ETV Bharat / state

Vadodara boat accident: રાજ્યના મુખ્યપ્રધાન-ગૃહપ્રધાન વડોદરા પહોંચ્યા, જાતમાહિતી મેળવી, વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 10:17 PM IST

Updated : Jan 18, 2024, 10:26 PM IST

વડોદરા બોટ અકસ્માતમાં નિર્દોષ બાળકોના મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જાતમાહિતી મેળવી હતી.

Vadodara boat accident: State Chief Minister and Home Minister reached the spot
Vadodara boat accident: State Chief Minister and Home Minister reached the spot

વડોદરા: હરણી તળાવમાં ન્યૂ સનરાઇઝ શાળાના બાળકોથી ભરેલી બોટ પલટી થયાની ઘટનામાં અત્યારસુધીમાં 15 બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ આ સમગ્ર ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે.

વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય
વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય

હુકમમાં જણાવ્યા અનુસાર વડોદરા શહેરના હરણી તળાવમાં બોટીંગ કરવા માટે ગયેલ સનરાઇઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોની બોટ ઉંધી વળી જતાં બાળકો તેમજ શિક્ષકો તળાવમાં ડૂબી ગયેલ છે. તે પૈકી કેટલ બાળકો અને શિક્ષકોનું દુઃખદ મૃત્યુ થવા પામેલ છે. પુખ્ત વિચારણાને અંતે આ ગંભીર બનાવના સંબંધમાં સરકારશ્રીએ ઉચ્ચકક્ષાએ તપાસ કરાવવાની નિર્ણય કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાને નીચેના મુદ્દાઓ પરત્વે વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય કરેલ છે.

  • હરણી તળાવની દુર્ઘટનાના સ્થળે પહોંચીને રાહત-બચાવ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તંત્રને જરૂરી સૂચનાઓ આપી. pic.twitter.com/Xedfd4rJZX

    — Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બનવા પામેલ છે.
  2. આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર, કોઇ ઇજારદાર કે અન્ય કોઇની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ.
  3. ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ.
  4. જિલ્લા મેજિસ્ટ્રેટ-વડોદરાએ આ બાબતમાં વિગતવાર તપાસ કરીને તે અંગેનો અહેવાલ દિન-10(દસ)માં સરકારને સુપરત કરવાનો રહેશે.
  5. તપાસ સંબંધમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સ્થાનિક સ્વરાજયની સંસ્થા તેમજ અન્ય સંબંધીત એજન્સીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ-વડોદરાને પૂરતો સહયોગ આપવાનો રહેશે તેમજ જરૂરી વિગતો/દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે.
    • હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

      — Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

વડોદરાના હરણી તળાવ ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતકોને 2 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે આ સાથે ઘટના પર પીએમઓએ ટ્વીટ કરી કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.

  1. Vadodara News : હરણી તળાવમાં ન્યૂ સનરાઇઝ શાળાના બાળકોથી ભરેલી બોટ પલટી, 15 બાળકો 2 શિક્ષકનું મોત, સરકારે સહાયની કરી જાહેરાત
  2. Mahisagar News: સુજલામ સુફલામ કેનાલમાં બે બાળકો ડૂબ્યા, એકનો બચાવ, અન્ય એકની શોધખોળ શરૂ
Last Updated : Jan 18, 2024, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.