ભરૂચમાં આ ત્રણ આઈકોનીક સ્થળે થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, તૈયારીઓ પૂર જોશમાં

author img

By

Published : Jun 19, 2022, 11:17 AM IST

ભરુચમાં આ ત્રણ આઈકોનીક સ્થળે થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, તૈયારીઓ પૂર જોશમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 જૂનને 'વિશ્વ યોગ દિવસ' તરીકે જાહેર કરવામાં (International yoga Day 2022) આવ્યો હતો. જે બાદ સમગ્ર દેશમાં આ દિવસ મનાવાય છે. ત્યારે ભરૂચમાં પણ (Yoga Day Celebration In Bharuch) આ દિવસની ઉજવણીને લઈને પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

ભરૂચ: 21 જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યા બાદ આખા દેશમાં તેની ઉજવણી થાય છે જેને લઈને આ વખતે પણ અનેક શહેરોમાં આ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ભરૂચ શહેરમાં વિશ્વ યોગ દિવસની તૈયારીઓ પૂર (Yoga Day Celebration In Bharuch) જોશમાં ચાલી રહી છે.

ભરુચમાં આ ત્રણ આઈકોનીક સ્થળે થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, તૈયારીઓ પૂર જોશમાં

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ થ્રીલ એડિકટ અભિયાન, શું થશે કામગીરી જાણો

આઇકોનીક આયોજન: ભરૂચ જિલ્લામાં યોગદિવસ માટે 75 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 21 જૂન વિશ્વ યોગ દિવસે ભરૂચ જિલ્લો 3 સ્થળે આઇકોનીક આયોજન કરી ભારતભરમાં છવાઈ જશે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, ઐતિહાસિક ગિલ્ડન બ્રિજ, 8 લેન એક્સપ્રેસ વે અને કબીરવડ ખાતે આઇકોનીક આયોજન કરવામાં (bharuch celebration iconic vishwa yog divas) આવ્યું છે.

આ પણ વાંચો: અને આ રીતે રાજેન્દ્રભાઈને દિકરાના વિયોગે બનાવ્યા 3000 બાળકોના પાલક પિતા

રેકોર્ડ બ્રેક હાજરી નોંધાવવા પ્રયત્ન: શાળા-કોલેજો અને સંસ્થાઓ પણ કરવામાં આવશે યોગદિવસની ઉજવણી જેમાં 70 હજાર જેટલા બાળકો અને 2 થી 3 લાખની પ્રજા આ કાર્યક્રમમાં જોડાશે. નદીમાં પણ ફ્લોટિંગ નાવડીઓ મૂકી નયનરમ્ય યોગ નિદર્શનથી ભરૂચ દેશમાં તેની રેકોર્ડ બ્રેક હાજરી નોંધાવવા પ્રયત્ન કરશે. આ તમામ ઇવેન્ટોને ડ્રોનથી કંડારી આ અદભુત નજારો અને ક્ષણ દેશભરમાં નોંધપાત્ર બને તેવા તમામ પ્રયત્નો જિલ્લાનું પ્રશાસન કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.