ETV Bharat / state

Ahmedabad Crime : પતિના પરસ્ત્રી સાથેના સંબંધોથી કંટાળી પરિણીતાનો આપઘાત, આરોપી પતિની ધરપકડ

author img

By

Published : Feb 10, 2023, 10:31 PM IST

અમદાવાદના ઘાટલોડિયામાં પરણિતાના આપઘાતનો બનાવ બન્યો હતો. પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસંબંધોના કારણે પતિનો માર પણ ખાતી પરણિતાએ છેવટે આપઘાતનો આશરો લઇ લીધો હતો. આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad Crime : પતિના પરસ્ત્રી સાથેના સંબંધોથી કંટાળી પરિણીતાનો આપઘાત, આરોપી પતિની ધરપકડ
Ahmedabad Crime : પતિના પરસ્ત્રી સાથેના સંબંધોથી કંટાળી પરિણીતાનો આપઘાત, આરોપી પતિની ધરપકડ

અમદાવાદ : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પરણિતાએ પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોના કારણે કંટાળીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી આરોપી પતિની ધરપકડ કરી છે. લગ્નબાહ્ય સંબંધોને લઇને પત્ની પતિને કંઈ પણ પૂછતી તો તેને ઢોરમાર મારીને ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે તેણે અંતે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની જાણ થઇ : અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરણિતાના લગ્ન ચાર વર્ષ પહેલા દિલીપ ઉર્ફે દીપકકુમાર ઘરવાલ સાથે થયા હતા. લગ્નના થોડાક સમય સુધી પતિએ તેને સારી રીતે રાખી હતી. અને લગ્નના ચાર વર્ષના સમયગાળા દરમિયાન પરણિતાને એક ત્રણ વર્ષનો દીકરો છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે પરણિતાના પતિના થોડાક દિવસથી અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની જાણ તેને થઈ હતી. જે અંગે તે પતિને કંઈ પણ પૂછતી તો તેને ઢોર માર મારીને ત્રાસ આપતો હતો, જેના કારણે તેણે અંતે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો Ahmedabad Crime : સોલામાં દહેજના દાનવોએ લીધો પરિણીતાનો ભોગ

મૃતક યુવતીના પરિવારે નોંધાવી ફરિયાદ : બે દિવસ પહેલા યુવતીના પરિવારજનોને જાણ થઈ હતી કે યુવતીએ ઘરમાં ગળે ફાસો કહીને આત્મહત્યા કરી છે. જેથી રાજસ્થાનથી યુવતીનો પરિવાર અમદાવાદ ખાતે આવ્યો હતો. પરિવારેે આ સમગ્ર મામલે તેઓએ દિલીપ ઉર્ફે દીપકકુમાર ઘરવાલ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાની ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા બે વર્ષથી યુવતી અને તેનો પતિ બાળક સાથે અમદાવાદ રહેવા આવ્યો હતો. આ પહેલાં પણ પતિ તેને અવારનવાર નાની નાની બાબતે હેરાન કરીને ત્રાસ આપતો હતો. જે બાબતની જાણ મૃતકે અગાઉ પણ માતાપિતાને કરી હતી. જોકે દીકરીનો ઘર સંસાર ન બગડે તેના માટે માતાપિતા તેને સમજાવી અને શાંતિથી રહેવા માટેનું કહેતા હતાં.

આ પણ વાંચો વિકાસની પરિભાષા કહેવાતા ગુજરાતમાં 3 વર્ષમાં દહેજથી કંટાળીને 184 યુવતિઓએ આત્મહત્યા કરી

આત્મહત્યા દુષ્પ્રેરણ અંગેનો ગુનો : અંતે પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો અને તેના દ્વારા અપાતો ત્રાસ સહન ન થતા પરણિતાએ ત્રણ વર્ષના દીકરાને મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. આ મામલે ઘાટલોડિયા પોલીસે આરોપી પતિ સામે આત્મહત્યા દુષ્પ્રેરણ અંગેનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

પીઆઈનું નિવેદન : આ અંગે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે ચૌધરીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના અંગે ગુનો દાખલ કરી આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.