ETV Bharat / state

Vadodara Jantri Prices : વડોદરામાં નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈને અસમંજસ

author img

By

Published : Feb 6, 2023, 4:29 PM IST

વડોદરામાં જંત્રીના ભાવમાં થયેલા વધારાને કારણે હાલ કન્ફ્યુઝનો મામલો સામે આવ્યો છે. શહેર જિલ્લાની 8 દસ્તાવેજ નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈ અસમંજસ ભરી સ્થિતિ સર્જાઈ છે. (Jantri Prices in Vadodara)

Vadodara Jantri Prices : નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈને અસમંજસની જંતર મંતર
Vadodara Jantri Prices : નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈને અસમંજસની જંતર મંતર

વડોદરામાં જંત્રીના ભાવને લઈને મામલો કન્ફ્યુઝ

વડોદરા : છેલ્લા 12 વર્ષથી અમલમાં રહેલા જંત્રીના ભાવને બમણો કરવાનો ઠરાવ પસાર કરવામાં આવે છે. જેનો અમલ 5 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેર જિલ્લાની 8 દસ્તાવેજ નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈ અસમંજસ ભરી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક જુના દસ્તાવેજ ધારકો આજે નોંધણી કચેરી આવીને પાછા જઈ રહ્યા છે, તો કેટલાક નોંધણી કરાવનાર લોકોને હજુ અસમંજસમાં છે. આ અંગે સબ રજીસ્ટારે જણાવ્યું કે, 4 તારીખ સુધીના ટોકન ધારકોને જૂની જંત્રીના ભાવ પ્રમાણે અને 5 તારીખે ટોકન મેળવનારને નવી જંત્રીના ભાવ પ્રમાણે ભાવ ચૂકવવો પડશે.

ટોકન પહેલેથી છે જુના ભાવ પ્રમાણે : આ અંગે ગૌરાંગભાઈએ જણાવ્યું હતું કે, જંત્રીના ભાવમાં થયેલા વધારાને કારણે હાલમાં કન્ફ્યુઝન થયું છે. અમે રજુઆત કરી છે કે અમારી સ્ટેમ્પ ડ્યુટી માટે એપોઇન્ટમેન્ટ પહેલેથી લીધી છે. તો સરકારના નવા જંત્રી બજારને લઈ અમને જુના ભાવ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી લગાવી જોઈએ અને જે નવા દર છે તે પ્રમાણે હવેથી લાગુ કરવા જોઈએ. અમારે પહેલેથી ટોકન છે, તો પહેલા ભાવ પ્રમાણે અમારું કામ થવું જોઈએ અને આ બાબતે સબ રજીસ્ટાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કન્ફ્યુઝન છે બીજું કંઇ નથી.

જંત્રીના ભાવને લઈને કન્ફ્યુઝનો મામલો
જંત્રીના ભાવને લઈને કન્ફ્યુઝનો મામલો

નોંધણી કરવા આવેલા વ્યક્તિે શું કહ્યું : અંગે પ્રતિક્રિયા આપતા બપોદ સબ રજીસ્ટાર દસ્તાવેજ નોંધણી કરવા આવેલા મુકેશભાઈએ જણાવ્યું હતું કે, હરણીથી હું આવ્યો છું અને સ્ટેમ્પ ડ્યુટી ખૂટતી હોવાથી દસ્તાવેજ નથી થયો. ત્યાંથી હાલમાં સિસ્ટમમાં અપડેટ નથી થયું. જેથી ભરી શકાય તેમ ન હોવાથી અમે પાછા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો : Jantri Rate Gujarat: સરકારે જંત્રીમાં 2 ગણો વધારો કરતાં મકાનો થશે મોંઘા, કૉંગ્રેસે ગણાવ્યો કાળો કાયદો

કોઈ કન્ફ્યુઝન નથી : આ અંગે બપોદ સબ રજીસ્ટાર હિતેશ તડવીએ જણાવ્યું હતું કે, હાલમાં કોઈ સમસ્યા નથી. જેને જુના ટોકન લીધેલા છે અને જેને સ્ટેમ ખરીદી લીધો છે. સાથે જ 4 તારીખ સુધીના જેટલા પણ સ્ટેમ્પ ખરીદ્યા છે. તે પ્રમાણે વર્ષ 2011 પ્રમાણેના જુના જંત્રી દર લાગુ પડશે અને જે કોઈ દસ્તાવેજ ધારકે 5 તારીખે ટોકન કે સ્ટેમ્પ લીધો છે. તેઓને નવી જંત્રી પ્રમાણે ડબલ ભાવ ભરવો પડશે. જૂની જંત્રી પ્રમાણે જે ભાવ છે તે ભાવના ડબલ ભાવ કરી નવા ભાવ લાગુ કરવામાં આવશે. હાલમાં જુના ટોકન લઈ આવનારને જૂનો અને નવા આવેલા દસ્તાવેજ ધારકોને નવા ભાવ ચૂકવવા પડશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો : Bhavnagaar News: ભાવનગર યાર્ડમાં ડુંગળીની મબલક આવક છતાં ભાવ તળિયે, ખેડૂતોમાં નારાજગી

ક્રેડાઇના પ્રમુખ શું કહે છે : આ અંગે ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે અમે ગાંધીનગર ખાતે રજૂઆત અર્થે પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યપ્રધાન,રેવન્યુના અધિકારીઓ, વિવિધ ક્રેડાઇના સેક્ટરોના આગેવાનોની રજૂઆતો સાંભળી હતી. આ રજૂઆતના આધારે હકારાત્મક દિશામાં નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી હતી. આ બેઠકમાં રેવન્યુના આલા અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઇ અને યોગ્ય નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.