ETV Bharat / state

Valsad Crime : યુવતીને દુષ્કર્મથી બચાવવા ગયાં તો હત્યા થઇ ગઇ, કપરાડા તાલુકા પંચાયત પૂર્વ સભ્યનું મોત

author img

By

Published : Mar 31, 2023, 10:11 PM IST

Valsad Crime : યુવતીને દુષ્કર્મથી બચાવવા ગયાં તો હત્યા થઇ ગઇ, કપરાડા તાલુકા પંચાયત પૂર્વ સભ્ય રામદાસભાઇ વાજવડીયાનું મોત
Valsad Crime : યુવતીને દુષ્કર્મથી બચાવવા ગયાં તો હત્યા થઇ ગઇ, કપરાડા તાલુકા પંચાયત પૂર્વ સભ્ય રામદાસભાઇ વાજવડીયાનું મોત

માનસિક અસ્થિર યુવતીને દુષ્કર્મને બચાવવા જતાં કપરાડા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રામદાસ વાજવડીયાનું મોત નીપજ્યું હતું. આરોપી યુવકને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવતાં તેણે રામદાસ વાજવડીયાને લાતો મારતાં તેમનું મોત થયું હતું. હત્યાના આરોપી નવસુ વઢાળેની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગંભીર ઇજાઓને પગલે સારવારમાં પહોંચે તે પહેલા જ મોત

વલસાડ : કપરાડા તાલુકામાં કપરાડા મથકે ડુંગી ફળિયામાં રહેતા રહેતા તાલુકા પંચાયત સભ્યના ઘરની સામે એક અસ્થિર મગજની યુવતી રાત્રિ દરમિયાન અચાનક બૂમાબૂમ કરતા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અવાજ સાંભળી દોડી ગયા હતાx. સ્થળ પર જતા ખબર પડી કે ફળિયાનો જ એક યુવક અસ્થિર મગજની યુવતી ઉપર દાનત બગાડી રહ્યો હતો. આ યુવકને અટકાવવા જતા વાંસના સવાર આ યુવકે તાલુકા પંચાયતના માજી સભ્યને ધક્કો મારી નીચે પાડી દઈ તેમને ગુપ્તાંગના ભાગે ઉપરા છાપરી લાતો મારતા ગંભીર ઇજાઓને પગલે સારવારમાં પહોંચે તે પહેલા જ મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

લાજ બચાવવા જતા મોત મળ્યું : કપરાડાના ડુંગી ફળિયામાં રહેતા રામદાસ ભાઈ રામજીભાઈ વાજ વડીયા જેવો પોતાના ઘરની સામે તેમની માતા સાથે રહેતી અસ્થિર મગજની યુવતી રાત્રિ દરમિયાન અચાનક ગુમાબૂમ કરતા તેને બચાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં સ્થળ ઉપર ફળિયામાં જ રહેતો એક યુવક નવસુ યુવતી ઉપર દાનત બગાડી તેની સાથે દુષ્કૃત્ય કરવા કોશિશ કરી રહ્યો હતો. જેને હડસેલી દૂર કરવાનો પ્રયાસ કરતા નવસુએ રામદાસભાઇને ધક્કો મારી જમીન પર પાડી દીધા હતાં.

આ પણ વાંચો Vadodara Crime : માનસિક અસ્થિર યુવતી હવસખોરનો શિકાર થતાં બચી

આરોપીએ ગુપ્તાંગના ભાગે લાતો મારી : અચાનક રાત્રિ દરમિયાન ઘરમાં બૂમાબૂમ થતા તાલુકા પંચાયતના માજી સભ્ય રામદાસભાઈ વાજવડીયા બચાવવા માટે ઘરમાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ફળિયામાં રહેતો નવસુ. દુષ્કૃત્ય કરવા માટે જબરજસ્તી કરી રહ્યો હતો. જે જોતાં જ તેમણે તેને હડસેલી દીધો હતો અને વચ્ચે દરમિયાનગીરી કરી યુવતીને બચાવવા જતા રામદાસને ભાઈએ રામદાસને ધક્કો મારી જમીન પર પાડી દઈ તેને ગુપ્તાંગના ભાગે ઉપરા છાપરી લાત મારી હતી. જેને પગલે રામદાસભાઈ બેહોશ થઈ ગયા હતાં.

હોબાળો થતા ફળિયાના લોકો આવ્યાં : રાત્રે દરમિયાન અચાનક બૂમાબૂમ અને હોબાળો થતા જ ફળિયાના તમામ લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા લોકો હેબતાઈ ગયા હતા. રામદાસભાઈને બેહોશ હાલતમાં જમીન પર પડેલા જોઈ લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલના ફરજ પરના તબીબે તેને ચેક કરતા તેઓનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું જેને લઈને ફળિયામાં ગમગીની ફેલાઈ હતી.

આરોપી ફરાર થઈ ગયો : રામદાસભાઈને જમીન પર બેહોશ હાલતમાં પડેલા જોઈ આરોપી નવસુ વઢોળ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જે બાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રામદાસભાઈના પરિવારજનોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને શોધખોળ બાદ આરોપી યુવકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો 2 વર્ષના જમીની વિવાદનો આવ્યો કરૂણ અંત, પિતરાઈ ભાઈએ જાહેરમાં જ કુહાડીથી કરી યુવકની હત્યા

અગાઉ પણ દાનત બગાડી હોવાની ચર્ચા : નવસુ દ્વારા અગાઉ પણ રાત્રિ દરમિયાન બે વાર માનસિક અસ્થિર યુવતી ઉપર દાનત બગાડી હોવાનું ફળિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે હાલ તો આ ઘટના બાદ નવશુની પોલીસે ધરપકડ કરી છે અને તેને મેડિકલ ટેસ્ટ અને કોરોના ટેસ્ટ જેવા ટેસ્ટ કરાવવા માટેની તજવીજ હાથ ધરી છે.

આરોપીની ધરપકડ : કપરાડા ડુંગી ફળિયામાં રહેતા અસ્થિર મગજની એક મહિલાના ઘરે રાત્રે દુષ્કર્મના ઇરાદે પહોંચેલ નવશુ જમશુ વઢાળેને જોઈ બુમાબૂમ કરી હતી. નજીકમાં રહેતા રામદાસભાઈ વાજવડીયા પહોંચી જતાં નવસુને બહાર ખેંચી કાઢી દુષ્કર્મ કરવા જતાં અટકાવ્યો હતો. નવસુએ રામદાસભાઇને ગુપ્તાંગના ભાગે લાતો મારતા ગંભીર ઇજાઓને પગલે રામદાસભાઇનું મોત નીપજ્યું હતુ. કપરાડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

રામદાસભાઇના મોતથી શોકનો માહોલ : તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રામદાસભાઈ આ અગાઉ પણ અનેક સારા અને વિકાસના કાર્યો કરવામાં અગ્રેસર રહ્યા હતા. તેમજ સમાજમાં પણ તેઓ અનેક જગ્યા ઉપર સારા કામ કરી ચૂક્યા હતા. અચાનક યુવતીની લાજ બચાવવા જતા આરોપીએ તેમને ગુપ્ત ભાગે માર મારવાને કારણે તેમનું મોત થયાના સમાચાર સમગ્ર કપરાડા પંથકમાં વહેતા થતાં અનેક રાજકીય અગ્રણીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ઘટનાની જાણ થતા અનેક લોકો તેમની અંતિમ વિધિમાં પણ જોડાયા હતાં. આમ એક અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.