ETV Bharat / state

Vadodara news: VMC આવનારા બે મહિનામાં 641 જગ્યા માટે કરશે ભરતી, પ્લાનિંગ તૈયાર

author img

By

Published : May 10, 2023, 4:06 PM IST

VMC દ્વારા વિધાનસભા ચૂંટણી ચૂંટણી અગાઉ બહાર પડાયેલ 641 જગ્યા માટે બે માસમાં ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેશે. 15 માસથી ભરતી પ્રક્રિયા અટકીને પડી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં આ ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે.

vmc-will-be-recruiting-for-641-posts-in-the-next-two-months
vmc-will-be-recruiting-for-641-posts-in-the-next-two-months

હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર

વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં વર્ષ 2016 બાદ વર્ષ 2022માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ વિભાગોમાં 641 પદ માટે 1,71,036 ઉમેદવારોએ અરજી કરી છે. આ ભરતી પ્રક્રિયાની ફી પેટે પાલિકાએ રૂપિયા 3.50 કરોડ જેટલી રકમ મેળવી છે. આજે ભરતી પ્રક્રિયાના 15 મહિના બાદ પણ પરીક્ષા લેવાઈ નથી. આ પ્રક્રિયા ઝડપી થાય તે માટે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રણાએ પણ સૂચનો કર્યા છે. આ અંગે ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ એ જણાવ્યું કે ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા માટે પરીક્ષા લેવામાં આવશે.

કુલ કેટલી જગ્યાઓ પર કેટલી અરજી: વીએમસીમાં રેવન્યુ ઓફિસરની 7 જગ્યા માટે 3,957 અરજીઓ, વોર્ડ ઓફિસરની 4 જગ્યા માટે 3,044 અરજીઓ, જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે 1,35,793 અરજીઓ, સબ.સે ઇન્સ્પેની 10 જગ્યા માટે 7,693 અરજીઓ, મલ્ટીપર્પઝ વર્કરની 68 જગ્યા માટે 20,549 અરજીઓ પ્રાપ્ત થયેલ છે.

'વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા માટે જુનિયર ક્લાર્કની સૌથી વધારે 552 જગ્યાઓ માટે ગૌણ સેવા મંડળને પરીક્ષા લેવા માટે વિનંતી કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં યોગ્ય ઉમેદવારોની ચકાસણી થઈ રહી છે અને તે પૂર્ણતાને આરે છે. આ અંગે ગૌણ સેવા મંડળને જાણ કરવામા આવશે અને પરીક્ષા બાબતે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તે સિવાય વોર્ડ ઓફિસર રેવન્યુ, ઓફિસર, મલ્ટી પરપઝ વર્કર સાથે સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી માટેની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં પરીક્ષાનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત પરીક્ષા લેવા માટે સંબંધિત ઓથોરિટીને જાણ કરવામાં આવશે.' -હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર

હાલમાં પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ: આ ઉપરાંત પાલિકા દ્વારા તાજેતરમાં ઢોર પાર્ટી ઇન્સ્પેક્ટરની 1 જગ્યા, અંક્રોચમેન્ટ રિન્યુઅલ ઓફિસરની 4 જાગ્યો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ જગ્યાઓ ભરી દેવામાં આવી છે. સાથે જ અગાઉ આરોગ્ય લક્ષી વિવિધ જગ્યાઓ જેમાં ફિમેલ હેલ્થ વર્કર, મેડિકલ ઓફિસર, પીડિયાટ્રિશન, લેબ ટેક્નિશિયન, ફાર્માસીસ્ટની કેટલીક જગ્યાઓ ભરવામાં આવી હતી પરંતુ તેમાં ઉમેદવારો હજાર થયા ન હતા. તેવી 40 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જે ટૂંક સમયમાં ભરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

  1. Admission to School : RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 54,903 બાળકોને પ્રવેશ અપાશે, પ્રવેશ માટે તારીખ કરી જાહેર
  2. Talati Exam 2023 : ઉમેદવારોની બોડી વોર્ન કેમેરાથી તપાસ કરાશે, મલ્ટી પર્પઝના 4 ઉમેદવારોને નિમણુકપત્ર ન અપાયાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.