ETV Bharat / state

વડોદરામાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

author img

By

Published : Feb 7, 2020, 5:07 PM IST

વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વડોદરા શહેરના વાડી-ભાટવાડા વિસ્તારમાં આવેલા ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

Vishwakarma Jayanti celebration in Vadodara
વિશ્વકર્મા જયંતિની ઉજવાણી કરાઈ

વડોદરાઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારે વિશ્વકર્મા જ્યંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે શુક્રવાર વહેલી સવારથી જ નગરજનો દર્શનાર્થે ઉમટ્યા હતા. આ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વકર્મા જયંતિની ઉજવાણી કરાઈ

જેમણે એક હાથમાં ગજ ધારણ કર્યો છે. બીજા હાથમાં સૂત્ર છે. ત્રીજા હાથમાં જળનું કમંડળ છે, અને ચૌથા હાથમાં સમસ્ત સૂત્રોના ભંડાર સમાન પુસ્તક ધારણ કર્યું છે. તેઓ હંસ ઉપર બિરાજમાન છે. સ્વયં ત્રણ નેત્રોવાળા છે. મસ્તક પર સુંદર મુગટ શોભી રહ્યો છે. એવાં ત્રણેય લોકનાં સર્જક સર્વે દેવતાઓ રાજાઓ તથા પ્રજાજનોના કલ્યાણકારી પ્રભુ વિશ્વકર્માની શક્રવારના રોજ જન્મ જ્યંતિ ઉજવાઈ હતી.

શુક્રવારના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શહેરના એક મૂર્તિકાર દ્વારા વિશ્વકર્મા ભગવાનની 15 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાની શોભાયાત્રા શહેરના વાડી ભાટવાડા વિસ્તારમાંથી નીકળી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા ભાટવાડામાં પરત ફરી હતી. વિશ્વકર્મા ભગવાનની યોજાનાર શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.

ઉલ્લેખનિય છે કે, છેલ્લાં 69 વર્ષથી આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે શક્રવારે વિશ્વકર્મા જયંતિની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:વડોદરા.....વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વડોદરા શહેરના વાડી, ભાટવાડા વિસ્તારમાં આવેલા ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.



Body:જેમણે એક હાથમાં ગજ ધારણા કર્યો છે.બીજા હાથમાં સૂત્ર છે.ત્રીજા હાથમાં જળનું કમંડળ છે અને ચૌથા હાથમાં સમસ્ત સૂત્રોના ભંડાર સમાન પુસ્તક ધારણ કર્યું છે,અને તે હંસ ઉપર બિરાજમાન છે.સ્વયં ત્રણ નેત્રોવાળા છે.મસ્તક પર સુંદર મુગટ શોભી રહ્યો છે.એવાં ત્રણેય લોકનાં સર્જક.સર્વે દેવતાઓ-રાજાઓ તથા પ્રજાજનોના કલ્યાણકારી પ્રભુ વિશ્વકર્માની આજે જન્મ જ્યંતી છે.Conclusion:વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજે વિશ્વકર્મા જ્યંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે,વડોદરા શહેરના વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલા વર્ષો જુના ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે આજે વહેલી સવારથીજ નગરજનો દર્શનાર્થે ઉમટ્યા હતા.વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તદ્ઉપરાંત,આજે,વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શહેરના એક મૂર્તિકાર દ્વારા વિશ્વકર્મા ભગવાનની 15 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.આ પ્રતિમાની શોભાયાત્રા શહેરના વાડી ભાટવાડા વિસ્તારમાંથી નીકળી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરશે,અને ત્યારબાદ આ શોભાયાત્રા ભાટવાડામાં પરત ફરશે.વિશ્વકર્મા ભગવાનની યોજાનાર શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાશે.અત્રે,ઉલ્લેખનિય છે,કે છેલ્લાં 69 વર્ષથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજે,વિશ્વકર્મા જયંતિની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે મંદિરના પૂજારી


બાઈટ : શાસ્ત્રી વિકાસ જોશી
મંદિરના પૂજારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.