ETV Bharat / state

Vadodara Corporation Food: રોગચાળાને આમંત્રણ આપતી કેરીઓની હાટડીઓ પર વિભાગનું ચેકિંગ

author img

By

Published : Apr 23, 2023, 12:54 PM IST

Vadodara Corporation Food: રોગચાળાને આમંત્રણ આપતી કેરીઓની હાટડીઓ પર વિભાગનું ચેકિંગ
Vadodara Corporation Food: રોગચાળાને આમંત્રણ આપતી કેરીઓની હાટડીઓ પર વિભાગનું ચેકિંગ

સમગ્ર રાજ્યમાં ગરમીમાં લોકો વિવિધ ઠંડા પીણાં સહિત અનેક ઉપાયપ કરતા હોય છે. કોઈ બરફના ગોલા તો કોઈ શેરડી અને કેરીનો રસ પી ઠંડક મેળવતા હોય છે. પરંતુ તેઓને ખબર હોતી નથી કે જૂજ કિંમતમાં મળતો કેરીના રસ અને બરફના ગોલા માં વપરાતા કલર શમાંથી બને છે.

વડોદરા: સમગ્ર રાજ્યમાં ગરમીમાં લોકો વિવિધ ઠંડા પીણાં સહિત અનેક ઉપાયપ કરતા હોય છે. કોઈ બરફના ગોલા તો કોઈ શેરડી અને કેરીનો રસ પી ઠંડક મેળવતા હોય છે. પરંતુ તેઓને ખબર હોતી નથી. જૂજ કિંમતમાં મળતો કેરીના રસ અને બરફના ગોલા માં વપરાતા કલર શમાંથી બને છે. આ કેમિકલ યુક્ત કલરથી લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થતું હોય છે. વડોદરા મહાનગરમાં ચાલતી ગેરકાયદેસર હાટડીઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે.

આ પણ વાંચોઃ Calendar : 200 વર્ષનું કેલેન્ડર મોઢે યાદ, સાબરકાંઠાની દીકરીની અનોખી સિદ્ધિ

ચેકીંગ હાથ શરૂ: ઉનાળાની ઋતુમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાંથી 91 કેરી રસના તંબુ અને 47 કેરીની વખારો તેમજ બરફના કોલા, શેરડીના રસના કોલા સહિત ઠંડાપીણા વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકીંગની કામગીરી દરમિયાન સડેલી કેરીઓ, બનાવટી કલર નાખીને બનાવેલ રસ તેમજ શેરડીના કોલામાં જીનવટ ભરી તપાસ કરવામાં આવી હતી.

કેરી નાશ કરાઈઃ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ આ ચેકીંગમાં સડેલી કેરીઓનો નાશ કરવામાં આવ્યો હતો અને આવા વેપારીઓને નોટીસ પણ આપવામાં આવી હતી. આ ચેકિંગની કામગીરી દરમિયાન તમામ ફ્રૂડ બિઝનેસ ઓપરેટરને સ્વચ્છતા બાબતે શિડયુલ 4ની નોટિસ પણ કરવામાં આવી હતી. શહેરના ખંડેરા માર્કેટ પાછળ આવેલ વેરાઈ માતાના ચોક, સિધ્ધનાથ રોડ વિસ્તારમાં લાઇસન્સ કે રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓમાં 42 દુકાનો વખારો બંધ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2023: અખાત્રીજ પછી આવતી ગણેશ ચતુર્થીનું ધાર્મિક મહત્વ

વેપારીઓની ભેળસેળ: કેરીનો રસ, શેરડીનો રસ અને બરફના ગોલાના વેપારીઓને ત્યાં કરવામાં આવેલ ચેકીંગ પૂર્વે શહેરના વિવિધ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી ડ્રિંકિંગ વોટર સપ્લાય કરનાર વેપારીઓ સામે કાર્યવાહો કરવામાં આવી હતી. વિવિધ વોટર સપ્લાયના પ્લાન્ટ પર કરવામાં આવેલી કાર્યવાહીમાં પાણીના વિવિધ નમુના લઇ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. શહેરમાં નાગરિકોને આરોગ્ય સામે ચેડાં ન થાય તે માટે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા પોતાના આર્થિક લાભ માટે લોકોના આરોગ્યને જોખમમાં મુકતા હોય છે. તેવા વેપારીઓ સામે આરોગ્ય શાખાએ લાલ આંખ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.