ETV Bharat / state

Organic farming: સાવલીના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક કૃષિથી થઇ રહ્યા છે આર્થિક સમૃદ્ધ

author img

By

Published : Apr 23, 2023, 4:37 PM IST

શાકભાજી અને ફળોએ આપણો રોજિંદો આહાર છે જેના વગર દિવસ પૂરો થતો નથી. અહીં વાત છે એવા શાકભાજી અને ફળોની કે જેમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર વગર અનેક પ્રકારની ઔષધિય વનસ્પતિ અને ફળોમાંય વિવિધતા મળી શકે છે. સાવલીના ખેડૂતને આ પ્રાકૃતિક ખેતી ખુબ જ ઉપયોગી સાબિત થઈ છે.

savlis-progressive-farmers-are-becoming-economically-prosperous-through-organic-farming
savlis-progressive-farmers-are-becoming-economically-prosperous-through-organic-farming

સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના ખેડૂત હિરકભાઈ પટેલ

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના 40 વર્ષીય ખેડૂત હિરકભાઈ પટેલના ખેતરમાં પગ મૂકતા જ આપણને એક-એક વનસ્પતિ પોતાની તરફ આકર્ષતી હોય તેવા આંતરિક આનંદની અનુભૂતિ થાય છે. પ્રાકૃતિક ખેતીની ખરી વ્યાખ્યા તો જાણે અહીં ચરિતાર્થ થતી જોવા મળે છે. અહીં ફળોમાં એટલી વિવિધતા જોવા મળે છે કે જોઈને વિષ્મય થાય. હિરકભાઈ પટેલે ફકત જીવામૃત, ઘન જીવામૃત અને છાશના ઉપયોગ વડે સમગ્ર ફાર્મને રસાયણ મુક્ત કર્યું છે.

ખેતરમાં 40થી 50 વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું
ખેતરમાં 40થી 50 વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું

50 પ્રકારના શાકભાજી: આ ખેડૂતે ખેતરમાં 40થી 50 વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં કશ્મીરી ગુલાબ, ભીંડી, દેશી તુવેર, લાલ તુવેર, અમેરિકન મકાઈ, ખજૂર, ચોળી, ગલગોટા, ટિંડોરી, અંજીર, ફણસ, જામફળ, લાલ જામફળ, એલોવેરા, દ્રાક્ષ, ગલકા, તુરીયા, કાકડી, કરેલા, ૪ પ્રકારના રીંગણ, 3 પ્રકારના પપૈયા, મરચાં, ટામેટાં, સીતાફળ, રામ ફળ, લક્ષમણ ફળ, હનુમાન ફળ, સફેદ જાંબુ, બી વગરનું લીંબુ, પંચમુખી રુદ્રાક્ષ, બી વગરનું જાંબુ, કપૂર, હિંગ, વેલ્વેટ એપલ, એપલ બોર, જાસ્મીન, બીજોરૂ, 6 પ્રકારના ચંપા, નાગપુરી સંતરા, મોસંબી, લસણીયા વેલ, લેમન ગ્રાસ, કાળા જામફળ, ડ્રેગન ફ્રૂટ, નારિયેળી, ખટુંમડા, હરફારેવડી, વોટર એપલ, મસાલા પાન કે જેના પાન ચાવતા જ દરેક મસાલા નો સ્વાદ મળી રહે છે. દાડમ, કરમદા, સ્ટાર ફ્રૂટ, ચીકુ ૨ પ્રકારના, નાગરવેલ, ચેરી, નાસપતિ, આયુર્વેદિક ડોડી, લીચી, સફેદ સેતુર, ફાલસા, રાયણ, કોઠું, એપલ બોર, રેડ એપલ બોર, બીલીપત્ર, સોપારી, સફેદ અને લાલ ચંદન, રબ્બર, બ્લેક મેંગો , તમાલપત્ર, બનાના મેંગો, 70 જેટલા સરગવા, કોબીજ, બ્રોકોલી, લીંડી પીપર, રાતરાણી, હરડે, થાઈ ચીકુ, સાંધીયો વેલો, જાસુદ, અરવી, બ્રાહ્મી, નાગચંપો તેમજ અલગ અલગ પ્રકારની તુલસી જેવી અનેકાવિધ વનસ્પતિઓ તેમજ શાકભાજી પણ અહીં જોવા મળે છે. આ દરેક ફળો અને શાકભાજીમાં આપણને જરૂરી વિટામિન અને ફાઈબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

અનેકાવિધ વનસ્પતિઓ તેમજ ફળોનું પણ વાવેતર
અનેકાવિધ વનસ્પતિઓ તેમજ ફળોનું પણ વાવેતર

'અમે શાકભાજી અને ફળો મોટાભાગે અમારા ખેતરના જ ઉપયોગમાં લઈએ છીએ. જેથી લગભગ 10 થી 15 ટકા જેટલો જ સામાન બહારનો લાવવો પડે છે. પ્રાકૃતિક ખેતી કરવા પાછળનો મૂળ હેતુ અમારો એ જ છે કે બસ આપણા બાળકોને શુદ્ધ અને રસાયણ મુક્ત ખાવાનું મળી રહે જેથી કરીને પહેલાં જેવો મૂળ સ્વાદ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે. જો દેશી ખાતરથી મૂળ સ્વાદ, સ્વાસ્થ્ય અને પાક મળતો હોય તો પછી રસાયણની જરૂર જ નથી રહેતી.' -હિરકભાઈ પટેલ, ખેડૂત

અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી: સાડા ત્રણ વીંઘા જમીનમાં શાકભાજી અને ફળોની ખેતી કરીને હિરકભાઇ પટેલ દર મહિને સરળતાથી પહેલાં કરતાં સારી આવક મળી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'અહીં શાકભાજીનો ભાવ સામાન્ય વ્યક્તિઓને પોષાય તેવો હોય છે જેથી કરીને મધ્યમ વર્ગીય લોકોમાં પણ તેની માંગ વધી છે.' આજુબાજુના ખેડૂતો પણ આ પ્રાકૃતિક ખેતી તરફ પગલું માંડી રહ્યા છે જે સકારાત્મક પહેલ ગણી શકાય. જેમાં 67 વર્ષીય વિઠ્ઠલભાઈ પટેલ કે જેઓ છેલ્લાં 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી વડે જુવાર અને કપાસનું વાવેતર કરી આર્થિક રીતે સદ્ધર થયા છે.

ખેતરને ફરતે સોલાર લાઈટ: મધુમાખીઓ, પતંગિયાઓ અને અલગ અલગ પક્ષીઓએ અહીં પોતાનાં ઘર કર્યા છે જેથી ત્યાં પગ મુકતાં જ પક્ષીઓનો કલરવ આપણને જાણે આવકારવા ચીચીયારીઓ કરી મૂકે છે. ખેતરની એકદમ વચ્ચે સોલાર સિસ્ટમ અને સ્ટીકી ટ્રેપ મુકવામાં આવી છે જે રાત્રે પ્રકાશ આપવાની સાથે પ્રકાશથી આકર્ષાઈને આવતાં અને પાકને નુકશાન કરતી જીવાતોનો નાશ કરે છે અને પાકને નુકસાન થતું અટકાવી શકાય. આમ ઓછા ખર્ચે ઝાઝું કામ કરવાની પદ્ધતિ પણ સૌને આકર્ષે એવી છે.

આ પણ વાંચો Gujarat mango : વલસાડના ખેડૂતે કરી કમાલ, ઓર્ગેનિક ખેતી પદ્ધતિથી મેળવ્યું હાફુસનું બમ્પર ઉત્પાદન

કૃષિ પ્રધાને પણ મુલાકાત લીધી: આ વર્ષે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પણ આ ફાર્મની સ્પેશ્યલ મુલાકાત લઈને ત્યાંના વિવિધ ફળાહારનો સ્વાદ માણ્યો હતો. હિરકભાઈ મૂળ આણંદ ખાતે રહેતા અને દિવ્યાંગ એવા અનોપસિંહ ચૌહાણને તેઓના પરિવાર સહિત આ જ ફાર્મમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે, જેથી તેઓ ફાર્મની નાની મોટી દેખરેખ કરી શકે અને પરિવારનું લાલન પાલન કરી શકે. આમ, હિરકભાઈમાં આહારની શુદ્ધતા ની સાથોસાથ માનવતાના પણ દર્શન જોવા મળે છે.

આ પણ વાંચો Organic farming: નવસારીના ખેડૂતે ખેતરને બનાવ્યું પ્રાકૃતિક ખેતીની પ્રયોગશાળા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.