ETV Bharat / state

Vadodara Crime : અજબડી મિલ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાથી એફએસએલ અને ક્રાઇમ બ્રાન્ચે કેસ હાથમાં લીધો

author img

By

Published : Jun 16, 2023, 9:24 PM IST

વડોદરામાં છૂટક મજૂરી કામ કરતાં વીસ વર્ષના યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. અજબડી મિલ પાસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Vadodara Crime : અજબડી મિલ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાથી એફએસએલ અને ક્રાઇમ બ્રાન્ચે કેસ હાથમાં લીધો
Vadodara Crime : અજબડી મિલ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાથી એફએસએલ અને ક્રાઇમ બ્રાન્ચે કેસ હાથમાં લીધો

અંગત અદાવતમાં હત્યાનું અનુમાન

વડોદરા: સંસ્કારી નગરીમાં દિનપ્રતિદિન ક્રાઇમ રેટ વધતો જોવા મળી રહ્યો છે. શહેરના બાપોદ વિસ્તારમાં ગત રાત્રે પ્રેમ પ્રકરણમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ શહેરની અજબડી મિલની ચીમની પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસનું પ્રાથમિક તારણ આ ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાણીગેટમાં અજબડી મીલ પાસે એક ઇસમનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ કરવામાં આવશે...યશપાલ જગાણીયા(ડીસીપી)

અજબડી મિલ પાસે મૃતદેહ મળ્યો શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવાન અર્જૂન જગદીશભાઇ મજૂરી કામ કરતો હતો. આજે સવારે પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મીલની ચીમની પાસેથી અર્જૂનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ, એફએસએલ, ક્રાઇમબ્રાન્ચની ટીમો ઘટના સ્થળે પહચી વધુ તપાસ હાથ ધરી છે.

એફએસએલની મદદ લેવાઈ આ સમગ્ર મામલે ડીસીપી યશપાલ જગાણીયાએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલ વડોદરા ક્રાઇમ બ્રાંચ અને પાણીગેટ પોલીસ સ્ટેશનનો ટીમોએ તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી ગઈ છે.

કોની સાથે મારામારી કરી ખબર નથી : આ અંગે મૃતકનાં ભાઇ સનીએ જાણવ્યું હતું કે, આજે 8 વાગ્યાની આસપાસ કોઇ સાથે મારામારી થઇ હતી અને એક મિત્રનો મારા પર ફોન આવ્યો હતો. મારા ભાઇને અહીં કોણ લઇને આવ્યું એ ખબર નથી. મારો ભાઇ છૂટક મજૂરી કરતો હતો અને મારામારી કરનારનું નામ ખબર નથી. પરંતુ 9 થી 10 વ્યક્તિઓ છે. ગત 22 મેના રોજ અમે મહીસાગર ગયા હતા, ત્યાં એક છોકરો મરી ગયો હતો. પછી ઝઘડો થયો હતો. તે સમયે સામેવાળામાંથી એક વ્યક્તિએ કહ્યું હતું કે, તમારામાંથી એક વ્યક્તિને મારી નાખીશ. પહેલેથી જ તેમની સાથે દુશ્મની ચાલતી આવે છે.

હત્યાની આશંકા : હાલમાં પોલીસે મૃતદેહનો કબ્જો લઈ કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યા છે કે આત્મહત્યા તેનું કારણ અકબંધ છે. પરંતુ આ અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે.

  1. Surat Crime : સુરત પોલીસ દ્વારા મોબાઇલ સ્નેચીંગ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી, 120 જેટલાં મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા
  2. Valsad Crime : નેપાળી મહિલાની શંકાસ્પદ હત્યા, નેપાળી સમાજે દુષ્કર્મની શંકા સાથે ન્યાયની માગ કરી
  3. Vadodara Crime : વડોદરામાં દાલબાટી ખાવા મામલે મારામારી થતાં યુવકનું મૃત્યુ, પરિવાર ન્યાય મળે પછી મૃતદેહ સ્વીકારશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.