ETV Bharat / state

વ્યાજખોરો સામે વડોદરા પોલીસે ચડાવી બાંયો, લોક દરબારમાં જ મળી 7 અરજી

author img

By

Published : Jan 11, 2023, 11:06 AM IST

વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે વડોદરામાં મકરપુરા ખાતે પોલીસે (Vadodara Makarpura police) લોક દરબાર યોજ્યો હતો. અહીં વ્યાજખોરો સામે 7 અરજીઓ પોલીસને મળી હતી. સાથે જ વ્યાજખોરો (Vadodara police action against usurers) સામે તાત્કાલિક પગલાં લેવાશે તેવી ACPએ બાંહેધરી (illegal money Laundering case) આપી હતી.

વ્યાજખોરો સામે વડોદરા પોલીસે ચડાવી બાંયો, લોક દરબારમાં જ મળી 7 અરજી
વ્યાજખોરો સામે વડોદરા પોલીસે ચડાવી બાંયો, લોક દરબારમાં જ મળી 7 અરજી

તાત્કાલીક નિરાકરણ થાય તેવો પ્રયાસ

વડોદરા રાજ્યમાં વ્યાજખોરીને ડામવા માટે સરકારે પોલીસને છૂટો દોર આપ્યો છે. ત્યારે ઘણા લાંબા સમયથી વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા પીડિતોને છૂટકારો અપાવવા માટે પોલીસે વ્યાજખોરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. તે અંતર્ગત વડોદરા પોલીસે (Vadodara Makarpura police) પણ લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી (Vadodara police action against usurers) છોડાવવા માટે મકરપુરા ખાતે લોક દરબારનું આયોજન (Makarpura police held Lok Darbar against usurers) કર્યું હતું.

સ્થળ પર સમમ્યાનો નિકાલ વ્યાજખોરીથી પીડાતા લોકોની પીડા સાંભળી વ્યાજખોર તરફથી તેમને મળી રહેલા દુ:ખ-દર્દને દૂર કરવા પોલીસ (Vadodara Makarpura police) આગળ આવી છે. અહીં મકરપુરા પોલીસ સ્ટેશન (Makarpura Police Station) હદ વિસ્તારના માણેજા ગામ ખાતે લોકદરબારનું આયોજન (Makarpura police held Lok Darbar against usurers) કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોરો સામે 7 અરજી (Makarpura police held Lok Darbar against usurers ) આવી હતી. રજૂઆત અર્થે પહોંચેલા લોકોની સમસ્યાઓનો પોલીસે સ્થળ પર જ નિકાલ કર્યો હતો.

તાત્કાલીક નિરાકરણ થાય તેવો પ્રયાસ આ લોક દરબારમાં એસીપી એફ ડિવિઝન પ્રણવ કટારીયા, સ્થાનિક કાઉન્સિલર ઉપરાંત પોલીસ સ્ટેશનના PI સહિતના (Vadodara Makarpura police) અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અગાઉ શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશન અથવા પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરેલી હોય અને તેમાં પોલીસે કરેલી કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા લોકો પણ અહીં પોતાની રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે પોલીસ એક્શનમાં, ટીમ તૈયાર કરી

લોક દરબારમાં ભાગ લેવા પોલીસની અપીલ આ રજૂઆત બાદ તેનું સ્થળ પર જ નિરાકરણ લાવીને પીડિતોને ન્યાય આપવાનો પ્રયાસ કરાયો હતો. એટલે પીડિતોએ કોઈ પણ ચમરબંધીની શેહશરમ રાખ્યા વગર લોક દરબારમાં ભાગ લેવા માટે પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ, પોલીસ એક્શનમોડમાં

આખા પરિવારને ભોગવવું પડે છે વ્યાજને લગતી (Vadodara police action against usurers) સમસ્યાઓનું નિરાકરણ તેમ જ આ બદીથી મુક્ત કરવા માટે વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર આ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઓ આર્થિક તંગીને કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતાં લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે અને પછી રીતસરની વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતા હોય છે. એકંદરે વ્યાજખોરોને કારણે એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવારને પાયમાલી વેઠવી પડતી હોય છે, તો વળી અનેક લોકોએ કાં તો આત્મહત્યા કરી લેવો પડે છે કાં તો આત્મહત્યા કરવાના પ્રયાસમાં તેમનો જીવ જોખમમાં આવી જતો હોય છે.

લોક દરબારમાં આવેલા લોકોની ફરિયાદ આ લોક દરબારમાં (Makarpura police held Lok Darbar against usurers ) આવેલા આરીફ નામના યુવાને વ્યાજખોરો (Vadodara police action against usurers) સામે પોલીસને (Vadodara Makarpura police) રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિપુલ નામના ઈસમ પાસેથી 70,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને તે હાલમાં 3.5 લાખની માગણી કરી રહ્યો છે. ચેક બાઉન્સ કરી વ્યાજખોરે કોર્ટમાં ફરિયાદ કરી છે. આ મામલે મકરપુરા પોલીસને (Makarpura Police Station) 2 દિવસ પૂર્વે વ્યાજખોર સામે અરજી પણ આપી છે. આ બાબતને લઈ વહેલી તકે ન્યાય મળે તેવી કરી માગ છે.

વ્યાજખોરો સામે તાત્કાલિક ફરિયાદ આ લોક દરબાર ઈન્ચાર્જ ACP પ્રણવ કટારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને ગૃહ પ્રધાન દ્વારા અપીલ કરાઈ છે કે, લોકો પાસે પોલીસ જઈ વ્યાજખોર સામે કાર્યવાહી કરી રહી છે. જેટલા પણ વ્યાજખોરની (Vadodara police action against usurers) રજૂઆત આવશે. તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આજના ડિજિટલ સમયમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન થતું હોય છે અને તેમાં સાયબર ક્રાઇમના ગુનાઓ થતા હોય છે આના નિરાકરણ માટે સાયબર પોલીસ સ્ટેશનનો (Vadodara Makarpura police) સંપર્ક કરી ફરિયાદ કરવી જોઈએ અને ઝડપી નિરાકરણ લાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.