ETV Bharat / state

Vadodara News : એમએસયુ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક પ્લેસમેન્ટ, વિદ્યાર્થીઓને 14.50 લાખ સુધીના પેકેજ અપાયાં

author img

By

Published : Jul 5, 2023, 7:00 PM IST

દેશમાં પાંચમા ક્રમે રહેલ MSUની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં પ્લેસમેન્ટમાં સફળતાના આંકડા સામે આવ્યાં છે. આ વર્ષે થયેલા પ્લેસમેન્ટમાં એમએસડબ્લ્યૂના 34 વિદ્યાર્થી અને એમએચઆરએમના 45 વિદ્યાર્થી પ્લેસમેન્ટમાં સફળ થઇ ચૂક્યાં છે. જેમાં વાર્ષિક 7.50 લાખથી 14.50 લાખ સુધીના પેકેજ અપાયાં છે.

Vadodara News : એમએસયુ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક પ્લેસમેન્ટ, વિદ્યાર્થીઓને 14.50 લાખ સુધીના પેકેજ અપાયાં
Vadodara News : એમએસયુ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક પ્લેસમેન્ટ, વિદ્યાર્થીઓને 14.50 લાખ સુધીના પેકેજ અપાયાં

ગર્વની વાત

વડોદરા : વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં આ વર્ષે ખૂબ સારું પ્લેસમેન્ટ જોવા મળી રહ્યું છે. આ ફેકલ્ટીમાં MSW અને MHRM ના મળીને કુલ 97માંથી 79 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે. આ વર્ષે પ્લેસમેન્ટમાં સૌથી વધુ પેકેજ 14.50 લાખનું મળ્યું છે તો સૌથી ઓછું 7.50 લાખનું છે જે ગત વર્ષ કરતા વધુ છે.

અત્યાર સુધીમાં 82 ટકા પ્લેસમેન્ટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં અત્યાર સુધીમાં 36 જેટલી કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવી હતી. ગત વર્ષે 92 ટકા પ્લેસમેન્ટ થયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં 82 ટકા થયું છે, પરંતુ હજી પ્લેસમેન્ટ ચાલુ છે.

દર વર્ષે આ ફેકલ્ટીમાં પ્લેસમેન્ટ ચાલતું હોય છે. પ્લેસમેન્ટમાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો જોવા મળતો હોય છે અને નવા રેકોર્ડ સ્થાપિત કરતું જાય છે. આજ દિન સુધીમાં આ ફેકલ્ટીમાં 97 વિદ્યાર્થીઓ જે પ્લેસમેન્ટમાં બેસતા હતાં. જેમાં MSW અને MHRMના મળી 79 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ગયું છે. આ પ્લેસમેન્ટ હજુ પણ ચાલી રહ્યું છે અને 4 જેટલી કંપનીઓ આવી રહી છે...પ્રો.ભાવના મહેતા( ડીન, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક, એમએસ યુનિવર્સિટી)

વિશ્વફલક પર યુનિવર્સિટીનું નામ : વિશ્વ ફલક પર ખ્યાતનામ થયેલ એમ. એસ. યુનિવર્સિટીમાં આપવામાં આવતું શિક્ષણની સાથે ફેકલ્ટીઝમાં અપાતા સારા શિક્ષણને કારણે દેશ અને વિદેશના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આકર્ષિત કરે છે. ત્યારે આ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એવી ફેકલ્ટી છે. જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોલેજ સાથે ફિલ્ડવર્કનો એટલો સારો અભ્યાસ મળી રહે છે. જેથી અભ્યાસ બાદ નોકરી કે વ્યવસાય શોધવામાં મુશ્કેલીઓ નડતી નથી. આ ફેકલ્ટીમાં બે વર્ષથી ધોરણ 12 પાસ બાદ પાંચ વર્ષનો BMSW (બેચલર એન્ડ માસ્ટર ઓફ સોશિયલ વર્ક)નો પાંચ વર્ષનો કોર્સ શરૂ કરાયો છે.

પ્લેસમેન્ટમાં સફળતાની શાખ
પ્લેસમેન્ટમાં સફળતાની શાખ

લાખો રૂપિયાનું પેકેજ : એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં પ્લેસમેન્ટમાં આ વર્ષે વાર્ષિક પેકેજ 14.50 લાખ સુધી પહોચ્યું છે અને એવરેજ પગાર પેકેજ 7.50 લાખ સુધી જોવા મળ્યું છે. જે અમારા માટે એક ગર્વની વાત છે. અમારા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં અમારા શિક્ષકો, અમારા એલુમનાય, ફિલ્ડવર્ક એજન્સીઓ જ્યાં અમારા વિદ્યાર્થીઓ ફિલ્ડ વર્કમાં જાય છે. તેમજ યુનિવર્સિટી ઓથોરિટીઝના સાથ સહકારથી અમે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી શકીએ છીએ જે આ બધાનું એક ફળ છે જે અમે ગૌરવથી કહી શકીએ છીએ.

બેસ્ટ કોલેજમાં ગુજરાતમાં નંબર વન : એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ફેકલ્ટી આખા દેશની બેસ્ટ કોલેજ ઓફ સોશિયલ વર્કનો એક સર્વે ખાનગી મેગેઝીન અને આઇ કેર રિસર્ચ કન્સ્લ્ટન્સી દ્વારા 2023માં કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં પાંચમો ક્રમ આવ્યો છે.

એમએસયુ સોશિયલ વર્ક ફેકલ્ટીની પ્લેસમેન્ટ સિદ્ધિ : આ વર્ષના પ્લેસમેન્ટની વાત કરીએ તો કુલ 105 વિદ્યાર્થીમાંથી 97 પ્લેસમેન્ટમાં બેઠા હતાં. જેમાં અત્યાર સુધીમાં 97માંથી 79 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઇ ગયું છે. 4 કંપનીઓ પ્લેસમેન્ટમાં આવી છે અને આટલું પ્લેસમેન્ટ મળી ચૂક્યું છે. આ વર્ષે કુલ 105માંથી 5 વિદેશી વિદ્યાર્થી હોવાથી તેઓ પ્લેસમેન્ટમાં આવ્યાં ન હતાં તો 3 વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે પ્લેસમેન્ટમાં બેઠાં ન હતાં. બંને વિભાગમાંથી એમએસડબ્લ્યૂના 34 વિદ્યાર્થી અને એમએચઆરએમના 45 વિદ્યાર્થી પ્લેસમેન્ટમાં સફળ નીવડ્યાં છે.

  1. Vadodara News : વડોદરાની સિગ્મા યુનિવર્સિટીમાં રોજગાર મેળાનું આયોજન, 150થી વધુ કંપનીઓ આવી
  2. Vadodara News : યુનિવર્સિટીના 553 વિદ્યાર્થીઓને નોકરી મળી, લાખો રૂપિયાની ઓફર સાથે હજુ પણ પ્રક્રિયા ચાલુ
  3. સ્વર્ણિમ યુનિવર્સિટીના 1,100 વિદ્યાર્થીઓને મળી ડિગ્રી, વિવિધ કંપનીઓમાં આ રીતે મળ્યું પ્લેસમેન્ટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.