ETV Bharat / state

લો બોલો...! કરનાળીના કુબેર ભંડારી મંદિરમાં નકલી વ્યંઢળો નાણાં ઉઘરાવતા ઝડપાયા

author img

By

Published : Feb 3, 2022, 3:06 PM IST

Updated : Feb 3, 2022, 6:25 PM IST

ડભોઇ તાલુકામાં પોષ વદ અમાસ નિમિત્તે તીર્થધામ કરનાળીના કુબેર ભંડારી મંદિર (Kuber Bhandari Temple of Karnali) દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. જેમાં વ્યંઢળના વેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસાનું ઉઘરાણુ કરતા ત્રણ નકલી વ્યંઢળો ઝડપાયા હતા. જે વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજે (Dabhoi Taluka Vyndhal Samaj) ઝડપી પાડી ચાંદોદ પોલીસને હવાલે કર્યા.

લ્ચો બોલો...! કરનાળીના કુબેર ભંડારી મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી નકલી વ્યંઢળો દ્વારા નાણાં ઉઘરાવતા ઝડપાયા
લ્ચો બોલો...! કરનાળીના કુબેર ભંડારી મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી નકલી વ્યંઢળો દ્વારા નાણાં ઉઘરાવતા ઝડપાયા

વડોદરા : ડભોઇ તાલુકામાં પોષ વદ અમાસ નિમિત્તે તીર્થધામ કરનાળીના કુબેર ભંડારી મંદિર (Kuber Bhandari Temple of Karnali) શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. જેમાં વ્યંઢળના વેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસાનું ઉઘરાણુ કરતા ત્રણ નકલી વ્યંઢળો ઝડપાયા હતા.બરાનપુરા વ્યંઢળ સમાજે (Dabhoi Taluka Vyndhal Samaj) ઝડપી પાડી તેવોને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યા હતા.

ત્રણેય પુરુષ વ્યંઢળના વેશમાં બહુરૂપિયા

કરનાળીના કુબેર ભંડારી મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી નકલી વ્યંઢળો દ્વારા નાણાં ઉઘરાવતા ઝડપાયા

પોષ વદ અમાવાસ્યા દિવસે ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ત્યારે કેટલાક વ્યંઢળો મંદિરમાં આવન-જાવન કરતાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસાનું ઉઘરાણુ કરતા હોવાની જાણ વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજના પ્રમુખ અંજના માસીને થઈ હતી. જેથી તેઓ તાબડતોબ મંડળના અન્ય સભ્યો સાથે વડોદરાથી કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર ખાતે આવી પહોંચ્યા અને આ ત્રણેય વ્યંઢળોની કડકાઇ પૂછપરછ કરી હતી. જેમાં આ ત્રણેય પુરુષ વ્યંઢળના વેશમાં બહુ રૂપિયા (Dabhoi Taluka Fake Vyndhal) હોવાનું માલુમ પડ્યું હતું.

આ પણ વાંચોઃ ડીસામાં નકલી વ્યંઢળ ઝડપાતાં અસલી વ્યંઢળોનો રોષ ભભૂકી ઉઠ્યો, કર્યું આવું કામ

વ્યંઢળ સમાજે મેથીપાક ચખાડ્યો

વ્યંઢળનો નકલી વેશ ધારણ કરી શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા પડાવવાનું કામ કરી વ્યંઢળ સમાજનું નામ બદનામ કરતા હતા. જે ત્રણેય પુરુષ સુજીત માલ(ઉ. 21), નજીબુલ હબીબુલ મુલ્લા (ઉ 23), કમલા માલી જેવો શ્યામ નગર ઝુપડપટ્ટી જાવલી તાડકી બિલ્ડીંગ સાવરકર રોડ જી-મુંબઈના હતા. શુ બુરબાનને વ્યંઢળ સમાજના પ્રમુખ અંજના માસી સહિતના સભ્યોએ મેથીપાક ચખાડી ચાંદોદ પોલીસને(Chandod police Vyndhal) હવાલે કર્યો હતો. ચાંદોદ પોલીસ સ્ટેશનના PSI એસ. આર. ચૌહાણે ત્રણેય નકલી વ્યંઢળોની ફરિયાદ આધારે જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ખેડાના સેવાલિયાથી બે નકલી વ્યંઢળ ઝડપાયા, વીડિયો વાઇરલ

Last Updated : Feb 3, 2022, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.