ETV Bharat / state

Vadodara News : કારેલીબાગમાં શહેર વિકસિત થાય તે હેતુ અનુસાર પાટિલના હસ્તે કાર્યાલયનું ભૂમિપૂજન

author img

By

Published : Apr 12, 2023, 4:14 PM IST

વડોદરાના કારેલીબાગમાં ભાજપના નવીન કાર્યાલયના ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. કાર્યાલયના ભુમિપૂજન અવસરે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દરેક જિલ્લા વિકાસ કામને લઈને કાર્યાલય ફરજીયાત હોવું જોઈએ.

Vadodara News : કારેલીબાગમાં શહેર વિકસિત થાય તે હેતુ અનુસાર પાટિલના હસ્તે કાર્યાલયનું ભૂમિપૂજન
Vadodara News : કારેલીબાગમાં શહેર વિકસિત થાય તે હેતુ અનુસાર પાટિલના હસ્તે કાર્યાલયનું ભૂમિપૂજન

વડોદરાના કારેલીબાગમાં ભાજપના નવીન કાર્યાલયના ભૂમિપૂજન

વડોદરા : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન ગતરોજ શહેરના અકોટા સયાજીનગર ગૃહ ખાતે યુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત હજારો કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આજે સવારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયનું ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, મહામંત્રી, સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્યો, મેયર સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

યોગ્ય સુવિધાઓ મળી રહે તેવો પ્રયાસ : આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સમયથી શરૂ થયેલી અને અધ્યક્ષ જે.પી. નડ્ડાના સમયમાં આગળ વધેલા દરેક જિલ્લામાં નવીન કાર્યાલય બનાવવા માટેની યોજના ગુજરાતમાં સફળતા પૂર્વક આગળ વધી છે. દરેક જિલ્લા કાર્યાલય ફરજીયાત હોવું જોઈએ અને શહેરથી દૂર હોય પણ મોટું હોય અને શહેર વિકસિત થાય તેવા હેતુ અનુસાર તેનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક કાર્યકર્તાઓને સરળતા રહે અને સિમ્પલ પરંતુ સુવિધા ઉપલબ્ધ હોય તેના માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

એપ્રિલ 2024 સુધી નિર્માણ થશે : હાલમાં શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ અને એમની ટીમ ધારાસભ્યો, મેયર, પદાધિકારીઓ દ્વારા આ જગ્યાની પસંદગી કરવામાં આવી છે. આવનારા 2024ના 6 એપ્રિલ સુધીમાં અને બાંધકામના પૂર્ણ કરીને તેને કાર્યકર્તાઓ માટે અને લોકો માટે સમર્પિત કરવાની યોજના બનાવી છે. માટે તેઓને અભિનંદન પાઠવે છે. ખુબ સરસ રીતે કરેલો નિર્માણ થશે. લોકો માટે સુવિધાઓ વધે તે માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Congress Party: પ્રોફેસરની આત્મહત્યાને લઇને ભાજપ પર કોંગ્રેસના પ્રહાર

પ્રદેશ મહામંત્રીને દૂર કરવા બાબતે : સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, પાર્ટીની પ્રોસીઝર હોય છે ઘણા ફેરફાર થયા છે. હજુ ફેરફાર થવાના છે. હાલમાં તમામ પ્લેટફોર્મ પર કાર્યકર્તાઓને સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે બુથમાં એ જ કમિટીનું કામ પણ વધુ મજબૂત કરવાનું પ્રમાણ આપવામાં આવી છે. આ રીતે આવનાર 30 દિવસની અંદર કામ પૂર્ણ થશે છે.

આ પણ વાંચો : Lok Sabha Election News : આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાટીલનો પરિશ્રમ શરૂ

ટેકનોલોજીના માધ્યમથી મતદાર સુધી પહોંચ્યા : કાર્યકર્તાઓના સહકાર વગર કોઈ કર્યા શક્ય નથી. શહેરમાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગથી પૂર્ણ કરવામાં આવશે. પાર્ટીના સંગઠનને મજબૂત કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક મતદાર સુધી અમારે સંપર્ક સુધી પહોંચવાનો અમારો પ્રયાસ છે. આના માટે આઈ ટી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે કાર્યકર્તાઓ છે તે સક્રિય થઈ આ કામગીરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.