ETV Bharat / state

ડભોઈના કડધરા ગામે નજીવી તકરારમાં પતિએ પત્નીની કરી હત્યા, પોલીસે ફરાર પતિની શોધખોળ હાથ ધરી

author img

By

Published : Nov 9, 2020, 10:36 PM IST

ડભોઈના કડધરા ગામે નજીવી તકરારમાં પતિએ પત્નીની કરી હત્યા
ડભોઈના કડધરા ગામે નજીવી તકરારમાં પતિએ પત્નીની કરી હત્યા

ડભોઇ તાલુકાના કડધરા ગામે રહેતા પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે ઝગડો થયો હતો, જેમાં પતિ દ્વારા મહિલાને ઢોર માર મારતા મહિલાનું મોંત નીપજયું હતું. જે અંગેની ડભોઇ પોલીસ મથકે મૃતક મહિલાના જમાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે પતિ વિરુધ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • કડધરા ગામે પતિએ પત્નીની હત્યા કરી
  • જમવા બાબતે થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
  • ડભોઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની શોધખોળ આરંભી
  • જમાઈએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

વડોદરાઃ જિલ્લાના ડભોઇ તાલુકાના કડધરા ગામે બનેલી ઘટનામાં કડધરા ગામે રહેતા મહેશભાઈ વસાવા અને તેમના પત્ની શકુંબેન મહેશભાઈ વસાવા વચ્ચે રવિવારે સાંજે જમવાનું બનાવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં ધૂળાભાઈ પીધેલી હાલતમાં હોવાથી તેમની પત્ની શકુંબેનને પ્રથમ બોલાચાલી બાદ ઉગ્ર તેમને ઢોર માર માર્યો હતો.

ડભોઈના કડધરા ગામે નજીવી તકરારમાં પતિએ પત્નીની કરી હત્યા
ડભોઈના કડધરા ગામે નજીવી તકરારમાં પતિએ પત્નીની કરી હત્યા

દારૂના નશામાં છાંકટા બનેલો પતિએ પત્નીની હત્યા કરી ફરાર

આ બાબતની જાણ ડભોઇ તાલુકાના ઢીકરીયા ગામે રહેતા તેમના જમાઈ ગિરિશભાઈને થતા તે સ્થળ ઉપર આવી મહિલાને તેમના ઘરે લઈ જવા આગ્રહ કર્યો હતો. પરંતુ મહિલાને પગ અને બરડાના ભાગે ઇજાઓ થઈ હતી. જેથી મહિલાએ સવારે આવવાનું જણાવી જમાઈને પાછા મોકલ્યા હતા. રાત્રી દરમિયાન પુનઃ બંને પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પતિ મહેશે શકુંબેનને ઢોર માર માર્યો હતો. જેમાં શકુબેનને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નિપજ્યુ હતું.

ડભોઈના કડધરા ગામે નજીવી તકરારમાં પતિએ પત્નીની કરી હત્યા

માર મારી ભાગી છૂટેલા મહેશભાઈ વસાવા વિરુધ્ધ ફરિયાદ

આ બનાવ અંગેની ફરીયાદ જમાઈ ગિરીશભાઈ કનુભાઈ વસાવાએ ડભોઇ પોલીસને કરતા ડભોઇ પોલીસ સ્થળ ઉપર આવી પહોચી હતી અને મૃતક મહિલાને પી.એમ. માટે સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યારે ઢોર માર મારી ભાગી છૂટેલા મહેશભાઈ વસાવા વિરુધ્ધ ફરિયાદ આધારે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો અને કાયદેસરની કાર્યાવવાહી હાથધરી છે. પત્નિને મોંતને ઘાટ ઉતારનાર પતિને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતીમાંન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.