ETV Bharat / state

વડોદરા પોલીસનું હવે ડિજિટલ માર્ગ તરફ પ્રયાણ

author img

By

Published : May 30, 2021, 5:52 PM IST

વાહન ચાલકો જ્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો પોલીસ તેમને રોકીને દંડ ફટકારતી હોય છે. દંડ ન ભરવો પડે એટલો વાહન ચાલકો રોકડા રૂપિયા નથી જેવા અનેક બહાના કહીને દંડમાંથી ભાગવાના પ્રયાસો કરતા હોય છે. સમય સાથે હવે વડોદરા પોલીસ ( Vadodara Police ) ડિજિટલ બની છે. હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડની ચૂકવણી ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમથી રિસિવ કરવા માટે વડોદરા પોલીસ ( Vadodara Police ) સક્ષમ બની છે.

વડોદરા પોલીસ
વડોદરા પોલીસ

  • ટ્રફિકના નિયમોના ભંગ બદલ કરવામાં આવતો દંડની વસૂલાત હવે વડોદરા પોલીસ ડિજિટલ માધ્યમથી કરશે
  • વડોદરા ટ્રાફિક પોલીસના જવાનો હવે POS (Point Of Cell) મીશનથી પણ દંડની વસૂલાત કરી શકશે
  • સરકારની આ પહેલથી ટ્રાફિક પોલીસના કામમાં અને પારદર્શિતા અને ઝડપ આવશે

વડોદરા : સમગ્ર દેશ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સરકારી કામો ઓનલાઇન થઇ રહ્યા છે, ત્યારે વડોદરા પોલીસ( Vadodara Police ) દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરવામાં આવે છે. ટ્રાફિકના પોઇન્ટ પર રહીને પોલીસ જવાનો દ્વારા ટ્રાફિકના નિયમોનું નિયમન કરવામાં આવે છે. કેટલીક વખત વાહન ચાલકોને રોકીને તેમની પાસે લાઇસન્સ સહિતના જરૂરી દસ્તાવેજ છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવે છે. જો કોઇ વખત જરૂરી નિયમોનું પાલન કરવામાં ન આવે તે પોલીસ ચાલકને દંડ પણ ફટકારે છે. પોલીસના દંડથી બચવા માટે સૌથી સરળ બહાનું એ છે કે, સાહેબ દંડ ભરવા માટે જરૂરી પૈસા નથી. જો કે, હવે આ બહાનું જૂનું થયું છે. હવે વડોદરા પોલીસ ( Vadodara Police ) સ્માર્ટ બનીને દંડની રકમ ડિજિટલી પણ સ્વિકારવા સજ્જ થઇ છે.

આ પણ વાંચો - વડોદરા પોલીસે વિદેશી દારૂ સાથે 2 ની કરી ધરપકડ

શનિવારે ઇ-ગવર્નન્સના ભાગરૂપે શહેર ટ્રાફિક પોલીસને રકમના પૈસા ડિજિટલી સ્વિકારવા માટે વિશેષ સુવિધા સાથે સજ્જ કરી દેવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશનર ડૉ. સમશેરસિંગ દ્વારા ડિજિટલ સેવાઓને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. SBI બેન્ક સાથે મળીને ટ્રાફિક પોલીસને 120 POS મશીન (Point Of Cell) મશીન ફાળવવામાં આવ્યા હતા. વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ( Vadodara Police )ને આપવામાં આવેલા Point Of Cell મશીનથી ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ, UPI, QR કોડ અને Bhim UPIથી ચૂકવણી કરી શકાશે. હવે જો કોઇ ટ્રાફિકના નિયમો બદલ દંડ ચૂકવવા પૈસા નથી, તેવું બહાનું આપશે તો પોલીસ તેને પૈસા ચૂકવવા માટે અનેક વિકલ્પ આપી શકશે. વડોદરા પોલીસ ( Vadodara Police ) ટેકનોલોજીના સહારે દંડની પારદર્શિતા સાથે અને ઝડપી ચૂકવણી થાય તેવા પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.