ETV Bharat / state

વડોદરા ડ્રગ્સ ફેક્ટરી કેસ મામલે વધુ 8.85 કરોડનો ડ્રગ્સ ઝડપાયું

author img

By

Published : Dec 5, 2022, 9:28 AM IST

વડોદરા ડ્રગ્સ ફેક્ટરી કેસ મામલે વધુ 8.85 કરોડનો ડ્રગ્સ ઝડપાયું
વડોદરા ડ્રગ્સ ફેક્ટરી કેસ મામલે વધુ 8.85 કરોડનો ડ્રગ્સ ઝડપાયું

વડોદરામાં ડ્રગ્સની ફેક્ટરી મામલે વધુ ડ્રગ્સ મળી (Drugs case in Sindhrot) આવ્યું છે. ATS અને વડોદરા ગ્રામ્ય SOGએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી આ મામલે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. (drugs factory case in Vadodara)

અમદાવાદ : ગુજરાત ATSએ વડોદરાના સિંધરોટમાંથી ઝડપેલી ડ્રગ્સની ફેક્ટરી (Drugs case in Sindhrot) મામલે તપાસ દરમિયાન વધુ ડ્રગ્સ મળી આવ્યું છે. આ મામલે એક આરોપીની પૂછપરછ કરતા તેને MD ડ્રગ્સ વડોદરાના એક વ્યક્તિને પોતાના પુત્ર મારફતે આપ્યો હોવાની કબૂલાત સામે આવી છે. જેમાં એક શખ્સને ઝડપી તેની પાસેથી 8.85 કરોડની કિમતનું 1.770 કિલોગ્રામ MD ઝડપી પાડવામાં આવ્યું છે. (drugs factory case in Vadodara)

એકની ધરપકડ ગુજરાત ATS એ આ મામલે 5 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં પકડાયેલા આરોપી ભરત ચાવડાએ પોતાના પુત્ર હર્ષ ચાવડા મારફતે MDની થેલી અશોક પટેલને આપી હોવાનું કબુલતા સામે આવી છે. જેને લઈને ATS અને વડોદરા ગ્રામ્ય SOGએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી વડોદરાના સમતા ચાર રસ્તા પાસેથી આ ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી અશોક પટેલની ધરપકડ કરી છે. (Drugs factory in Vadodara)

શું હતો સમગ્ર મામલો ગુજરાત ATS એ ગત સપ્તાહે સિંધરોટ ખાતેથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી હતી. ત્યાંથી 63 કિલો 616 ગ્રામ તૈયાર MD અને 80 કિલો 260 ગ્રામ ડ્રગ્સ બનવવાનું લિકવિડ કબ્જે કરી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. (Vadodara Crime News)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.