ETV Bharat / state

વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લગાડનાર ઈસમ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 7:23 PM IST

વડોદરામાં સવા વર્ષ પહેલા બનેલી ઘટનાને દાઢમાં રાખી વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લગાડનાર ઈસમ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપાયો છે. આ ઇસમે પહેલાં પણ ક્લેક્ટર કચેરીનો કાચ તોડ્યો હતો.

વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લગાડનાર ઈસમ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપાયો
વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લગાડનાર ઈસમ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપાયો

દોઢ વર્ષ પહેલાંની ઘટનાની રીસ હતી

વડોદરા : વડોદરા શહેરમાં કલેક્ટર કચેરીમાં થોડા દિવસ પહેલા લાગેલી આગની ઘટનામાં તપાસમાં લાગેલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા એક ઈસમ કલેકટર કચેરીમાં જઈ આગ લગાવી બહાર આવતો વિડીયો સીસીટીવી કેમેરા કેદ થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. જેને લઈને ઝડપાયેલા ઈસમે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો હતો. આ આગ લગાવવા પાછળનું કારણ શું છે તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

થોડા દિવસ પહેલા લાગેલી આગની ઘટના ઉકેલાઇ
થોડા દિવસ પહેલા લાગેલી આગની ઘટના ઉકેલાઇ

અગાઉ બનેલી ઘટનાની રીસ કાઢી : વડોદરાના કલેક્ટર કચેરીમાં લાગેલી આગની તપાસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તેમાંથી એક શખ્સ કચેરીમાં જતો અને આગ લાગ્યા બાદ તેમાંથી બહાર આવતો નજરે પડ્યો હતો. પોલીસે તેને શોધી કાઢી તેની પૂછપરછ કરી હતી. આરોપીએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો હતો. અને આ કૃત્ય કરવા પાછળનું કારણ સવા વર્ષ પહેલાની ઘટના જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

ઘટના અંગે ડીસીપીનું નિવેદન : ડીસીપી તેજલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, 13 / 11 / 2023 ના રોજ વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લાગી હતી. તેના વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં કલેક્ટર કચેરી અને તેની આસપાસમાં લગાડવામાં આવેલ સીસીટીવીના ફૂટેજીસ ચેક કરવામાં આવ્યાં હતાં. આ સીસીટીવી ફૂટેજીસમાં એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો હતો. વધુ તપાસમાં વ્યક્તિ કલેક્ટર કચેરીમાં અંદર જતા અને આગની ઘટના બાદ બહાર જતો જોવા મળ્યો હતો. જે બાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આખરે આકાશ શૈલેષભાઇ સોનાર (ઉં. 31) (રહે. ખારીવાવ, જીપીઓની ગલીમાં, રાવપુરા વડોદરા) મળી આવ્યો હતો. સાથે જ બનાવ સમયે સ્થળ ઉપર નજીકમાં હાજર હોમગાર્ડના જવાનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતાં. જે બાદ તેની ઓળખ કરવામાં આવી હતી. ઘટનામાં તેની સંડોવણીના સંયોગિક પુરાવા મળતાં તેની અટકાયત કરવામાં આવી છે... તેજલ પટેલ ( ડીસીપી )

ઈસમે પહેલાં પણ નુકસાન કર્યું હતું : આરોપી યુવકે કલેક્ટર કચેરીની બારીના કાચ આ પહેલાં તોડયા હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં આ ઘટના અંગે DCP તેજલ પટેલે જણાવ્યું કે, આ બનાવનું કારણ એવું છે, સવા વર્ષ પહેલા આ વ્યક્તિ કલેક્ટર ઓફિસમાં જતો હતો. દરમિયાન તેને એવું લાગ્યું કે, લેડીઝ ટોઇલેટમાં પાણી પડે છે. એટલે તે ત્યાં ગયો હતો. તેનું એવું કહેવું હતું કે, તે પાણી બંધ કરવા ગયો હતો. પરંતુ આ દરમિયાન કોઇ મહિલા કર્મચારી ત્યાં હતાં. જેથી મોટો હોબાળો થયો હતો બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી અને આ ઈસમ પાસે માફીપત્ર લખાવવામાં આવ્યું હતું. જેથી આ વાતની રીસ રાખીને તેનામાં બદલો લેવાની ભાવના જન્મી હતી. નવરાત્રી વખતે પણ આ ઈસમે બારીના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. કાચ નાનો હોવાથી કોઇ ખાસ નોંધ લેવામાં આવી ન હતી અને તેની તપાસ પણ કરવામાં આવી ન હતી. જોકે તપાસમાં આ વાત સંબંધિત પુરાવાઓ પણ મળ્યા છે.

  1. Vadodara news : કલેક્ટર કચેરીએ લોકહિત માટે બેઠક યોજાઇ, જરૂરતમંદ લાભથી વંચિત ન રહેની તકેદારી
  2. Vadodara Collector office: ઓફલાઇન NAC સિટી સર્વેમાં ફેરફાર, કલેક્ટર કચેરીના પરામર્શ નોંધ બાદ પાડવા આદેશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.