ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

author img

By

Published : Oct 29, 2020, 3:10 AM IST

3 જી નવેમ્બરના રોજ રાજ્યમાં વિધાનસભાની 8 ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવારોને વિજયી બનાવા કામરકસીને સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. બુધવારે કરજણ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચાર અર્થે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને પ્રભારી રાજીવ સાતવે સાધલી ખાતે જાહેર સભા સંબોધી હતી.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

  • કરજણમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવએ જાહેર સભાને સંબોધન કર્યું હતું
  • કોંગ્રેસ નેતાઓએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા
  • સમેથકો મોટી સંખ્યામાં ઉમટ્યા

વડોદરાઃ 147 કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચાર માટે હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સાધલીમાં સભા સંબોધી હતી. જે સભામાં ભારે સંખ્યામાં કોંગ્રેસના સમર્થનમાં મતદારો ઉમટી પડ્યા હતા. સભામાં હાર્દિક પટેલે અને રાજીવ સાતવે ભાજપ સરકાર પર આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

હાર્દિકે સરકાર પર પ્રહારો કર્યા હતા

હાર્દિક પટેલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે, પહેલા તો અત્યારે રાજ્યની અંદર આચાર સહિતા લાગુ છે. તેવા સમયમાં મતદાતાઓને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટી અનેકો જાહેરાત કરશે. આ પહેલી જાહેરાત નથી. ભારતીય જનતા પાર્ટીએ હજારો જાહેરાતો કરી છે. જેમાંથી એક પણ ફાયદો ગુજરાતની ભોળી જનતા સુધી પહોંચ્યો નથી. મારૂ એવું માનવું છે કે ગુજરાતના ખેડુતોને પાક વિમો આપો, ટેકાના ભાવ આપો, નોકરી આપો અને સ્કૂલ ફી માફી કરો, બીજા બધા મુદ્દાઓ પર ગુજરાતની જનતાને ગુમરાહ ન કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના એક એવા વ્યક્તિ કે જે દેશના વડા પ્રધાન જે ખુદને એવું કહે છે કે ભારત આત્મનિર્ભર બને અરે ભારતીય જનતા પાર્ટી અમારી ઉપર શા માટે આવી છે. જાતે આત્મનિર્ભર બને અમે આત્મમંથન કરીશું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની એક પણ સભા સફળ નથી થઈ. તેમની સભામાં જેટલું જોઈએ તેટલું એક મુખ્ય પ્રધાનની હેસિયતથી જે લોકો આવા જોઈએ જે નથી આવતા. તેનું એક જ કારણ છે કે ગુજરાતના યુવાનો બેરોજગાર છે, ગુજરાતનો ખેડૂત બિચારો બરબાદ થઈ રહ્યો છે. ગાંધી અને સરદારનું ગુજરાત દિવસેને દિવસે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યું છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન થશે.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

કોંગ્રેસે 8 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો

ગુજરાતની આઠે આઠ સીટો પર અમારો વિજય થશે અને કરજણ પેટા ઇલેક્શનની અંદર કોંગ્રેસ વધુને વધુ મત સાથે વિજય પ્રાપ્ત કરશે. આ ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપાને એક પણ પાકો ગુજરાતીના મળ્યો કે જે પ્રદેશ અધ્યક્ષ બની શકે. જે નથી એ વ્યક્તિ મારી પર આરોપ લગાવે? ટાઇટેનિક જહાજ ડૂબી ગયું પણ ઇતિહાસ તો છે જ ને? ભાજપની અંદરોઅંદર લડાઇ છે. સતીશ પટેલ અને અક્ષય પટેલ બોવ જ લડી રહ્યા છે. એટલા માટે જ પોતાના વર્ચસ્વની લડાઈમાં રાજ્યના ઉપ મુખ્ય પ્રધાન ઉપર પ્રહાર કરી દીધો. ખૂબ દુઃખદ કહેવાય અમે આનું સમર્થન નથી કરતા.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

કરજણને નર્મદાનું પાણી મળતું નથી

કોંગ્રેસને વોટ કેમ આપવો જોઈએ તે માટે હાર્દિક પટેલે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી એકને એક પાર્ટીને તમે મત આપો છો છતા પણ આજે રાજ્યમાં 55 લાખ યુવાનો બેરોજગાર છે. આજે 58 લાખ ખેડૂતો પર દેવું છે. આજે નર્મદાનું પાણી નજીકમાંથી જ જઈ રહ્યું છે, છતા પણ કરજણ તાલુકાના ખેડૂતોને નર્મદાનું પાણી ના મળે. ગુજરાતના ગામડાઓ દિવસેને દિવસે ભાંગી રહ્યા છે. ગુજરાતની અંદર રોજ ચાર પ્રાથમિક શાળાઓ બંધ થઈ રહી છે. ગુજરાતની અંદર દિવસેને દિવસે ખાનગીકરણ વધી રહ્યું છે. તો શા માટે ભાજપને મત આપવો જોઈએ.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

રાજીવ સાતવે સરકારને આડે હાથ લીધી

જયારે પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે જે રીતે લોકો આ સભામાં હાજર રહ્યા છે તેની પરથી સ્પષ્ટ છે કે કેટલી લીડથી આ સીટ કોંગ્રેસ જીતશે એ સવાલ છે. બાકી કરજણ જ નહીં બાકીની સાત વિધાનસભાની પેટા ચૂંટણી થઈ રહી છે અને જ્યા ભાજપે કોંગ્રેસના જે એમ.એલ.એ હતા, તેમને ખરીદવાની કોશિશ કરી જનતા તેનો જવાબ આ પેટાચૂંટણીમાં આપશે. ગુજરાતની જનતા પૂરી રીતે ભાજપ સરકાર પર દુઃખી છે. આવનારા સમયમાં ગુજરાતની જનતા મતથી એનો જવાબ આપશે. જે નિષ્ફળ રહ્યા છે છેલ્લા 25 વર્ષમાં તેનો જવાબ પણ ભાજપને મળશે. ભારતીય જનતા પાર્ટી ભાઈ અને ચંદ્રકાંત ભાવના સંઘર્ષમાં અમારા કાકા પરેશાન થઈ ગયા છે. તો આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપમાં અંદરૂની કશું ઠીક નથી. જો સરકારના રૂપમાં એમણે કામ કરવાની જરૂર હતી તે કરી શક્યા નથી, એટલે કોંગ્રેસ પર આક્ષેપો લગાવી રહ્યા છે. પણ ભાજપના કારણે આ પેટા ચૂંટણી થઈ રહી છે. બે વખત વોટિંગ કરવા માટે જનતાને એટલા માટે જવું પડી રહ્યું છે, કે જનતાનું સમર્થન મેળવવાની અભિલાષા છે. માટે આ ચૂંટણી ફરીથી થઇ રહી છે જેનો જવાબ ગુજરાતની જનતા આપશે.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: સાધલીમાં હાર્દિક પટેલ અને રાજીવ સાતવે સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.