World Yoga Day 2022: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 40 ફૂટની રંગોળી બનાવી

author img

By

Published : Jun 20, 2022, 9:09 PM IST

World Yoga Day 2022: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે40 ફૂટની રંગોળી બનાવી

દેશમાં 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી (International Yoga Day 2022 ) થઈ રહી છે. ગુજરાતમાં પણ આયોજન કરવામાં આવશે. વડોદરાના સહજ રંગોળી ગ્રુપ આ દિવસે ખાસ રંગોળી બનાવે છે. આ વખતે પણ સહજ રંગોળી ગ્રુપ દ્વારા આ દિવસ માટે મહાકાય રંગોળી બનાવવામાં આવી છે.

વડોદરા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર(World Yoga Day 2022)કર્યો ત્યારથી વડોદરાના સહજ રંગોળી ગ્રુપ આ દિવસે ખાસ રંગોળી બનાવે છે. આ વખતે પણ સહજ રંગોળી ગ્રુપ (Sahaj Rangoli Group)દ્વારા આ દિવસ માટે મહાકાય રંગોળી બનાવવામાં આવી છે.

યોગ દિવસ

આ પણ વાંચોઃ ભરૂચમાં આ ત્રણ આઈકોનીક સ્થળે થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, તૈયારીઓ પૂર જોશમાં

રંગોળી બનાવતા 4 દિવસ લાગ્યા - ગુજરાત પબ્લિક સ્કૂલ વડોદરાના પરિસરમાં 40x40 ફૂટની રંગોળી (Yoga day 40x40 foot rangoli )બનાવવામાં આવી છે. જેમાં કેન્દ્રમાં આદિ યોગીને દર્શાવવામાં આવ્યા છે અને આસપાસ અષ્ટાંગ યોગ કરતી પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. આ રંગોળી બનાવવા માટે 10 કલાકારોને 4 દિવસનો સમય લાગ્યો હતો અને 150 કિલો જેટલો રંગ વપરાયો હતો.

આ પણ વાંચોઃ International Yoga Day 2022: આ જગ્યાએ રાજ્યકક્ષાના યોગ દિવસની થશે ઉજવણી, AMCનો વિશેષ લક્ષ્યાંક

યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવો પ્રયાસ - આ રંગોળી બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવતા સહજ ગ્રુપના કમલેશ વ્યાસે જણાવ્યું કે, લોકોમાં યોગ વિશેની જાગૃતિ આવે અને પોતાના જીવનને યોગના માધ્યમથી સ્વસ્થ અને તંદુરસ્થ રાખે એવા મેસેજ સાથે આ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી માટે ખાસ ચિરોડી કલર વાપરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.