ETV Bharat / state

રાજ્યનાં પ્રથમ મહિલા CS મંજૂલા સુબ્રમણ્યમ પંચમહાભૂતમાં વિલીન, વરિષ્ઠ અધિકારીઓએ આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Jan 2, 2023, 2:29 PM IST

વડોદરામાં રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યસચિવ મંજૂલા સુબ્રમણ્યમના (First Woman Chief Secretary Manjula Subramaniam ) અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા (Manjula Subramaniam Cremation in Vadodara) હતા. અકોટામાં આવેલા તનય એપાર્ટમેન્ટમાંથી તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ (Senior Officials tribute to Manjula Subramaniam) અર્પણ કરી હતી.

રાજ્યનાં પ્રથમ મહિલા CS મંજૂલા સુબ્રમણ્યમ પંચમહાભૂતમાં વિલીન, વરિષ્ઠ અધિકારીઓએ આપી શ્રદ્ધાંજલિ
રાજ્યનાં પ્રથમ મહિલા CS મંજૂલા સુબ્રમણ્યમ પંચમહાભૂતમાં વિલીન, વરિષ્ઠ અધિકારીઓએ આપી શ્રદ્ધાંજલિ

વડીવાડી સ્મશાનમાં થયા અંતિમ સંસ્કાર

વડોદરા ગુજરાત રાજ્યને રવિવારે ખૂબ જ મોટી ખોટ પડી હતી. આ દિવસે રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યસચિવ મંજૂલા સુબ્રમણ્યમનું (First Woman Chief Secretary Manjula Subramaniam) નિધન થયું હતું. ત્યારે આજે સવારે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અકોટામાં આવેલા તનય એપાર્ટમેન્ટમાંથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ પહેલા સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન (Manjula Subramaniam Cremation in Vadodara) કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડીવાડી સ્મશાનમાં થયા અંતિમ સંસ્કાર વડોદરા ખાતે વડીવાડી સ્મશાન (vadi vadi smashan vadodara) ખાતે રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યસચિવ મંજૂલા સુબ્રમણ્યમના (First Woman Chief Secretary Manjula Subramaniam) અંતિમ સંસ્કાર (Manjula Subramaniam Cremation in Vadodara) કરાયાં હતાં. ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત તેમનાં અંતિમ સંસ્કારમાં વડોદરા કલેક્ટર, મામલતદાર, પૂર્વ IAS અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત (Manjula Subramaniam Cremation in Vadodara) રહ્યા હતા.

વડોદરામાં લીધા અંતિમ શ્વાસ ગઈકાલે (રવિવારે) રાત્રે ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રહ્મણ્યમનું નિધન થયું હતું. તેમણે વડોદરામાં અંતિમ શ્વાસ (Manjula Subramaniam Cremation in Vadodara) લીધાં હતાં. 1972ની બેચનાં આ IAS અધિકારી ઘણાં લાંબા સમયથી બીમાર હતાં. વર્ષ 2008માં નિવૃત્ત થયા બાદ તેમણે અનેક હોદ્દાઓ ઉપર ફરજ બજાવી હતી. ત્યારે હવે તેમના નિધનથી IAS બેડામાં શોક જોવા મળ્યો છે.

આ પણ વાંચો સ્વ. હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ આપ્યો અગ્નિદાહ

PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ તેમના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ (PM Modi tribute to Manjula Subramaniam) કરી હતી. વડાપ્રધાને ટ્વિટમાં તેમની સાથેના અનુભવ પણ યાદ કર્યા હતા.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.