ETV Bharat / state

Vadodara Savli Rape Case : વડોદરાના સાવલીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સ ઝડપાયો

author img

By

Published : Dec 7, 2021, 2:19 PM IST

Updated : Dec 7, 2021, 4:09 PM IST

વડોદરા જિલ્લાના સાવલીમાં દુષ્કર્મની (Vadodara Savli Rape Case) ઘટના સામે આવી છે.આ ઘટનામાં સગીરા મોબાઈલ મારફતે શખ્સના સંપર્કમાં આવી હતી. શખ્સ મુંબઈથી વડોદરાના સાવલી સગીરાને મળવા આવ્યો હતો.શખ્સે સગીરાને વડોદરા ફરવા લઈ જઈને સગીરા પર દુષ્કર્મ આચરી મુંબઈ જઈ રહ્યો હતો.આ મમલાની સગીરાના પરિવારને થતા પરિવારે પોલીસને(Vadodara Savli Police) જાણ કરી હતી. પોલીસે ગંભીરતાને જોતા ફરિયાદના આધારે વિધર્મી યુવકને (Savli rape case accused arrested )કરજણ નજીકથી ઝડપી લીધો હતો.

Vadodara Savli Rape Case : વડોદરાના સાવલીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સ ઝડપાયો
Vadodara Savli Rape Case : વડોદરાના સાવલીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સ ઝડપાયો

  • વડોદરા સાવલીની સગીરા પર વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચરવાનો મામલો
  • આરોપી તોહિદ ઉર્ફે કાસિમ શેખની કરી ધરપકડ એલ.સી.બી પોલીસે કરી
  • કરજણ ટોલનાકા પાસે ચેકીંગ દરમિયાન બસમાંથી આરોપી ઝડપાયો

વડોદરાઃ જિલ્લાના સાવલી ખાતે રહેતી સગીરાને (Vadodara Savli Rape Case)વડોદરા ફરવા માટે લઈ જઈને યુવકે કમાટી બાગમાં દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આ મામલની ગંભીરતાને જોતા સાવલી પોલીસે (Vadodara Savli Police) ફરિયાદના આધારે વિધર્મી યુવકને કરજણ(Vadodara LCB Police) નજીકથી ઝડપી લીધો હતો.

માં -બાપ માટે આ લાલબત્તી સમાન કિસ્સો

સામાન્ય રીતે માં-બાપ તેમના બાળકોને નાની ઉમરમાં મોબાઈલો આપતા હોય છે. જે પૈકી કેટલાક માં- બાપ તો સ્ટેટસ ખાતે મોંઘી કિંમતના સ્માર્ટ મોબાઈલો સંતાનોને આપી સોસીયલ સ્ટેટસ જાળવવાનો પ્રયાસ કરે છે. તેવા માં -બાપ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. સમગ્ર ઘટના પર નજર કરી ભોગ બનનાર પીડિતા એક મોબાઈલ એપ મારફતે મુંબઈમાં રહેતા મહંમદ તોહીદ રંગરેજના પરિચયમાં આવી હતી. દોઢ વર્ષ બંને વચ્ચે મોબાઈલ પર મેસેજોની આપલે થતી હતી દરમિયાન ગત તારીખ 2 ના રોજ તોહીદ સગીરાને મળવા માટે મુંબઈ થી વડોદરા આવ્યો હતો જે બાદ તે સાવલી આવ્યો હતો.

સાવલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

જ્યાં તેને સગીરાને વડોદરા ફરવા જઈએ તેમ જણાવી 3 તારીખે ખાનગી વાહનમાં બંને વડોદરા આવ્યા હતા અને કમાટી બાગમાં (Vadodara Committee Bagh )ફરાવા ગયા હતા. તોહીદને મોકો મળતાતે પીડિતાને ઝાડી ઝાંખરા વાળી જગ્યા પર લઈ ગયો હતો અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ પીડિતાને પરત સાવલી રીક્ષામાં મૂકી આવ્યો હતો. જોકે સગીરાએ ઘરે આવી સમગ્ર બનાવની જાણ તેના પરિવારને કરતા પરિવારે પોલીસને જાણ કરી હતી. સાવલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ દરમિયાન સગીરાએ જે મોબાઈલ નંબર તોહીદના તેની પાસે હતા તે પોલીસને આપ્યા હતા જેથી પોલીસે તોહીદ મુંબઈ પહોંચે તે પહેલાજ વડોદરાના કરજણ ટોલ નાકા પાસે(Savli rape case accused arrested ) થી મુંબઈ જતા ઝડપી લીધો હતો.

તોહીદ મૂળ યુપીનો અને છેલ્લા 5 વર્ષ થી મુંબઈમાં રહે

આ ઘટનામાં મહત્વની વાત એ છે કે તોહીદ જ્યારે સગીરાને મળ્યો હતો ત્યારે તેને પીડિતાને જણાવ્યું હતું કે તે ફેશન મોડેલ અને ફોટોગ્રાફર છે. જ્યારે પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે તોહીદ મૂળ યુપીનો છે અને છેલ્લા 5 વર્ષ થી મુંબઈમાં રહે છે અને ગરમેન્ટ્સ ફેક્ટરીમાં કામ કરે છે અને મિત્રો સાથે ખોલીમાં રહે છે. વિધર્મી યુવક તોહીદ અને સગીરા વચ્ચે દોઢ વર્ષ થી પરિચય થયો હતો હાલ સગીરા 9મા ધોરણમાં અભ્યાસ કરે છે અને મોબાઈલ એપ થકી યુવકના પરિચયમાં આવી હતી. સાતીર દિમાગના તોહીદે તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં વડોદરા બસમાં મુંબઈ પરત ફરી રહેલા તોહીદને કરજણ નજીકથી ઝડપી લીધો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Home Guard Civil Defense Day 2021: રાજ્યમાં 59માં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણદળ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
આ પણ વાંચોઃ Fake Ghee Ahmedabad : અમૂલના ડબ્બામાં નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું

Last Updated : Dec 7, 2021, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.