ETV Bharat / state

Vadodara Local Issue : વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તક વિસ્તાર વિકાસથી વંચિત, સ્થાનિકોમાં આક્રોશ

author img

By

Published : Jul 26, 2023, 8:49 PM IST

Vadodara Local Issue
Vadodara Local Issue

સરકારની વિકાસની વાતો વચ્ચે હજુ પણ એવા કેટલાય વિસ્તાર છે જ્યાં સામાન્ય પાયાની સુવિધાનો પણ અભાવ છે. વડોદરા શહેરના પણ કેટલાક વિસ્તારમાં રોડ-રસ્તા અને રખડતા ઢોરની સમસ્ચાથી સ્થાનિક લોકો પરેશાન છે. લાખો રુપીયા ડેવલપમેન્ટ ચાર્જ છતાં યોગ્ય સુવિધાનો અભાવ જોવા મળે છે. વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તક છતાં વિકાસથી વંચિત વિસ્તારના લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કાર્ય ETV BHARAT દ્વારા કરવામાં આવ્યું હતું.

વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તક વિસ્તાર વિકાસથી વંચિત

વડોદરા : હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. શહેરમાં કેટલાય વિસ્તારોમાં ક્યાંક ભુવા તો ક્યાંક રોડ રસ્તાની હાલત દયનિય જોવા મળી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ અને અણખોલ ગામ અને વડોદરા સાથે જોડાયેલ કામધેનુ વુડ, શિવમ અને શ્યામલ હાઇટ્સ સોસાયટીઓમાં રોડ રસ્તા ખખડધજ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તાર વુડા હેઠળ આવે છે. અમે લાખો રૂપિયાનો ડેવલપમેન્ટ ચાર્જ પણ ભર્યો છે, છતાં યોગ્ય રસ્તો મળતો નથી. આ વિસ્તારમાં રોડ રસ્તા તો છે, પરંતુ જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. આ બાબતે વુડાના અધિકારીનું કહેવું છે કે, અમે આ બાબતને ધ્યાનમાં લઈ કામગીરી શરૂ કરાવીશું.

રસ્તાના કારણે અકસ્માત : એક સ્થાનિક રહીશ ભરતભાઈએ જણાવ્યું હતું કે, કામધેનુ વુડ સોસાયટીમાં અમે રહીએ છીએ. અણખોલ ગ્રામપંચાયતમાં આવે છે અને વુડા મંજુર થયેલ છે. આજે છેલ્લા 5 વર્ષથી આ સોસાયટી કમ્પલેટ થયેલી છે. હવે જ્યાં રોડ રસ્તા મંજુર થયા છે ત્યાં ખરેખર રોડ થયા જ નથી. ત્યાં કોઈ સોસાયટી કે ઘર નથી તેવા આજવા પાર્ક રેસ્ટોર રોડ પર જ્યાં ખરેખર જરૂરિયાત નથી. ત્યાં પાક ડામરના રોડ થઈ ગયા છે. અત્યારે પાણીજન્ય રોગ અને પાણીના કારણે ખાડા પડવાથી માણસ ચાલી શકતો નથી. આ રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકોમાંથી બે વ્યક્તિને ફેક્ચર પણ થયા છે. આ વિસ્તાર વુડામાં મંજુર થયો હોવા છતાં રસ્તા બનાવવામાં આવતા નથી.

સ્થાનિકોમાં આક્રોશ
સ્થાનિકોમાં આક્રોશ

અમે અહીંયા શિવમમાં રહીએ છીએ. રસ્તો એટલો ખરાબ છે કે જવાય તેમ નથી. વરસાદ વધારે આવી જાય તો આખું ફરીને આવવું પડે છે. આ રસ્તો બહુ ખરાબ છે. જેના કારણે 12 તારીખે હું પડી ગયો હતો. ખાડા એટલા બધા છે કે, અંદર વચ્ચે અમુક-અમુક જગ્યાએ 2 ફૂટના ખાડા છે. બાઇક લઈને નીકળીએ ત્યારે બાઈકનું આગળનું ટાયર અંદર જતું રહે છે. છેલ્લા એક વર્ષથી અહીં રહી છીએ. આનાથી પણ ખરાબ રસ્તો આગળ અણખોલનો છે. ટેક્સ વેરો ભરીયે છતાં ન રોડની સુવિધા મળતી નથી.-- રમેશભાઈ મારવાડી (સ્થાનિક રહીશ)

યોગ્ય સુવિધાનો અભાવ : આ અંગે કામધેનુ વુડ સોસાયટીના રહીશ અભિષેક સરવૈયાએ જણાવ્યું હતું કે, અમારો વિસ્તાર અણખોલ ગામ છે. અહીં આ વિસ્તારમાં ખાડા જોવા મળી રહ્યા છે. આ સમસ્યાને લઈને વુડામાં ફરિયાદ પણ કરી છે. અહીં બધા જ રહેવા આવી ગયા છે. છતાં રોડ રસ્તાની યોગ્ય સુવિધા નથી. કીચડ અને ચોમાસાના પાણીના કારણે અહીંયા રોડ રસ્તાની કોઈ સુવિધા નથી. અહીં લાઈટની સુવિધા નથી અને રખડતા ઢોરના લીધે પણ અહીંયા કેટલાય અકસ્માત થાય છે. ગમે ત્યારે ગમે તે બાઈક કે કારમાં અથડાઈ જાય છે.

રસ્તાના કારણે અકસ્માત
રસ્તાના કારણે અકસ્માત

સ્થાનિકોની માંગ : હાલમાં ચોમાસની ઋતુમાં ગંદકીના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વધારે જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે, અહીં રોડ-રસ્તો પૂર્ણ બને અને અહીં પાણીનો ભરાવો ન થાય. ગંદકી ન થાય જેથી રોગચાળો ન ફેલાય. અહીંયા બે બાળકોની સ્કૂલો પણ આવેલી છે. અત્યારે આ પરિસ્થિતિ છે કે બાળકો પણ આ સમસ્યાના કારણે અહીંયા આવતા નથી.

તંત્રના વાયદા : આ અંગે વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી જે. એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર વુડા ટાઉન પ્લાનીંગમાં છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. જો આ વિસ્તાર અમારી જવાબદારીમાં આવતો હશે તો અમે કામગીરી કરીશું. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેથી રસ્તો બનાવી શકાય નહીં. પરંતુ આ વિસ્તારમાં રોડ-રસ્તા પર પડેલ ખાડાને પૂર્વની કામગીરી અમે કરીશું.

  1. Vadodara Accident: શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની કમ્પાઉન્ડ વોલમાં કાર ટકરાઈ, કાર ચાલકનું મોત
  2. Rain News : વડોદરામાં અડધી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લેતા લોકોની નીંદર ઉડી, ઘર આંગણે ભરાયા પાણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.