયાજી જનરલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર અન્સન પર બેસેલા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો સુરતમાં ચાલુ ટ્રેને ચડવા જતા યુવક પ્લેટફોર્મ ટ્રેનની વચ્ચે પટકાયો, RPF જવાન બન્યો દેવદૂત

પરિવારજનોનું શું કહેવું છે મૃતકના પિતાએ જણાવ્યું કે, 774 નંબરની કંપનીમાં ફાઈબરના પતરા ધોવાનું કામ રાખ્યું હતું. જેમાં બીજા બે મજૂરો પણ હતા. આ કંપનીએ 70 ફૂટની હાઈટ પર મજૂરોને સેફ્ટીનું કોઈ સાધન આપ્યું નહોતું. 70 ફૂટની હાઈટ પર માણસ ચડ્યો હોય તો કંપનીની એટલી જ જવાબદારી રહે છે કે, મજૂરોને સેફ્ટીનું સાધન આપી દેખરેખ રાખવી જોઈએ. સેફ્ટીના અભાવને કારણે આ બનાવ બન્યો છે. કંપનીના ભૂલને કારણે મારા દિકરાનું મૃત્યુ થયું છે. મારો દિકરો પરિણીત હતો. તેનો એક પુત્ર પણ છે. જેનું નામ ધનરાજ છે. હાલ અમે મારા દિકરા મહેશનો મૃતદેહ સ્વીકારવાના નથી.મારી સાથે રહેલા સમાજનો પણ દીકરો હતો.

આ પણ વાંચો દારૂના નશામાં ધૂત યુવક આ રીતે નિચે પટકાયો, જૂઓ વીડિયો...

મૃતદેહને લઈને ધરણાંની ચિમકી વધુમાં જણાવ્યું હતું કે, હાલ મારી સાથે મારો સમાજ અહીંયા હાજર છે. મારા સમાજના મુખ્યા જે કહેશે તે હું કરીશ. જ્યાં સુધી અમારી માંગ સંતોષાય નહિ ત્યાં સુધી અમે અહીં ધરણા કરીશું. જરૂર પડે અમે મૃતદેહ લઈને કંપની આગળ પણ ધરણા પર બેસીસું. મારો દિકરો હાલ 33 વર્ષનો હતો. તે હજી 30 વર્ષ મહેનત કરી શકતો. હું 60 વર્ષનો છું તો પણ હાલ મહેનત કરી રહ્યો છું. મારો દિકરો હજી 30 વર્ષ કામ કરી શકતો હોત. સામાન્ય રીતે 25થી 30 હજાર રૂપિયા માસિક ગણીએ તો 60થી 70 લાખ રૂપિયાની રકમ થાય. હવે હું એક કે બે વર્ષ કામ કરી શકીશ. હાલ મારા દીકરાનું મોત થઈ ગયું છે તો આ મારા છોકરાના છોકરાના શિક્ષણની અને તેના પત્નીની જવાબદારી કોણ લેશે. (Youth fell from height 70 feet in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.