ETV Bharat / state

Vadodara Crime: સંસ્કારીનગરી પર ફરી લાગ્યું કલંક, LCBએ ઝડપી પાડ્યો દારૂ

author img

By

Published : Feb 9, 2023, 6:26 PM IST

વડોદરા જિલ્લા એલસીબીની ટીમે 48 લાખના દારૂ ભરેલા ટેમ્પોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી હતી. આ સાથે જ પોલીસે ટેમ્પોચાલકની પણ ધરપકડ કરી હતી.

Vadodara Crime: સંસ્કારીનગરી પર ફરી લાગ્યું કલંક, LCBએ ઝડપી પાડ્યો દારૂ
Vadodara Crime: સંસ્કારીનગરી પર ફરી લાગ્યું કલંક, LCBએ ઝડપી પાડ્યો દારૂ

ટેમ્પોમાંથી મળ્યો દારૂ

વડોદરાઃ સંસ્કારીનગરી તરીકે ઓળખાતા વડોદરામાં ગુનાખોરીની સંખ્યા સતત વધી રહી છે. અહીં ક્યારેક ડ્રગ્સ તો ક્યારેક દારૂ ઝડપાતા શહેર પર કલંક લાગી રહ્યો છે. ત્યારે હવે કરજણ નજીકથી ફરી એક વાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. આ સાથે જ વડોદરા ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે.

આ પણ વાંચો Rajkot Civil Hospital : રાજકોટ સિવિલમાં દારૂ પીને દર્દીઓની તપાસ કરતો ડૉક્ટર ઝડપાયો

ટેમ્પોમાંથી મળ્યો દારૂઃ જિલ્લા એલસીબીના જવાનો કરજણના ભરથાણા ટોલનાકા પર ફરતા હતા. તે દરમિયાન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અહીં એક આઈશર ટેમ્પો આવતા તેની તપાસ કરવામાં આવી હતી. તો ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો રૂપિયા 48,04,800 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

કુલ 58,15,800 રૂપિયાનો મુદ્દામાલ કબજેઃ કરજણના ભરથાણા પાસેથી એક આઈશર ટેમ્પો ભરૂચથી વડોદરા તરફ જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન વડોદરા ગ્રામ્ય એલસીબીના જવાનો વહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. તે વખતે અહીં ટેમ્પો KA-52-B-0139 નંબરનો ટેમ્પો આવ્યો હતો. પોલીસે ટેમ્પોચાલક લાલચંદ્ર લાલજી ડાંગી (રહે. ડાંગિયો કા મહોલ્લા ખેડલી પોસ્ટ વાના, તા. વલ્લભનગર, જિલ્લો ઉદેપુર રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે 58 લાખનો મુદ્દામાલ કબજે કર્યોઃ LCBએ ટેમ્પાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂના ક્વાર્ટરીયા મળી આવ્યા હતા. પોલીસે 1,001 પેટી કુલ બોટલ નંગ 48,048 કબજે કરી હતી. તેની બજાર કિંમત 11,000 રૂપિયા થાય છે. આ સાથે જ પોલીસે 10,00,000 રૂપિયાના ટેમ્પો સાથે મળી કુલ 58,15,800 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો Viral Video: સિદ્ધપુર પાસે દારૂ ભરેલી કારને અકસ્માત, દારૂ-બિયર લેવા લોકોની પડાપડી

ઝડપાયેલા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહીઃ કરજણ ભરથાના હાઈવે ઉપરથી મોટી માત્રામાં ભરતી બનાવટના વિદેશી દારૂનો જથ્થો જે ગોવા તથા મહારાષ્ટ્રની બોર્ડર પાસે થી ભરેલ અને તે વડોદરા તરફ લઈ જતા કરજણ ટોલનાકા પાસે જ ઝડપી પાડ્યો હતો અને ઝડપાયેલા ડ્રાઈવર સામે પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી આરંભવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.