ETV Bharat / state

Vadodara Crime: ઈન્સ્ટાગ્રામ પર વિશ્વાસ કેળવીને કર્યું કુકર્મ, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો

author img

By

Published : Apr 1, 2023, 11:43 AM IST

Vadodara Crime : વિધર્મીએ પ્રેમજાળ બિછાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, રખેલ બનાવવાની આપતો ધમકી
Vadodara Crime : વિધર્મીએ પ્રેમજાળ બિછાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, રખેલ બનાવવાની આપતો ધમકી

વડોદરામાં એક વિધર્મીએ યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરીને જાતિ વિરુદ્ધ અપશબ્દ બોલતો તેમજ રખેલ બનાવવાની વાત કરતો હતો. જોકે, ઇન્સ્ટાગ્રામના વિધર્મી યુવાન મેસેજ મોકલતો ત્યારે સગીરા પણ તેનો જવાબ આપતી.

વડોદરા : સાવલીમાં આવેલી કોલેજમાં અભ્યાસ કરતી એક સગીરાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર હવસખોર વિધર્મી યુવાન સામે ફરિયાદ નોંધાઇ છે. બે વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામ દ્વારા વિધર્મી યુવાનના પરિચયમાં આવેલી કોલેજિયન યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, વિધર્મી યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતો હતો. તને કોઇ જગ્યાએ જવા નહીં દઉં, તને મારી રખેલ તરીકે રાખીશ તેવો યુવતીએ આક્ષેપ કર્યો છે.

શું છે સમગ્ર મામલો : સાવલીમાં કોલેજમાં અભ્યાસ કરતી સગીરાને વિઘર્મીએ ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે હવસખોર વિધર્મી યુવાન સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બે વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામ દ્વારા વિધર્મી યુવાનના પરિચયમાં આવેલી કોલેજિયન યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, વિધર્મી યુવાન સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતો હતો. તેમજ જાતિ વિરુદ્ધ અપશબ્દ બોલી વિધર્મી યુવાન જણાવતો હતો કે, મારી સાથે શારીરિક સંબંધ બાંધેલી છે, તને કોઇ જગ્યાએ જવા નહીં દઉં, તને મારી રખેલ તરીકે રાખીશ. ત્યારે આ બાબતની સાવલી પોલીસ મથકમાં વિધર્મી યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રેમ જાળ બિછાવી સગીરાને ફસાવી : આ સગીરા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સામાન્ય પરિવારની સગીરાને સાવલીમાં રહેતા અને છૂટક ડ્રાઇવિંગનું કામ કરતા 25 વર્ષીય ફેજલ ઉર્ફ ફેન્ટો જાકીર દીવાને બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે રિકવેસ્ટ સગીરાએ એક્સેપ્ટ કરી હતી. ફેજલ ઉર્ફ ફેન્ટો જાકીર દિવાન વિધર્મી હોવાનું જાણવા છતાં, તેણે ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. સગીરાએ ફ્રેન્ડશીપ રીકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ ફેજલ ઉર્ફ ફેન્ટો અવારનવાર મેસેજ મોકલીને મિત્રતા ઘનિષ્ઠ બનાવી પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. તો બીજી તરફ સગીરા પણ ફેજલ ઉર્ફ ફેન્ટો દ્વારા મોકલવામાં આવતા મેસેજનો જવાબ આપતી રહેતી હતી. થોડો સમયે બંને વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા વાતચીતનો દોર ચાલતો હતો. બાદમાં બંનેએ એક બીજાને મળવાનું શરૂ કર્યું હતું.

વિધર્મી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતો : સગીરાએ સાવલી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સગીરા આ સંબંધ રાખવા ઇન્કાર કરતી ત્યારે ફેજલ માથાના વાળ પકડી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. જો આમ ન કરે તો તે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. તેથી વારંવાર સગીરાને બ્લેકમેઇલ કરી મારમારી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.

આ પણ વાંચો : Valsad Crime : યુવતીને દુષ્કર્મથી બચાવવા ગયાં તો હત્યા થઇ ગઇ, કપરાડા તાલુકા પંચાયત પૂર્વ સભ્યનું મોત

સગીરા થઈ ત્રસ્ત : સાવલી ખાતે કોલેજમાં અભ્યાસ કરતી સગીરાને અવારનવાર ફેજલ ઉર્ફ ફેન્ટો દ્વારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. તેમજ દુષ્કર્મ આચરવા માટે મજબૂર કરતા તેનાથી ત્રસ્ત થઇ ગયેલી સગીરાએ આખરે તેના વિરુદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ફેજલ ઉર્ફ ફેન્ટો દિવાન સામે દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat News : સુરતમાં આરોપીને ફાંસીની સજા સહઆરોપીને આજીવન કેદ, બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આવ્યો ચૂકાદો

પોલીસનું નિવેદન : સાવલી PSI એ.એમ. કામડીયાએ આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર ફેજલ ઉર્ફ ફેન્ટો દિવાન સામે પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફેજલ ઉર્ફ ફેન્ટો દિવાનની હવસનો ભોગ બનેલી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ DYSP સી.એન. ચૌધરી કરી રહ્યા છે. તેમજ એટ્રોસિટી મુજબની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.