ETV Bharat / state

Vadodara Crime : ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલા સાવધાન, વડોદરામાં શિક્ષક ભોળવાઈ ગયા

author img

By

Published : Feb 8, 2023, 5:06 PM IST

વડોદરામાં શિક્ષકને ભોળવીને બેંક ખાતામાંથી અજાણ્યો શખ્સ રુપીયા લઈ ગયા હોવાની ફરિયાદ સામે આવી છે. અજાણ્યા શખ્સે શિક્ષકને મોબાઇલ ફોન પર બેંક કર્મચારીને ઓળખ આપીને રુપીયા લઈ ગયો છે. જોકે, પોલીસે ફરીયાદના આધારે આ શખ્સને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara Crime : ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલા સાવધાન, વડોદરામાં શિક્ષક ભોળવાઈ ગયા
Vadodara Crime : ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલા સાવધાન, વડોદરામાં શિક્ષક ભોળવાઈ ગયા

વડોદરા : શહેરમાં અજાણ્યા શખ્સે શિક્ષકને ભોળવીને બેંક ખાતામાંથી 1,99,400 રૂપિયાની ઠગાઈ કરી છે. અજાણ્યા શખ્સે સરકારી શાળાના શિક્ષકને બેન્ક કર્મચારીની ઓળખ આપી હતી. સમગ્ર મામલાને લઈને શિક્ષકે રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરીયાદના આધારે સાયબર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

શિક્ષક સાથે છેતરપિંડી : ફરિયાદ અનુસાર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હેતલભાઈ ફરજ બજાવે છે. વર્ષ 2022 એપ્રિલ મહિના દરમિયાન તેમને મોબાઇલ ફોન દ્વારા સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ SBI બેંકના કર્મચારી તરીકે રાજેન્દ્ર પ્રસાદ હોવાની આપી હતી. આ દરમિયાન તેઓ એક બેન્ક કર્મચારી હોય તેવું જણાવ્યું હતું. તમારી SBI યોનો એપ્લિકેશન બંધ છે. તેને ચાલુ કરવાની છે, આ અંગે હેતલભાઈ જોતા તે એપ્લિકેશન ખરેખર બંધ હોવાથી હેતલભાઇએ વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ ક્વીક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી યોનો એપ્લિકેશનમાં લિમિટ વધારવાના બહાને પાંચ ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 1,99,400ની રકમ પડાવી લીધી હતી.

સાયબર પોલીસ મથકમાં ફરિયાદ : સાયબર પોલીસ દ્વારા આ મામલે તપાસમાં રૂપિયા 25 હજારની રકમ BDS બેંક ખાતામાં ટ્રાન્સફર તેમજ 1 લાખ 74 હજારથી વધુની રકમ વાઉચરની ખરીદી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે વાઉચરનો ઉપયોગ કરનાર, મોબાઈલ ધારક અને બેંક ખાતા ધારક વિરુદ્ધ ગુનો નોંધી ઠગાઈ આચરનાર શખ્સને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : વિઝા પરમીટના આધારે ઠગાઈ આચરનાર ગેંગના બે આરોપી સુરતથી ઝડપાયા

અનેકવાર સાવધાન કર્યા : આ અંગે અગાઉ પણ સાયબર એક્સપર્ટ દ્વારા અવાર નવાર ETV BHARATના માધ્યમથી સાયબર ફ્રોડને લઈ અનેક અહેવાલો દર્શાવવામાં આવ્યા હતા. ઓનલાઈન ઠગાઈ અને ખાસ કરીને જાગૃત અને શિક્ષિત લોકો માટે આ પ્રકારના બનાવો બને તે એક આશ્ચર્યની બાબત છે. આજના આધુનિક જમાનામાં સાઇબર ઠાગોથી બચવા માટે મોબાઈલ એપ્લિકેશનમાં શું કરવું જોઈએ.

આ પણ વાંચો : Vadodara Crime: વડોદરામાં 100 થી વધુ કારો ભાડે લઈ ઠગાઈ કરી ફરાર આરોપી પોલીસ પક્કડથી દૂર

● સ્માર્ટફોન દ્વારા ટ્રાન્જેક્શન માટે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ :

  • ઓનલાઇન સ્માર્ટફોન દ્વારા પેમેન્ટ કરતા હોય તો ઓથોરાઈઝ એપ્લિકેશન કે વેબસાઈટ વાપરવી જોઈએ લિંક દ્વારા પેમેન્ટ ન કરવું જોઈએ.
  • જ્યારે કોઈ એપ્લિકેશનમાં અપડેટ આવે ત્યારે અપડેટ કરતું રહેવું જોઈએ.
  • ક્યુઆર કોડના માધ્યમથી પેમેન્ટ થાય છે. પરંતુ રિસીવ થતું નથી કોઈ આ રીતે પેમેન્ટ આપવાનું કહે તો તે શક્ય નથી.
  • કોઈ પણ પેમેન્ટ કરતા હોય ત્યારે તે વ્યક્તિ ની ઓળખ, હેલ્પડેસ્ક અને ઓથોરાઈઝ હોય તોજ કરવું જોઈએ.
  • પેમેન્ટ કરતા હોય ત્યારે ચોક્કસથી વાંચવું જોઈએ કે રિસીવ કરવાનું છે કે મોકલવાનું છે, ત્યારે કોના કાર્ય માટે મોકલી રહ્યા છો. તે તમામ બાબતો ધ્યાને રાખી પેમેન્ટ કરવું જોઈએ.
  • સાથે શક્ય હોય તો મોબાઈલમાં એન્ટી વાયરસ સોફ્ટવેર હોવી જોઈએ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.