ETV Bharat / state

MS યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ "અર્પણમ્" અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં નોટોનો વરસાદ

author img

By

Published : Feb 7, 2020, 2:07 PM IST

Updated : Feb 7, 2020, 2:40 PM IST

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટસ યુનિયન દ્વારા યુથ ફેસ્ટિવલ "અર્પણમ્"2020નું આયોજન કરવામાં આવ્યું હતુ.જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો.

aa
MS યુનિવર્સીટીમાં યુથ ફેસ્ટિવલ "અપર્ણમ" કાર્યક્રમમાં દેવયાત ખાબડના ડાયરામાં નોટોનો થયો વરસાદ

વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં વી.પી.કક્ષા, પટેલ,યુ.જી,એસ રાકેશ પંજાબી ,સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને દેવયાત ખાબડના ડાયરામાં ઝૂમી ઉઠ્યા હતા.

MS યુનિવર્સીટીમાં યુથ ફેસ્ટિવલ "અપર્ણમ" કાર્યક્રમમાં દેવયાત ખાબડના ડાયરામાં નોટોનો થયો વરસાદ

યુ.જી.એસ.રાકેશ પંજાબીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ એક થાય અને ગુજરાતી સાહિત્યની મઝા માણે એ હેતુ સાકાર થયો છે, ત્યારે આગળ પણ આવી રીતેજ વિદ્યાર્થીઓને સાથે રાખી આવા કાર્યક્રમો કરતા રહીશું અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા હાજર રહીશું, તેમ જણાવ્યુ હતું.

Intro:વડોદરા.....એમ.એસ.યુનિવર્સીટીમાં યુથ ફેસ્ટિવલ "અપર્ણમ" અંતર્ગત પેવેલિયન મેદાન ખાતે યોજાયેલા ખ્યાતનામ કલાકાર દેવયાત ખાબડના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો.


Body:વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં સ્ટુડન્ટસ યુનિયન દ્વારા યુથ ફેસ્ટિવલ "અપર્ણમ"2020નું આયોજન કરવામાં આવ્યું છે.ગતરોજ સાંજે અપર્ણમ યુથ ફેસ્ટિવલ અંતર્ગત ઈવનિંગ ઈવેન્ટમાં યુનિવર્સીટીના પેવેલિયન ખાતે નામાંકિત ડાયરા કલાકાર દેવયાંત ખાબડના સ્વમુખે ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.Conclusion:જેમાં નોટોનો વરસાદ થયો હતો.આ,ડાયરા કાર્યક્રમમાં વી.પી.કક્ષા પટેલ,યુ.જી.એસ રાકેશ પંજાબી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.અને દેવયાત ખાબડના ડાયરામાં ઝૂમી ઉઠ્યા હતા.આ અંગે યુ.જી.એસ.રાકેશ પંજાબીએ જણાવ્યું હતું...કે,યુનિવર્સીટીના યુથ ફેસ્ટિવલ અપર્ણમના ઈવનિંગ ઈવેન્ટમાં લોક ડાયરો રાખવામાં આવ્યો હતો.જેમાં કલાકાર દેવયાંત ખાબડ પધાર્યા હતા.વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.વિદ્યાર્થીઓ એક થાય અને ગુજરાતી સાહિત્યની મઝા માણે એ હેતુ સાકાર થયો છે.ત્યારે આગળ પણ આવી રીતેજ વિદ્યાર્થીઓને સાથે રાખી આવા કાર્યક્રમો કરતા રહીશું.અને વિદ્યાર્થીઓના હીત માટે હંમેશા હાજર રહીશું તેમ યુ.જી.એસ.રાકેશ પંજાબીએ જણાવ્યું હતું.



બાઈટ : રાકેશ પંજાબી
યુ.જી.એસ.સાયન્સ ફેકલ્ટી
એમ.એસ.યુનિવર્સીટી
Last Updated :Feb 7, 2020, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.