ETV Bharat / state

Heat Illness :કાળઝાળ ગરમીમાં થતાં ચામડીના રોગથી બચવા આટલું જરુર કરો

author img

By

Published : Apr 10, 2023, 3:39 PM IST

Heat Illness : કાળા તડકામાં કાળઝાળ ગરમીમાં થતાં ચામડીના રોગથી બચવા કરો આટલું
Heat Illness : કાળા તડકામાં કાળઝાળ ગરમીમાં થતાં ચામડીના રોગથી બચવા કરો આટલું

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. લોકો કાળા તડકા અને ગરમીમાં રાહત માટે ઠંડા પીણા પીવાનો વધુ પસંદ કરતા હોય છે. પરંતુ આ ગરમીની સિઝનમાં ઘણા લોકોને ચામડીના રોગો પણ થતાં હોય છે. ગરમીની સિઝનમાં ક્યાં રોગ થાય, આ રોગથી બચવા શું કરવું જોઈએ જાણો વિગતવાર.

કાળઝાળ ગરમીમાં કયાં રોગ થાય, રોગથી બચવા શું છે ઉપાય જાણો

વડોદરા : સમગ્ર રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હાલ રાજ્યમાં પણ દિવસેને દિવસે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સામાન્ય તાપમાન કરતા ઉનાળામાં ખૂબ ગરમી પડતી હોય છે. ગરમીમાં લોકો બહાર નીકળતા હોય છે અને તેના કારણે ચામડીના ઘણા રોગો થતા હોય છે. ત્યારે આ બાબતે ETV BHARAT સાથે નિષ્ણાતે વાતચીત કરી હતી. ગરમીથી થતા રોગો સામે બચવા કયા ઉપાયો અને કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ અને શું કાળજી લેવી જોઈએ.

ગરમીમાં કયા કયા રોગ થાય છે : આ અંગે માહિતી આપતા નિષ્ણાત ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગરમીનું પ્રમાણમાં વધારો થતાં સ્કિન ડિસિઝના કેસોમાં એટલે કે ચામડીના રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ગરમીના કારણે ખાસ કરીને યુવાનોમાં ખીલનું પ્રમાણ વધી જાય છે. સ્કિન જાસીસનું પ્રમાણ વધારે જોવા મળે છે. ગરમીમાં ચામડીમાંથી પરસેવાના કારણે દુર્ગંધ આવવી. સન બન્સના કેસોમાં વધારો જોવા મળતો હોય છે. ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં ગરમીના સમયે વધુ પડતા કેસો જોવા મળતા હોય છે. ત્યારે તાપમાનમાં થઈ રહેલા વધારાના કારણે આ તમામ રોગોમાંથી બચવા શું કઈ કરવું જોઈએ.

ગરમીમાં થતા રોગોથી બચવા શુ કરવું જોઈએ : આમ ગરમીમાં ચામડી પ્રત્યે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. યુવાનોમાં ખાસ કરીને ગરમીની સીઝનમાં ખીલ વધતા હોય છે. તેનું મુખ્ય કારણ છે ગરમીમાં ચામડી પર ફોલિકલ્સ હોય છે. જે થતા પરસેવાને લઈ ચામડી પરના પસીનાની નીચે આવેલ ગ્રંથિઓ છે. તે વધારે પરતા પસીનો બનાવતા હોય છે અને તેના જ કારણે સ્કિન વધારે ઓઈલી બને છે અને ચામડીના નાના નાના છિદ્રો છે તે ભરાઈ જાય છે, ત્યાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન વધી જવાથી ખીલ થાય છે. આનાથી બચવા ખાસ કરીને ઓછામાં ઈચ્છા બેથી ત્રણ વાર ફેસવોશ કે સાબુથી મોઢું ધોવું જોઈએ. જેથી આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

આ પણ વાંચો : Gujarat Weather: રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમીના એંધાણ, માવઠું પડશે તો મીઠડી મેંગોમાં વિલંબ

સન બન્સ : ગરમીમાં સન બન્સના કેસોમાં વધારો થાય છે. આ મુખ્યત્વે સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી ગરમીમાં જતા હોઈએ છીએ અને તે તાપમાનના કારણે આપણી ચામડી કાળી પડતી હોય છે. શક્ય હોય તો આ સમય દરમિયાન ગરમીમાં જવાનું ટાળવું જોઈએ. વિશેષમાં ખાસ કરીને નાના બાળકોને આ સમય દરમિયાન બહાર ન લઈ જવા જોઈએ જેથી સન બન્સથી બચી શકાય છે.

સમર ઈંચ (ખંજવાળ આવવી) : ગરમીમાં ખાસ કરીને શરીર પર ખંજવાળ આવતી હોય છે. આ માટે સૌથી વધુ પસીનો ન થાય તે બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ માટે દિવસમાં ઓછામાં ઓછા બે વાર નહાવું જોઈએ. સાથે જ્યાં પસીનો થતો હોય ત્યાં પાવડરનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો : આ શારીરિક વ્યાયામ દ્વારા ઉનાળા માટે સજ્જ થાવ

શું કરવું, શું ન કરવું જોઈએ : સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઓછામાં ઓછું 3થી 4 લિટર પાણી પીવું જોઈએ. તેના કારણે સ્કિન પ્રવાહી યુક્ત રહેશે. સાથે ફ્રુટ જ્યુસ છે જે નેચરલનું પણ યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જોઈએ. જે સીઝન પ્રમાણે આપણને ઉપલબ્ધ હોય છે. આ સાથે કોલ્ડ્રિંક્સનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ. કરણ કે તેમાં નુકસાનકારક દ્રવ્યો હોય છે. જેના બદલે નેચરલ જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે ખાસ કરીને વધારે પરતો મેકઅપનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે તેના કારણે ચામડીના છિદ્રો પુરાઈ જતા હોય છે. આમ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ તમામ બાબતોની ખૂબ કાળજી રાખવામાં આવશે તો ઉનાળામાં ચામડીના મોટા થતા રોગોથી બચી શકીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.