ETV Bharat / state

1939થી આ પરિવાર બનાવે છે ગણેશજીની મૂર્તિ, છતાં પણ નથી બદલાયા ભગવાનના સ્વરુપો

author img

By

Published : Aug 26, 2022, 4:58 PM IST

ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખે છે. વડોદરાનો ચૌહાણ પરિવાર આ મૂર્તિને 1939થી બનાવે છે. Ganesh Chaturthi 2022, Laxmi Vilas Palace

વર્ષ 1939થી ચૌહાણ પરિવાર બનાવે છે રાજમહેલની ગણેશ મૂર્તિ, કેમ 80 વર્ષથી નથી બદલાતો ભગવાનો રૂપ
વર્ષ 1939થી ચૌહાણ પરિવાર બનાવે છે રાજમહેલની ગણેશ મૂર્તિ, કેમ 80 વર્ષથી નથી બદલાતો ભગવાનો રૂપ

વડોદરા ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો (Ganesh Chaturthi 2022)બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં(Laxmi Vilas Palace )આવી રહ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. જેઓ છેલ્લા 80 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે. આ મૂર્તિની હાઈટ 36 ઈંચની જ રાખવાની હોય છે. રાજમેહલના ગણેશજીની મૂર્તિને ચૌહાણ પરિવાર છેલ્લા 80 વર્ષથી બનાવે છે.

ગણેશજીની મૂર્તિ

ગણેશજીની માટીની મૂર્તિ ચૌહાણ પરિવારના મૂર્તિકારલાલસિંહ ચૌહાણે મહારાજાસર સયાજીરાવના કહેવા પ્રમાણે 1926માં સૌ પ્રથમ મૂર્તિ બનાવી હતી. ત્યાર બાદ 1939થી આજ સુધી રાજવી પરિવારની માંગ પ્રમાણે ચૌહાણ પરિવાર ગણેશજીની માટીની મૂર્તિ બનાવે છે. જેની દર ગણેશ ચતુર્થીએ 10 દિવસ મહેલમાં સ્થાપના કરી ભગવાનની પૂજા અર્ચના કરી ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો આ વખતે પાઘડીઓ વધારશે દગડુ શેઠની શોભા

ગણેશજીની મૂર્તિ બનાવી આપી રાજવી પરિવારના ગણપતિની મૂર્તિને ખાસ પ્રકારથી બનાવવામાં આવે છે. જેની ખાસ વાત એ છે કે 1939માં જે પ્રકારની મૂર્તિ બનાવવામાં આવી હતી તેજ રીતે તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર દર વર્ષે બનાવવામાં આવે છે. તેની આ ખાસ વાત હોય છે. તેઓ મૂર્તિના આકાર વિશે જણાવ્યું હતું કે આ મૂર્તિની રૂપ-રેખા વર્ષ 1939માં કાશીના પંડિતોએ જણાવ્યા પ્રમાણે જ બનાવવામાં આવે છે. 1939માં સર સયાજીરાવ મહારાજે તેઓના પિતાકૃષ્ણ બી. ચૌહાણ પાસે ગણેશજીની મૂર્તિ ગણેશ ચતુર્થી નિમિત્તે બનાવી આપવાની માંગ કરી હતી. જે બાદ તેઓના પિતાએ ગણેશજીની મૂર્તિ બનાવી આપી હતી.

રંગોરંગાન કરી આખરી ઓપ આપી તૈયાર રાજમહેલની મૂર્તિની ઊંચાઈને માપની બનાવવામાં આવે છે. જેની ઊંચાઈ 36 ઈંચ હોય છે. જેની ફૂટમાં ઊંચાઈ3 ફૂટ હોય છે અને વજન 90 કિલો હોય છે. આ ગણેશજીની મૂર્તિની ખાસ પ્રાકરની માટીગ્રે માટીથી બનાવવામાં આવે છે. આ ગ્રે માટી ખાસ ભાવનગરથી મંગાવવામાં આવે છે. મૂર્તિને બનાવવામાં આશરે એક મહિનાનો સમય લાગે છે. મૂર્તિ બન્યા બાદ તેને રંગોરંગાન કરી આખરી ઓપ આપી તૈયાર કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો અરે વાહ ગણેશોત્સવ પૂર્ણ થયા પછી મૂર્તિની માટીનો થશે સાચી દિશામાં ઉપયોગ

1939માં બનાવામાં આવેલી ગણેશ મૂર્તિ રાજવી પરિવાર ગણેશ ચતુર્થીના દિવસે સવારે વાજતેગાજતે ભગવાનને પાલખીમાં સવાર કરી સ્થાપના માટે રાજમહેલમાં સ્થાપના માટે લઈ જવામાં આવે છે. પિતા કૃષ્ણ બી.ચૌહાણએ રાજમહેલના ફતેસિંહ મ્યુઝિયમમાં જે ચિત્રો સચવાયેલા છે એનું રિસ્ટોરેશન પણ તેઓએ કર્યું છે. ત્યારબાદ તેમણે વડોદરા શહેરનોકીર્તિસ્થંભ જે રેડ ઇટાલિયન માર્બલમાંથી બનાવવામાં આવ્યો છે તે અને કીર્તિ મંદિરની અંદર આરસપહાણની મૂર્તિઓ તથા પંચધાતુની મૂર્તિઓ પણ તેઓના પિતાજીએ બનાવી છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવતી ગણેશજીની મૂર્તિને હાલ ચૌહાણ પરિવારના ત્રણે ભાઈઓ બનાવે છે. વર્ષ 1987માં પિતાના મૃત્યુ બાદ લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને મંગેશ ચૌહાણ આ મૂર્તિને પિતાની જેમજ ખાસ કાળજી રાખી 1939માં બનાવામાં આવેલી ગણેશ મૂર્તિ જેવી આબેહુબ રંગોરંગાન કરી બનાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.