ETV Bharat / state

ETV Bharatના અહેવાલના પગલે તંત્ર જાગ્યું, કૃષ્ણગરને જોડતો લાકડાનો પુલ તોડી પડાયો

author img

By

Published : Nov 2, 2022, 9:44 PM IST

મોરબીમાં રવિવારે ઝુલતો પુલ તૂટી પડવાથી 136 લોકોના મૃત્યુ થયા છે. 200થી વધુ લોકોને બચાવી લેવાયા છે. જેને લઈને વડોદરામાં પણ બે ઝુલતા પુલ આવેલા છે. જેમાં એક ઝુલતો પુલ એવો છે કે જે નથી. પાલિકાએ કે પછી નથી સરકારે બનાવેલો પરંતુ નાગરિકોએ સ્વેચ્છાએ આ પુલ બનાવ્યો છે. આ પુલ (Wooden Bridge Connecting Krishnagar) અંગે ETV Bharatએ ગઈકાલે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો.  જેને લઇ આજે પાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં (Bridge Connecting Krishnagar was demolished) આવ્યો છે.

ETV Bharatના અહેવાલના પગલે તંત્ર જાગ્યું, કૃષ્ણગરને જોડતો લાકડાનો પુલ તોડી પડાયો
ETV Bharatના અહેવાલના પગલે તંત્ર જાગ્યું, કૃષ્ણગરને જોડતો લાકડાનો પુલ તોડી પડાયો

વડોદરા મોરબી ઝુલતા પુલની (Morbi Hanging Bridge Tragedy) ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશને ચોંકાવી દીધા છે. આ ઘટનાથી રાજ્યમાં અનેક જગ્યાએ આવેલા પુલની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. ત્યારે વડોદરામાં પણ બે ઝુલતા પુલ આવેલા છે. જેમાં એક ઝુલતો પુલ એવો છે કે જે નથી. પાલિકાએ કે પછી નથી સરકારે બનાવેલો પરંતુ નાગરિકોએ સ્વેચ્છાએ આ પુલ બનાવ્યો છે. તે પણ વિશ્વામિત્રી નદીની ઉપર આ ઝુલતો પુલ (Hanging bridge over Vishwamitri river) બનાવવામાં આવ્યો છે. આ જોખમી પુલ અંગે ETV Bharatએ ગઈકાલે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેને લઇ આજે પાલિકાની દબાણ શાખા (Demolition Branch of the Municipality) દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યો છે.

નાગરવાળા કૃષ્ણગરને જોડતો લાકડાનો પુલ પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાયોનાગરવાળા કૃષ્ણગરને જોડતો લાકડાનો પુલ પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાયો

30 જેટલા ઘરને અસર વડોદરા શહેરના કૃષ્ણનગરના (Wooden Bridge Connecting Krishnagar) લોકોએ વિશ્વામિત્રી નદી પર ઝૂલતો પુલ બનાવ્યો છે. વિશ્વામિત્રીના નાળા પર આ પુલ ઉભો કરવામાં આવ્યો છે. આસપાસ વસ્તુઓ લાવીને અને ભંગારની વસ્તુઓ ભેગી કરીને આ પુલને બનાવવામાં આવ્યો છે. નાગરવાડા વિસ્તારમાં (Hanging bridge in Nagarwada area) બનાવેલો આ પુલ જ્યારે પણ વિશ્વામિત્રીમાં પાણી આવે ત્યારે પાણીમાં ગરકાવ થઇ જાય છે. કૃષ્ણનગરમાં આવેલા 30 જેટલા ઘર સંપર્ક વિહોણા થઈ જાય છે. આ અંગે સ્થાનિકોએ અનેક વખત તંત્રને વાત કરી છે. પરંતુ તંત્રના આંખ આડા કાન હોવાને કારણે લોકોને જાતે જ પુલ બનાવવાની ફરજ પડી હતી.

જાતે પૈસા ઉઘરાવી બ્રિજ બનાવ્યો સ્થાનિકોનું કહેવું છે કે અમે પૈસા ઉઘરાવીને આ પુલ બનાવીએ છીએ. ચોમાસામાં ભારે તકલીફ પડે છે પુલ તૂટવાનો ભય પણ લાગે છે. પરંતુ અમારુ કોઈ સાંભળતું નથી. અનેક રજૂઆતો કરી પરંતુ કોઈ સહકાર આપતું નથી. ત્યારે ETV Bharat ગઈકાલે આ બ્રિજ જોખમી હોવાનો દાવો કર્યો હતો. અગાઉ પણ આ બાબતે એક અહેવાલ 21 જુલાઈના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આજે મોરબી દુર્ઘટના બાદ ગુજરાતના તમામ તંત્ર હરકતમાં આવ્યા છે.

વૈકલ્પિક વ્યવસ્થા માટે ટેકનીક ટીમ આ અંગે પાલિકાના દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે, આ ગેરકાયદેસર બ્રિજ હોવાના કારણે પાલિકા તંત્ર તેને ડિમોલિશન કરી રહ્યું છે. આ સાથે જ આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા માટે ટેકનીકલ ટીમ પણ અહીંયા હાજર છે. સમજાવટ પૂર્વક સ્થાનિકો સહકાર આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.